Skip to main content

ચેસ બોર્ડની સરખામણી પિચ સાથે કરતા ચહલે કહ્યું- કમબેક કરવા ઉત્સુક છું

હવે ધીમે-ધીમે બધુ અનલૉક થવા લાગ્યું છે ત્યારે ટીમ ઈન્ડિયાનો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ મેદાન પર પરત ઉત્સુક છે. તે કહે છે કે, હવે તો ખાલી ક્રિકેટ શરૂ થઈ જાય. ભલેને IPL યોજાય કે વર્લ્ડ કપ. ચહલ ગુરુગ્રામમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. તેનું કહેવું છે કે, સ્થિતિ નિયંત્રણમાં આવવાની સાથે જ ટીમે પ્રેક્ટિસ શરૂ કરવી જોઈએ. તેણે ચેસ બોર્ડની સરખામણી ક્રિકેટ પિચ સાથે કરતા કહ્યું,‘ચેસ બોર્ડની જેમ પિચ પર લેગ સ્પિન, ગૂગલી, ફ્લિપર અને ડાઉન સ્પિન મારા હથિયાર એટલે કે રાજા, વજીર, હાથી અને ઘોડા છે.’
ચહલે ભાસ્કર સાથે ચર્ચા કરી. તેની સાથે વાતચીતના અંશ...
સવાલ: ચેસ બોર્ડમાં તમારી પાસે ઘણાં હથિયાર હોય છે, તમે ચાલ ચાલતા હોવ છો, ક્રિકેટ પિચ પર તમારી પાસે કયા હથિયાર છે?

ચહલ: ક્રિકેટ પિચ પર ચાર પ્રકારના વેપન્સ છે- લેગ સ્પિન, ગૂગલી, ફ્લિપર અને ડાઉન સ્પિન. જેનો સ્થિતિ અનુસાર ઉપયોગ કરું છું. જે એ વાત પર નિર્ભર કરે છે કે ક્યારે અને ક્યા બેટ્સમેનને કેવો બોલ નાખવો.
સવાલ: એક્સપર્ટના મતે આપણે કોરોના સાથે જીવતા શીખવું પડશે. કોરોના સાથે ક્રિકેટમાં શું ચેન્જીસ જોવા મળશે?
ચહલ: આ મુદ્દે આઈસીસીની ગાઈડલાઈન આવી છે. અમારે તેને ફોલો કરવું જ પડશે. ચેન્જીસ અંગે કંઈ પણ કહેવું વહેલું ગણાશે. જ્યાંસુધી મેદાન પર નથી ઉતરતા, ત્યાંસુધી ખબર નહીં પડે. અગાઉ આવી સ્થિતિમાં ક્યારેય રમ્યા નથી.
સવાલ: વેક્સિન આવવા સુધી દર્શકો વગર મેચ કરાવવાની યોજના છે, તમારી માટે આ કેવો અનુભવ હશે?
ચહલ:
થોડુ અલગ રહેશે. અમે ફેન્સની હાજરીમાં રમતા રહ્યાં છીએ. ઈન્ટરનેશનલ મેચોમાં ફર્સ્ટ ક્લાસ જેવી ફીલિંગ આવશે. તે મેચોમાં દર્શકોની હાજરી ઓછી હોય છે. જોકે હાલ આ બાબતે બીજો કોઈ વિકલ્પ નથી. લોકોનો જીવ વધુ મહત્ત્વપૂર્ણ છે.
સવાલ: બોલ ચમકાવવા પર લાળના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચા છે. શું તમને લાગે છે કે સ્પિનર્સને કોઈ લાભ કે નુકસાન થશે?
ચહલ:
આવા બોલ વડે ક્યારેય રમ્યા નથી. ખબર નહીં કે બોલ કેવું રિએક્ટ કરશે. તે ડ્રિફ્ટ થાય છે કે પછી સ્વિંગ. પ્રેક્ટિસ બાદ જ આ અંગે જાણ થશે.
સવાલ: શ્રીલંકા, ઈંગ્લેન્ડ જેવા દેશોએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. મેદાન પર ભારતીય સ્ટાર્સ ક્યારે ઉતરશે?
ચહલ: શ્રીલંકાની પરિસ્થિતિ અલગ છે. તેની સરખામણીએ ભારતમાં વસ્તી અને કેસ બંને વધુ છે. જ્યારે સ્થિતિ નિયંત્રણમાં આવી જાય એટલે તાત્કાલિક પ્રેક્ટિસ શરૂ કરવી જોઈએ. તમારે પોતાની સુરક્ષાની સાથે અન્યોની સુરક્ષા અંગે વિચારવું પડશે. આજે કોઈની પર વિશ્વાસ ના કરી શકો. આપણે કોઈના જીવને જોખમમાં ના નાખી શકીએ.
સવાલ: અત્યારસુધી ટેસ્ટમાં ડેબ્યૂની તક મળી નથી. શું આગામી સીરિઝમાં આશા છે?
ચહલ:
હાલ આ અંગે વિચારતો નથી. મારું ધ્યાન કમબેક પર છે. આશા છે કે જ્યારે મેદાન પર ઉતરું તો વહેલી તકે રિધમ મેળવી લઉં.
સવાલ: જ્યારે બેટ્સમેન તમારી સામે મોટા શૉટ્સ ફટકારે છે, ત્યારે પોતાની પર કેવી રીતે નિયંત્રણ રાખો છો અને તેમાંથી કેવી રીતે બહાર આવો છો?
ચહલ:
તમારે એ સમજવું પડશે કે આ રમતનો ભાગ છે. બની શકે 1 ઓવરમાં 6 સિક્સ ફટકારે કે તેનાથી ઓછી. તમારે માનસિક રીતે મજબૂત રહેવું પડશે. આ જરૂરી નથી કે 1 સ્પેલ ખરાબ થવાથી બીજો સ્પેલ પણ ખરાબ થશે. બની શકે વિકેટ મળી જાય. હું વર્તમાન સમયમાં જ જીવવાનો પ્રયાસ કરું છું.
સવાલ: લૉકડાઉનમાં કેવી રીતે સમય પસાર કર્યો?
ચહલ:
ઘરે જ રહું છું અને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છું, દરેક વસ્તુની મજા માણું છું. વાત રહી ફિઝિકલ અને મેન્ટલ ટ્રેનિંગની તો રોજ સવારે ઉઠી વર્કઆઉટ કરું છું. રવિવારે આરામ કરું છું.
સવાલ: ફેવરિટ ગ્રાઉન્ડ કયું? બોલિંગ કરવી સૌથી વધુ ક્યાં ગમે છે?
ચહલ: બેંગલુરુની ચિન્નાસ્વામી સ્ટેડિયમ. આ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુનું હોમગ્રાઉન્ડ પણ છે. ટી-20માં પ્રથમવાર 5 વિકેટ પણ અહીં ઝડપી હતી. તેથી અહીં સૌથી વધુ મજા આવે છે.
સવાલ: ચહલ ટીવી કેવું ચાલે છે? ઘણાં દિવસથી કોઈ ઈન્ટરવ્યૂ જોવા નથી મળ્યો?
ચહલ:
ચહલ ટીવી મેચ દરમિયાન જ ચાલે છે. જ્યારે મેચ નથી થતી અથવા ખાલી દિવસોમાં ઘણા ઓછા કે રેર કેસમાં જ ઈન્ટરવ્યૂ કરું છું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Comparing the chess board to the pitch, Chahal said, "I'm looking forward to the comeback."


from Divya Bhaskar https://ift.tt/2A6oHqu
via

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT