Skip to main content

બ્રેકના કારણે ખેલાડીઓ ઓછા દિવસમાં વધુ મેચ રમશે, એવામાં ઈજાની શક્યતા 25% વધી: રિસર્ચ

ફૂટબોલના કમબેક બાદ ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાની શક્યતાઓ વધી છે. માર્ચમાં કોરોના વાઈરસના કારણે તમામ મોટી ઈવેન્ટ સ્થગિત કરાઈ છે. 16 મેના જર્મન લીગ બુંદેસલીગા શરૂ થઈ. પ્રથમ દિવસે 6 મેચ રમાઈ અને 8 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા. તે પછી ખેલાડીઓ સતત ઈજાગ્રસ્ત થતા રહ્યાં, કારણ કે તેઓ મહિનાઓ સુધી મેદાનથી દૂર હતા. જર્મન ક્લબ બાયર્ન મ્યૂનિખે 1 મહિનામાં 7 મેચ રમવાની છે. સામાન્ય સ્થિતિમાં એક ટીમ મહિનામાં 4-5 મેચ રમે છે. અમેરિકન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ ઝોન-7એ 35 ક્લબો પર રિસર્ચ કરી જેમાં સામે આવ્યું કે, 30 દિવસમાં 7-8 મેત રમતા ખેલાડીઓની શક્યતા 4-5 મેચ રમતા ખેલાડીઓ કરતા 25% વધી જાય છે. આ ઉપરાંત ગત 2 સિઝનમાં જે ઈન્ટરનેશનલ મેચોના કારણે નાની પ્રી-સિઝન રાખવામાં આવી હતી, પ્રથમ હાફમાં અન્ય ક્લબની સરખામણીએ તેમના 75% ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. લંડનની એક્સરસાઈઝ ફિઝિયોલોજિસ્ટ ફ્લેમિનિયા રોનકાએ કહ્યું કે,‘બ્રેકના કારણે ખેલાડીઓએ 15% ફિટનેસ ગુમાવી દીધી છે. જે તેમણે ઓછા સમયમાં પરત મેળવવી પડશે.’ સ્પેનિશ લીગ લા લિગા 11 જૂનથી, ઈંગ્લિશ પ્રીમિયર લીગ 17 જૂનથી અને ઈટાલિયન લીગ સીરી-એ 20 જૂનથી શરૂ થઈ રહી છે.
ઈટાલિયન લીગ સીરી-એની તમામ
ક્લબને 40 દિવસમાં 13 મેચ રમવાની છે
ઈપીએલ ક્લબ માન્ચેસ્ટર સિટી, આર્સનલ અને શેફિલ્ડ યુનાઈટેડને અંદાજે 15 દિવસમાં 5-5 મેચો રમવાની છે. એવામાં ઈજા ઉપરાંત પ્રદર્શન ડાઉન જવાની શક્યતા વધુ છે. વાટફોર્ડના મેનેજર નિગેલ પીયર્સન, ન્યૂકૈસલના બોસ સ્ટીવ બ્રૂસ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઈટાલિયન લીગ સીરી-એનું કમબેક 20 જૂનથી થઈ રહ્યું છે. ટીમોએ 40 દિવસમાં લીગની 12-13 મેચો રમવાની છે.
EPLના છઠ્ઠા રાઉન્ડમાં 1195 ટેસ્ટ થયા, એક પણ પોઝિટિવ કેસ ના આવ્યો
ઈંગ્લિશ પ્રીમિયર લીગના છઠ્ઠા રાઉન્ડમાં 1195 કોરોના ટેસ્ટ થયા. જેમાં એક પણ પોઝિટિવ કેસ નથી આવ્યો. અત્યારસુધી કુલ 6274 ટેસ્ટ થયા છે. કુલ 13 પોઝિટિવ કેસ આવ્યા છે. પોઝિટિવ આવનારને 7 દિવસ સેલ્ફ આઈસોલેશનમાં રહેવું પડે છે. જ્યારે સીરી-એ ક્લબોએ માગ કરી છે કે, જો લીગ શરૂ થયા બાદ ફરીવાર કોઈ કારણોસર સ્થગિત કે રદ કરાય તો કોઈને પણ વિજેતા જાહેર ના કરવું અને રેલિગેશન પણ ના થાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડના ખેલાડીઓ.


from Divya Bhaskar https://ift.tt/2YfBzCK
via

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT