વિશ્વના નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચના ફાઉન્ડેશન બૉકમ દેશોમાં એડ્રિયા ટૂર નામથી ચેરિટી ટેનિસ ટૂર્નામેન્ટ યોજી રહ્યું છે. સર્બિયામાં આ ટૂર્નામેન્ટ જોકોવિચના બેલગ્રેડ ટેનિસ ક્લબમાં યોજાઈ. ઈવેન્ટ જોવા હજારો ફેન્સ પહોંચ્યા. ટૂર્નામેન્ટ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનો ભંગ થયો.
જોકોવિચે ફેન્સનો બચાવ કરતા કહ્યું કે,‘જીવન આમ જ ચાલતુ રહે છે. એકવાર ફરી ફેન્સ સામે રમવાનો અનુભવ શાનદાર રહ્યો. અન્ય દેશોની સરખામણીએ અમારા દેશની પરિસ્થિતિ અને ઉપાયો જુદા છે.’ સર્બિયામાં 12,175 કેસ હતા અને 252 મોત થયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2C5ultO
via
Comments