ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લિટ સોમવારથી આઉટડોર ટ્રેનિંગ શરૂ કરી શકશે. પરંતુ હાલ તેઓ માત્ર ફિટનેસ ટ્રેનિંગ કરી શકશે. જેથી ઈજા ના થાય. ખેલાડી લૉકડાઉનના કારણે 2 મહિનાથી મેદાનથી દૂર છે. ભારતીય એથ્લેટિક્સ ફેડરેશન (એએફઆઈ)ના અધ્યક્ષ આદિલે સુમારિવાલાએ કહ્યું,‘એનઆઈએસ પટિયાલા, સાઈ સેન્ટર બેંગલુરુ અને ઉટીના તમામ એથ્લિટ આઉટડોર ફિટનેસ ટ્રેનિંગ શરૂ કરી શકશે. જોકે હાલ તેઓ સ્પેસિફિક ટ્રેનિંગ નહીં કરી શકે. એટલે કે તેઓ ટ્રેક પર રનિંગ અને થ્રોઈંગ એરિયામાં થ્રો નહીં કરી શકે. આ પ્રેક્ટિસ તેઓ થોડા દિવસ પછી શરૂ કરી શકશે.’ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરી ચૂકેલા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ કહ્યું,‘હું ઘણો ખુશ છું. આ ભલે ધીમી શરૂઆત છે. પરંતુ કંઈ તો શરૂ થયું.’ નીરજ 18 માર્ચથી પટિયાલામાં છે. હિમા દાસ પણ પટિયાલામાં છે. જ્યારે રેસ વૉકના ખેલાડી સાઈ સેન્ટર બેંગલુરુમાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36yvd5h
via
Comments