Skip to main content

Posts

Showing posts with the label international Divya Bhaskar

વિશ્વમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયાએ આચાર સંહિતા જાહેર કરી, ફેસબુક-ગૂગલે ન્યૂઝ માટે ઓસ્ટ્રેલિયન મીડિયાને પેમેન્ટ કરવું પડશે

અમેરિકી ટેક કંપનીઓ ફેસબુક-ગૂગલે ઓસ્ટ્રેલિયન મીડિયા કંપનીઓ પાસેથી મેળવાતા સમાચાર માટે ચુકવણી કરવી પડશે. સ્વતંત્ર પત્રકારિતાને બચાવવા માટે ટેક કંપનીઓ પર કડકાઈ કરનાર ઓસ્ટ્રેલિયા પ્રથમ દેશ છે. સરકારે આ માટે આચાર સંહિતાનો મુસદ્દો જાહેર કર્યો છે. અત્યાર સુધી આચાર સંહિતા બનાવવામાં નિષ્ફળ રહેલા દેશો પર પણ તેની અસર જોવા મળી શકે છે. આ અંગે ફેસબુક અને ગૂગલ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. ઓસ્ટ્રેલિયાના નાણામંત્રી જોશ ફ્રાયડેનબર્ગે કહ્યું કે મુસદા પર 28 ઓગસ્ટ સુધી ચર્ચા કર્યા પછી તેને સંસદમાં રજૂ કરાશે. વર્ષના અંત સુધીમાં તે કાયદો બની જશે. તેમણે કહ્યું કે ઓસી. મીડિયા કંપની માટે આ યોગ્ય પગલું છે. આથી સ્પર્ધા, ગ્રાહકોની સુરક્ષા વધશે અને મીડિયા ક્ષેત્રે સ્થિરતા આવશે. આ હેઠળ પહેલા ગૂગલ અને ફેસબુકને ચૂકવણી માટે ફરજ પડાશે. ત્યારબાદ અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પરથી પણ ચૂકવણી માટે જણાવાશે. ટેક કંપનીઓને મીડિયા કંપનીઓ સાથે વાતચીત કરી ચૂકવણીના દર નક્કી કરવા માટે ત્રણ મહિના અપાશે. ત્યારપછી પણ જો સંમતિ નહીં સધાય તો મામલો લવાદ પાસે જશે જેનો નિર્ણય બધાએ માનવો પડશે. Download Dainik Bhaskar App to read Latest Hindi

રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા સ્કૂલ ખોલવાના દબાણ વચ્ચે 70% શિક્ષકોએ હડતાળની ચેતવણી ઉચ્ચારતાં કહ્યું- સ્કૂલો બંધ રાખો

અમેરિકામાં 70 ટકા શિક્ષકોએ ચેતવણી ઉચ્ચારી હતી કે જો કોરોના કાળ દરમિયાન સ્કૂલો શરૂ કરવામાં આવે તો તે હડતાળ પર જતા રહેશે. આ તમામ જુદાં જુદાં શિક્ષક સંગઠનોના સભ્યો છે. આ સંગઠનોએ નિવેદન જારી કરી હડતાળની ચેતવણીની પુષ્ટી કરી હતી. આવું ત્યારે થઇ રહ્યું છે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સ્કૂલ ખોલવા દબાણ કરી રહ્યા છે. અમેરિકી ફેડરેશન ઓફ ટીચર્સના અધ્યક્ષ રેન્ડી વેનગાર્ટને કહ્યું કે સ્કૂલોમાં કોરોનાને અટકાવવા માટે પૂરતી વ્યવસ્થા નથી. મોટા ભાગના ક્લાસમાં વેન્ટિલેશન નથી. માસ્ક પણ ઓછા પડી રહ્યા છે. રાજનેતાઓએ પોતાની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરી છે, પણ શિક્ષકોને તેમના હાલ પર જ છોડી દીધા છે. શિક્ષકોની માગ છે કે ઓનલાઈન અભ્યાસ પણ મર્યાદિત કરવો જોઇએ. બીજી બાજુ એક સંગઠને સ્કૂલ ખોલવાના આદેશ વિરુદ્ધ ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટસિસ પર કેસ દાખલ કરી દીધો હતો. જોકે જન શિક્ષણ કેન્દ્રના વડા રોબિન લેકે કહ્યું કે સંપૂર્ણ મામલે બાળકોને મહોરું બનાવાઈ રહ્યા છે. શિક્ષક સંગઠનોની માગ તર્કહીન છે. લાંબા સમય સુધી અભ્યાસ ન કરવાને લીધે વિદ્યાર્થીઓને જ નુકસાન થશે. સરવે: 60% વાલીઓનું શિક્ષકોને સમર્થન, કહ્યું- ઓનલાઈન અભ્યાસ સફળ

એક પક્ષી, અનેક શિકારી, વાઘના બ્રીડિંગ સેન્ટરમાં કેમેરામાં કેદ થઈ દુર્લભ ક્ષણ

ચીનના હાર્બિનના હેંગદાઝી ફેલાઈન બ્રીડિંગ સેન્ટરમાં એક પક્ષીને પકડવા માટે સાઈબેરિયન વાઘોની આખી સેના ભેગી થઈ ગઈ હતી. 29મી જુલાઈએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસે જ આ તસવીર ક્લિક થઈ હતી. વાઘોના પાંજરામાં એક પક્ષી ઊડીને આવ્યું ત્યારે બધા વાઘ એકસાથે તેને પકડવા પડાપડી કરવા લાગ્યા હતા. આખરે ઘણી મથામણ પછી સૌથી અનુભવી અને ઉંમરલાયક વાઘ પક્ષી પકડવામાં સફળ થયો હતો. આ બ્રીડિંગ સેન્ટરમાં 1000થી વધુ સાઈબેરિયન વાઘ છે. સૌથી અનુભવી અને ઉંમરલાયક વાઘ પક્ષી પકડવામાં સફળ થયો હતો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today આ તસવીર ચીનના હાર્બિનના હેંગદાઝી ફેલાઈન બ્રીડિંગ સેન્ટરની છે. from Divya Bhaskar https://ift.tt/3gsvP0F via IFTTT

બ્રિટનમાં સ્થૂળતા ઘટાડવા ફિટનેસ ડ્રાઇવ, સ્ટોરમાં એન્ટ્રી-એક્ઝિટ પર ગળી વસ્તુ નહીં હોય, ટીવી પર રાત્રે 9 વાગ્યા પહેલાં જંક ફૂડની જાહેરાત નહીં

બ્રિટન સરકારે લોકોની સ્થૂળતા ઘટાડવા અને તેમને તંદુરસ્ત બનાવવા સોમવારથી મોટું અભિયાન શરૂ કર્યું. કોરોના મહામારીથી થતા મોતમાં સ્થૂળતા પણ એક મોટાં કારણ તરીકે સામે આવ્યું હોવાથી આ એક મોટું પગલું ગણાય છે. વડાપ્રધાન બોરિસ જોનસને પોતે સ્વીકાર્યું કે તેઓ કોરોના પોઝિટિવ થયા બાદ તેમને હોસ્પિટલમાં લઇ જવાયા ત્યારે તેઓ બહુ સ્થૂળ હતા. હવે સાજા થયા બાદ તેઓ વજન ઘટાડવા પ્રેરાયા છે. તેઓ રોજ તેમના ડૉગી સાથે મોર્નિંગ વૉક પર જાય છે. કોરોનામુક્ત થયા બાદ તેઓ અડધા કિલોથી વધુ વજન ઘટાડી ચૂક્યા છે. મૂળે બ્રિટન યુરોપનો બીજો સૌથી સ્થૂળકાય લોકોનો દેશ છે. અહીંના બે-તૃતીયાંશ યુવાઓ સ્થૂળતાની ઝપટમાં છે. સરકારી આંકડા મુજબ 10-11 વર્ષના દર ત્રણમાંથી 1 બાળક સ્થૂળકાય છે. સરકારના સ્વાસ્થ્ય સચિવ મેટ હાનકોકનું કહેવું છે કે જો દરેક વ્યક્તિ અઢી કિલો વજન ઘટાડે તો 5 વર્ષમાં સરકારને 960 કરોડ રૂ. બચાવવામાં મદદ મળશે. સ્થૂળતા અને કોરોના વચ્ચે સંબંધ સામે આવ્યા બાદ વજન ઘટાડવું જીવ બચાવવા જેવું છે. નવી યોજના હેઠળ સરકાર લોકોને ફિટ રહેવામાં મદદ કરશે. આરોગ્યપ્રદ ન હોય તેવી ઘણી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ પણ લદાશે. નવી રણનીતિ બાદ સ્ટોર્સમાં એન

62%ને વિરોધનો, 32%ને નોકરી જવાનો ડરઃ રાજકીય વિચાર વ્યક્ત કરવાથી બચી રહ્યા છે

અમેરિકામાં રાજકીય વિચારોને વ્યક્ત કરવા અંગે ભયનો માહોલ છે. લોકો આ અંગે પોતાનાં વિચારો જાહેર કરવાથી બચી રહ્યા છે. 62% લોકોનું કહેવું છે કે, તેઓ રાજકીય અભિપ્રાય આપતા નથી, કેમ કે તેમનાથી અસહમત રહેનારા લોકો આક્રમક થઈ શકે છે અને નુકસાન પણ પહોંચાડી શકે છે. જ્યારે 10માંથી 3 નોકરિયાતે કહ્યું કે, વિચારો ખબર પડતાં તેમની નોકરી જવાનો ડર રહે છે. રિપબ્લિકન પાર્ટીના 10માંથી 8 સમર્થકોએ ડર વ્યક્ત કર્યો અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીની સરકાર છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ આ જ પાર્ટીના છે. તેમ છતાં સૌથી વધુ ડર તેનાં સમર્થકોમાં જ છે. રિપબ્લિકન પાર્ટીના 10માંથી 8 સમર્થકોને લાગે છે કે, તેમનાં વિચારો અંગે ખબર પડી ગઈ તો તેમનાં પર હુમલા થઈ શકે છે કે, મુશ્કેલી વધી શકે છે. નોકરી અંગે સૌથી વધુ ભય રિપબ્લિકન સમર્થકોમાં 32% નોકરિયાતને વિચાર ખબર પડતાં નોકરી જવાનો ડર છે. સૌથી વધુ ડર રિપબ્લિકન સમર્થકો (38%)ને છે. તેઓ ભવિષ્ય અંગે પણ ચિંતિત છે. જ્યારે ડેમોક્રેટ્સને 28% અને બીન-રાજકીય વિચારધારાવાળા 31% કર્મચારી આવું વિચારે છે. ઓછી આવકવાળાને પણ રોજગાર છિનવાઈ જવાની ચિંતા સૌથી વધુ ડર ઓછી આવકવાળાને છે. વાર્ષિક રૂ.15 લાખથી ઓછ

બ્રિટનમાં પહેલી વાર ભારતીય મૂળના લોકોની વસતીગણતરી અલગથી થશે, ત્યાંની કુલ વસતીમાં તેમની અંદાજે 3% હિસ્સેદારી

બ્રિટનમાં પહેલી વાર ભારતીય મૂળના લોકોની વસતીગણતરી અલગથી કરાઇ રહી છે. તેનું આયોજન 104 વર્ષ અગાઉ 1916માં સ્થાપિત ઇન્ડિયા લીગ કરશે. બ્રિટિશ ભારતીયોનાં હિતો માટે કામ કરતી ઇન્ડિયા લીગ ઓક્સફર્ડ યુનિ. સાથે મળીને ઓનલાઇન વસતીગણતરી કરશે. ત્યાર બાદ ચાલુ વર્ષના અંતમાં પ્રથમ બ્રિટિશ ભારતીય રિપોર્ટ તૈયાર થશે, જે 2020માં બ્રિટનના બિનનિવાસી ભારતીયો અને તેમના મુદ્દા વિશે જણાવશે. ઇન્ડિયા લીગના ચેરમેન સી. બી. પટેલે જણાવ્યું કે બ્રિટિશ ભારતીય સમુદાય ઘણો બદલાઇ ગયો છે અને આ સરવે અમારા સમુદાયને બહુ જરૂરી આંકડા ઉપલબ્ધ કરાવશે, જે અમને અમારી ચિંતા સાથે જોડાયેલા મહત્ત્વના મુદ્દા સમજવા અને ખાસ તો તેમને ઉકેલવામાં ઘણા મદદરૂપ થશે. હાઉસ ઑફ લોર્ડ્સના સભ્ય અને ઇન્ડિયા લીગના સલાહકાર સંદીપ વર્માએ કહ્યું, કોરોના મહામારીએ બ્રિટિશ ભારતીય સમુદાય સહિત કેટલાક સમુદાયોની હાલની સ્વાસ્થ્ય અને સામાજિક અસમાનતાઓ ઉજાગર કરી છે. આ સરવે અમને પોતાના સમુદાયની વિવિધતા સમજવામાં મદદરૂપ થઇ શકે છે તથા બ્રિટિશ ભારતીયો માટેની નીતિ ઘડવાનું અને તેમનું જીવન સમૃદ્ધ બનાવવાનું માધ્યમ બની શકે છે. ભારતીય વિદેશ મંત્રાલયના આંકડા મુજબ બ્રિટનમાં ભારતીય મૂળ

ચીનના સૌથી મોટા પરમાણુ સેન્ટરમાં 90 વિજ્ઞાનીનાં રાજીનામાં, સરકાર પર દબાણ લાવવા, સુવિધા ન આપવાનો આરોપ મૂક્યો

ચીનના સૌથી મોટા રિસર્ચ સેન્ટર ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર એનર્જી સેફ્ટી ટેક્નોલોજી (આઇનેસ્ટ)માંથી ગુરુવારે 90 પરમાણુ વિજ્ઞાનીઓએ રાજીનામાં આપી દીધાં હતાં. આશરે 500 સભ્યો સાથે કામ કરી રહેલી આ સંસ્થામાં ગત વર્ષે 200 વિજ્ઞાનીઓનાં રાજીનામાં બાદ અહીં હવે 100થી પણ ઓછા લોકો રહી ગયા છે. સ્થિતિ એવી છે કે તેનું સંચાલન પણ હવે મુશ્કેલીથી થઈ રહ્યું છે. વિજ્ઞાનીઓનાં રાજીનામાંનાં અનેક કારણો જણાવાઈ રહ્યાં છે પણ સૌથી મુખ્ય આરોપ એ છે કે ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી આ સંસ્થા પર સંપૂર્ણપણે કબજો કરી દબાણ હેઠળ કામ કરાવવા માગે છે. જૂનમાં આઈનેસ્ટમાં કામ કરનારા લોકોનો પોતાની પેરેન્ટિંગ સંસ્થા સાથે વિવાદ થયો હતો. તે ઉપરાંત અહીં વિજ્ઞાનીઓએ ન તો જરૂરી સંસાધન અને સુવિધાઓ અપાઈ રહી છે અને ન તો કામને લઈને ફ્રી હેન્ડ. ખરેખર આઈનેસ્ટ હેફી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિજિકલ સાયન્સના નિર્દેશ પર કામ કરે છે. તેને ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સના નામે પણ ઓળખાય છે. આઈનેસ્ટ ચીનની એક મહત્ત્વપૂર્ણ સંસ્થાઓમાં સામેલ છે જે અત્યાર સુધી 200થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં ભાગ લઈ ચૂકી છે. તેમાં 80 ટકા વિજ્ઞાનીઓ પીએચડી કરેલા છે. સૂ

અમેરિકામાં 2000 લોકોએ ઘેરાવો કરતાં કોલંબસની મૂર્તિઓ હટાવવામાં આવી

અમેરિકાના ઈલિનોય રાજ્યના શિકાગો સ્થિત ગ્રાન્ટ પાર્કમાં સ્થાપિત ક્રિસ્ટોફર કોલંબસની મૂર્તિને હટાવવા ફરી દેખાવો કરાયા હતા. મેયર લૉરી લાઈટફૂટે તેને હટાવવાનો વાયદો કર્યો હતો પણ કાર્યવાહી ન કરાતાં સ્થાનિકો નારાજ થયા હતા. ગુરુવારે 2000થી વધુ લોકોએ ગ્રાન્ટ પાર્ક ખાતે એકઠા થઈ જોરદાર દેખાવ કર્યા હતા. તેના પછી રાત્રે લોગાન સ્ક્વેર સ્થિત મેયરના ઘરનો ઘેરાવો કરાયો. તે પછી મેયર કોલંબસની મૂર્તિ હટાવવાનો આદેશ આપવા મજબૂર થયા હતા. ક્રિસ્ટોફર કોલંબસની મૂર્તિને હટાવવામાં આવી. બે મહિનામાં 200થી વધુ મૂર્તિઓ હટાવાઈ અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લૉઈડના મૃત્યુ બાદ શરૂ થયેલા દેખાવો પછી મેના અંતથી અત્યાર સુધીમાં 200થી વધુ મૂર્તિઓ, સ્મારકો હટાવી લેવાયાં હતાં. તેમાં અમુક ઐતિહાસિક સ્માકરો પણ સામેલ છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Statues of Columbus were removed from the siege by 2,000 people in America from Divya Bhaskar https://ift.tt/3f2yGf0 via IFTTT

પાકિસ્તાનમાં કાશ્મીરનો સાચો નક્શો છાપનારાં પુસ્તકો પર પ્રતિબંધ મુકાયો

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના અભ્યાસક્રમ બોર્ડે ઈશનિંદા અને પાકિસ્તાનવિરોધી સામગ્રી માટે ખાનગી સ્કૂલોમાં ભણાવતાં 100થી વધુ પુસ્તકો પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમાં એ પુસ્તકો પણ સામેલ છે જેમાં પાકિસ્તાનને ભારતથી ઓછું આંકવામાં આવ્યું હતું. અમુક પુસ્તકોમાં છપાયેલા નક્શામાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ને ભારતના ભાગમાં બતાવાયો હતો. એક પુસ્તકમાં મહાત્મા ગાંધી અને અમુક અન્ય લોકો વિશે ભણાવાઈ રહ્યું હતું. ગણિતના એક પુસ્તકમાં ગણતરીની રીતને ભૂંડનાં ચિત્રો બતાવી સમજાવાઈ હતી. આવાં જ અનેક પુસ્તકો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી છે. પંજાબ કેરિકુલમ એન્ડ ટેક્સ્ટબુક બોર્ડ(પીસીટીબી)ના એમડી રાજ મંજૂર હુસેન નાસિરે આ નિર્ણય લીધો હતો. તેમાં કહ્યું કે સંપૂર્ણ પ્રાંતમાં ખાનગી સ્કૂલોમાં ભણાવાતાં 10 હજાર પુસ્તકોની સમીક્ષા કરી છે. પ્રથમ તબક્કે પીસીટીબીએ ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ સહિત 31 પ્રકાશકોનાં 100 પુસ્તકો પર બેન મૂકી દીધો હતો. આવાં પુસ્તકોની ઓળખ માટે પીસીટીબીએ 30 સમિતિઓની રચના કરી હતી. પીસીટીબી એવા પ્રકાશકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી શકે છે. પંજાબ પ્રાંતમાં 97 હજાર ખાનગી સ્કૂલો છે. પંજાબ સરકારના આ નિર્ણયને અન્ય

સ્વિડનના ચર્ચમાં પ્રથમ વખત પુરુષોથી વધુ મહિલા પાદરી, તેમ છતાં પગાર ઓછો

સ્વિડન ચર્ચના ઈતિહાસમાં પહેલી વખત પુરુષ પાદરીઓની તુલનાએ મહિલા પાદરીઓની સંખ્યા વધી ગઈ છે. સ્વિડન ચર્ચે આ માહિતી આપી હતી. દેશમાં કુલ 3060 પાદરીઓ સેવા આપી રહ્યાં છે. તેમાં 1533 એટલે કે આશરે 50.1 ટકા મહિલાઓ છે. સ્વિડન ચર્ચના સેક્રેટરી ક્રિસ્ટિના ગ્રેનહોમ અનુસાર આ ઐતિહાસિક છે. અમે અંદાજ લગાવ્યો હતો કે પુરુષોને પાછળ મૂકી દેવાનું કામ 2090 સુધી થશે પણ આ પરિવર્તન ખૂબ જ ઝડપી આવ્યું. કેથોલિક ચર્ચથી વિપરીત સ્વિડનમાં લૂથરન ચર્ચે મહિલાઓને પ્રાર્થના-પૂજા કરાવવાની મંજૂરી 1958માં આપી હતી. 1960માં પ્રથમ વખત ત્રણ મહિલાઓએ આ જવાબદારી સંભાળી હતી. તેના પછી 1982માં સ્વિડનની સંસદે એ વિશેષ ખંડ પણ રદ કર્યો હતો જેમાં પુરુષ પૂજારીને મહિલાને સહયોગ આપવાથી ઈનકાર કરવાનો અધિકાર મળ્યો હતો. 2000માં ચર્ચને રાજ્યથી અલગ કર્યા બાદ મહિલાઓને ધર્મ સંબંધિત અભ્યાસક્રમોમાં વધારે મહત્ત્વ અપાયું. ગ્રેનહોમે કહ્યું કે રવિવારની સેવા દરમિયાન અમે પુરુષ અને મહિલા પાદરીને સમાન તક આપીએ છીએ. તેનાથી પણ તેમનામાં આત્મવિશ્વાસ વધવા લાગ્યો છે. આમ પણ અમે એ વાતને માનીએ છીએ કે ભગવાને મહિલા-પુરુષ બંનેનું સર્જન કર્યુ છે. તો પછી ભગવાનની સેવામાં કોઈ ભ

ચીનને 680 કરોડ આપવા અંગે બ્રિટિશ સાંસદ ભડક્યા, પૂછ્યું- પૈસા કેમ લૂંટાવો છો?

બ્રિટને એક વર્ષમાં ચીનને વિદેશી સહાયપેટે 680 કરોડ રૂ. આપ્યા છે. બ્રિટન સરકારના આંતર રાષ્ટ્રીય વિકાસ વિભાગના વાર્ષિક રિપોર્ટ દ્વારા આ ખુલાસો થયો. રિપોર્ટ આવ્યા બાદ સાંસદોએ સરકારને આ મામલે તપાસની માગ કરી. ઇયાન ડંકન સ્મિથ સહિતના સાંસદોએ સરકારને પૂછ્યું કે ચીનને આટલી રકમ શા માટે અપાઇ? તેનું અર્થતંત્ર બ્રિટનથી પાંચ ગણું મોટું છે એવામાં બ્રિટન તેનું ભાવિ ચીનના હવાલે શા માટે કરી રહ્યું છે? સરકાર દુનિયાના તમામ નિયમો તોડી રહેલા દેશ પર ધન કેમ લૂંટાવી રહી છે? રિપોર્ટ મુજબ અમુક રકમ ચીનની એક ફર્મને એટલા માટે અપાઇ કે તે બ્રિટિશ કંપનીઓ સાથે સ્પર્ધામાં ટકી રહે. ચીનની પ્રાઇમરી સ્કૂલો અને વન્યજીવોના ગેરકાયદે વેપલા સામે લડવાની યોજનામાં ખર્ચ કરવા માટે પણ ફંડ અપાયું. સાંસદોએ આ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે ટેક્લોનોજીના શિક્ષણમાં અગ્રણી દેશને પ્રાઇમરી સ્કૂલનો ખર્ચ ઉઠાવવા બ્રિટનની આર્થિક મદદની જરૂર શા માટે છે? આમ તો તે મોટા સ્પેસ પ્રોગ્રામ ચલાવી રહ્યું છે. ચીનને આ રકમ 2018માં મોકલાઇ હતી, જે 2017ની તુલનાએ 29 ટકા વધુ હતી. ગેરરીતિનો પુરાવો: 1 વર્ષમાં કર્મચારીઓની આવક 67 લાખ સુધી વધી સાંસદોએ ચીનને મદદ પા

બ્રિટનમાં કડક નિયમો અને નોકરી ગુમાવતા લોકો તણાવગ્રસ્ત થયા, 44 લાખથી વધુ લોકોએ ઓનલાઇન ફોરમને પૂછ્યું કે નવરાશની પળોને તકમાં કઈ રીતે બદલીએ

બ્રિટનમાં કોરોના વાઈરસથી 45,312 મૃત્યુ થયાં છે. મૃત્યુ મામલે બ્રિટન અમેરિકા, બ્રાઝિલ પછી ત્રીજા ક્રમે છે. આ આંકડા અને ટ્રેન્ડ પર બ્રિટન સરકારના સાયન્સ એડવાઈઝરી ગ્રૂપના સભ્ય અને ઈમ્પિરિયલ કોલેજના પ્રો.નીલ ફર્ગ્યુસન કહે છે કે જો બ્રિટને બાકી દેશોની જેમ પહેલાં લૉકડાઉન લગાવ્યું હોત તો અહીં આવી ભયાવહ સ્થિતિ ન સર્જાઈ હોત. લંડન, દક્ષિણ-પૂર્વ અને ઉત્તર પશ્ચિત ઈંગ્લેન્ડ કોરોના વાઈરસને લીધે સૌથી વધુ પ્રભાવિત થયા છે. બ્રિટનના સૌથી ગરીબ વિસ્તારોમાં દર એક લાખે મૃત્યુ પામનારા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 128 છે. જોકે જ્યાં 10% સૌથી ધનિક લોકો રહે છે ત્યાં ફક્ત 59 છે. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના પ્રોફેસર નિશી ચતુર્વેદી જણાવે છે કે ગરીબી, બેરોજગારી અને ભીડને લીધે કોરોના ચેપની અસર અનેકગણી વધી ગઈ. ચોંકાવનારી વાત એ છે કે લંડનના ઉત્તર લામ્બેથ, બર્રો, સાઉથ વૉર્કસ્ટ્રીટમાં ચેપને લીધે એક પણ વ્યક્તિ મૃત્યુ પામી નથી. આ રીતે જ લેન્કેશાયરનાં ગામડાં, માન્ચેસ્ટરનું કેસલ ફિલ્ડ, ડીન્સગેટ અને કોલીહર્સ્ટમાં પણ કોરોનાનો એક પણ કેસ નથી. તેનાથી જાણ થાય છે કે યુવાઓમાં આ ચેપથી થતાં મૃત્યુની સંભાવના ઓછી છે. બીજી બાજુ જર્નલ ઓફ વૉ

લૉકડાઉનના કારણે પ્રીમેચ્યોર ડિલિવરી ઘટી; પ્રદૂષણ, તણાવમાં ઘટાડો અને ઘરનાં કામ જાતે કરવા તે મોટાં કારણ

આયર્લેન્ડમાં 90% અને અમેરિકામાં 20% સુધીનો ઘટાડો નોંધાયો, યુરોપમાં પણ આવો જ ટ્રેન્ડ કોરોના વાઇરસ અને તેના કારણે લગાવાયેલા લૉકડાઉનથી ઘણા દેશોમાં શિશુઓના પ્રીમેચ્યોર બર્થના દરમાં ઝડપથી ઘટાડો થયો છે. આ પરિવર્તનથી દુનિયાભરના ડૉક્ટર્સ બહુ ખુશ છે. તેઓ હવે આ પેટર્ન અંગે રિસર્ચની તૈયારી કરી રહ્યા છે. આયર્લેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોની હોસ્પિટલોમાં નિયોનેટલ આઇસીયુમાં પ્રીમેચ્યોર બર્થ ઝડપથી ઘટ્યાં છે. ડૉક્ટર્સનું માનવું છે કે લૉકડાઉનમાં સગર્ભાઓને ઘણો આરામ મળી રહ્યો છે. સાથે જ પ્રદૂષણ ઘટ્યું છે, બહારનું ખાવા-પીવાનું બંધ છે. તેઓ ઘરનાં કામ પણ કરી રહી છે. આ બધાનો લાભ ચોક્કસ થયો છે. અમેરિકામાં દર 10માંથી 1 બાળક પ્રીમેચ્યોર જન્મે છે. સામાન્ય રીતે પ્રેગ્નન્સી 40 અઠવાડિયાની હોય છે પણ ડિલિવરી 37 અઠવાડિયાં પહેલાં થાય તો તેને પ્રીમેચ્યોર કહે છે. આયર્લેન્ડના ડૉ. રોય ફિલિપે કહ્યું કે લૉકડાઉન દરમિયાન પ્રીમેચ્યોર બર્થ ઘટ્યા છે. છેલ્લા 2 દાયકામાં દર હજારે 3 બાળક 453 ગ્રામ વજનનાં જન્મતાં હતાં એટલે કે નબળાં અને પ્રીમેચ્યોર. જોકે, માર્ચથી અત્યાર સુધીમાં આ વેઇટ ગ્રૂપમાં એક પણ બ

બ્રેક્ઝિટના જનમતસંગ્રહ પર પુટિનના ખાસ લોકો હાવી હતા, બ્રિટનની સરકારનું રિપોર્ટ મુદ્દે મૌન

બ્રિટનમાં ઈન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી કમિટીએ બ્રેક્ઝિટ માટે જનમતસંગ્રહમાં રશિયાની દખલ મામલે તપાસ રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર સરકારે આ મામલે રશિયાના ખતરાની અવગણના કરી હતી. તેની વિરુદ્ધ કોઈ પગલું ના ભર્યુ. સરકારે એ વાત પર ધ્યાન ન આપ્યું કે રશિયા માટે અમેરિકા અને નાટો બાદ બ્રિટન સૌથી મોટું લક્ષ્ય છે. તેનું મુખ્ય કારણ બ્રિટનના અમેરિકા સાથેના સારા સંબંધો છે. રિપોર્ટ અનુસાર બ્રિટન સરકાર રશિયાના વેપારીઓનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરતી રહી કેમ કે તે બ્રિટનમાં રોકાણ કરતા હતા. તે વેપારી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના ખાસ લોકો છે. સરકારે તેમને ક્યારેય પૂછ્યું નહીં કે તેમની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? તેનાથી ઊલટું સરકારે તેમને રોકાણ વિઝા પણ ઈશ્યૂ કર્યા. સમિતિના સભ્ય કેવન જોન્સે આરોપ મૂક્યો હતો કે સરકારે જાણીજોઈને આ રિપોર્ટ ગત વર્ષે ડિસેમ્બરમાં ચૂંટણી પૂર્વે જાહેર ન કરવા દીધો. અમે બ્રેક્ઝિટ વિશે ભ્રમ ફેલાવવાના અભિયાન, સાઈબર હથકંડા અને બ્રિટનમાં વસતાં રશિયાના લોકોની તપાસ કરી હતી. બ્રિટન જનમતસંગ્રહમાં ભ્રમ ફેલાવવાના અભિયાનનો શિકાર થયું હતું પણ આ મુદ્દે ગંભીરતા ન દાખવાઈ. એક અન્ય સભ્ય

માટીના ઘડામાં બનાવ્યું પ્યુરિફાયર, જે સૂર્ય પ્રકાશમાંથી ઊર્જા મેળવીને બલ્બ પ્રકાશિત કરીને હવા પણ શુદ્ધ કરે છે

પેરુના 31 વર્ષીય આંત્રપ્રિન્યોર હર્નન એસ્ટો કેબેજસે બાયોલોજી અને સોલર એનર્જીની મદદથી માટીના ઘડામાં અનોખું પ્યુપિફાયર બનાવ્યું છે. જે સૂર્ય પ્રકાશની મદદથી ચાર્જ થાય છે અને હવા શુદ્ધ કરે છે. જેની ઊર્જાથી બે મોબાઈલ એક સાથે ચાર્જ થઈ શકે છે. જેનાથી 12 કલાક સુધી એક બલ્બ પણ પ્રકાશિત થઈ શકે છે. હર્નને આ પ્યુરિફાયરનું નામ ‘એલિન્ટી’ રાખ્યું છે. જેની કિંમત માત્ર 97 ડોલર (રૂ. 7 હજાર) છે. આ ઈનોવેશન માટે તેને યુએન દ્વારા એવોર્ડ મળ્યો છે. પેરુના હુઆંતામાં રહેતા હર્નન પોતાના ઈનોવેશન માટે હંમેશા ચર્ચામાં રહે છે. તે જણાવે છે કે આ પ્યુરિફાયર ઈલેક્ટ્રોજેનિક સૂક્ષ્મ જીવોની પાંચ પ્રજાતિઓ, ટ્યુબરસ રૂટ ફાઈટોર્મેડિએટર પ્લાન્ટ, 3 પ્રકારની ખનીજ માટી અને સોલર પેનલ સાથે કામ કરે છે. માટીની એવપોરેટિંગ કુલિંગ સોલર પેનલની ઓવરહીટિંગને 10 ડિગ્રી સુધી ઓછી કરે છે. હર્નન અનુસાર, તેઓએ આ શોધ માટે રૂ. 22 લાખનો ખર્ચ કર્યો છે પરંતુ ઈન્ટરનેશનલ એવોર્ડ જીત્યા બાદ તેમને ફંડ મળવા લાગ્યું હતું. હિસ્ટ્રી ચેનલે 30 લાખ, પેરુની એસાન યુનિવર્સિટી અને સ્પેનની મેડ્રિડ યુનિવર્સિટીએ રૂ. 75 લાખનુ ફંડ આપ્યું છે. ભારતમાં આ ટેક્નોલોજી લાવવા વિશ

લદાખ પર અમેરિકન સંસદનું ભારતને સમર્થન, પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર

અમેરિકન સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભામાં લદાખ ગતિરોધ અંગે ભારતના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરી દેવાયો છે. ભારતીય મૂળના એમી બેરા અને અન્ય સાંસદ સ્ટીવ શેબેટ રાષ્ટ્રીય સુરક્ષા પ્રાધિકરણ અધિનિયમ (એનડીએએ)માં સુધારા પ્રસ્તાવ લાવ્યા હતા. જેને ગૃહમાં સર્વસંમતિથી મંજૂરી અપાઈ છે. પ્રસ્તાવમાં કહેવાયું છે કે, ચીને ગલવાન ઘાટીમાં આક્રમકતા દેખાડી છે. તેણે કોરોના પર ધ્યાન ખેંચીને ભારતીય વિસ્તારો પર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે. ભારત-ચીનની એલએસી, દક્ષિણ ચીન સમુદ્ર અને સેનકાકુ ટાપુ જેવા વિવાદિત ક્ષેત્રોમાં ચીનનો વિસ્તાર અને આક્રમક્તા ઊંડી ચિંતાનો વિષય છે. ચીન દક્ષિણ સમુદ્રમાં ક્ષેત્રીય દાવો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. 13 લાખ ચો.માઈલ દક્ષિણ ચીન સમુદ્રના સમગ્ર વિસ્તારને પોતાનો વિસ્તાર જણાવે છે. ચીન આ વિસ્તારના ટાપુઓ પર સૈનિક થાણા બનાવી રહ્યું છે. જ્યારે આ વિસ્તારો પર બ્રુનેઈ, મલેશિયા, ફિલિપિન્સ, તાઈવાન અને વિયેટનામ પણ દાવો કરે છે. સાંસદનો દાવો: એલએસી પર 5000 ચીની સૈનિક હતા, અનેક ભારતમાં ઘૂસ્યા સાંસદ શેબેટે પ્રસ્તાવની મુખ્ય વાતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એલએસી પર 15 જૂનના રોજ 5000 સૈનિકો હાજર હતા.

રશિયામાં 99 હજાર એકરના જંગલમાં 197 સ્થળે આગ ફેલાઇ, આગ શહેરો સુધી પહોંચી, 3 લાખ લોકોને અસર

વિશ્વના સૌથી ઠંડા સ્થળ તરીકે જાણીતા સાઇબેરિયાનાં જંગલોની આગ ફેલાતી જ જઇ રહી છે. પૂર્વ રશિયાનો મોટો વિસ્તાર તેની ઝપટમાં છે. હવે યાકુત્સક, યુગોરસ્ક અને સોવેત્સકી જેવા નાના કસ્બા પણ ઝપટમાં આવી ગયા છે. રશિયાની એરિયલ ફોરેસ્ટ પ્રોટેક્શન સર્વિસના જણાવ્યા મુજબ 99 હજાર એકરમાં 197 સ્થળે આગ ફેલાઇ છે, જેને 5 હજારથી વધુ લોકો બુઝાવી રહ્યા છે. રશિયામાં ગ્રીનપીસના વાઇલ્ડફાયર યુનિટના વડા ગ્રેગરી કુક્સિનના કહેવા મુજબ સાઇબેરિયા વિશ્વમાં સૌથી ઝડપથી ગરમ થઇ રહ્યું છે. આ તત્કાળ રોકવું જરૂરી છે. એક વર્ષમાં અહીં ગ્રીસના ક્ષેત્રફળ જેટલું જંગલ ખાક થઇ ચૂક્યું છે. લેસેન કાઉન્ટીમાં 5,800 એકર જંગલમાં આગ અમેરિકા: કેલિફોર્નિયામાં ફરી આગ ફેલાઇ લેસેન કાઉન્ટીમાં 5,800 એકર જંગલમાં આગ ફેલાઇ. અહીં 30 હજાર લોકોને ખસેડાયા છે. 24 કલાકમાં 850 એકર જંગલ ખાક થયું. બ્રાઝિલમાં એમેઝોનનાં જંગલોમાં આગ. બ્રાઝિલ: એમેઝોન રેઇનફોરેસ્ટમાં 1,000 વાઇલ્ડફાયર બ્રાઝિલમાં એમેઝોનનાં જંગલોમાં ચાલુ મહિને આગના 1,057 બનાવ બન્યા. 3069 ચો. કિ.મી. જંગલ ખાક થયું છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today સાઇબેરિયાનાં જ

UAEનું માર્સ મિશન હોપ પ્રોબ જાપાનના તનેગાશિમા આઈલેન્ડ પરથી લોન્ચ, યાન મંગળ ગ્રહ પર ધૂળ અને ઓઝોનનું સ્તર ચેક કરશે

સંયુક્ત અરબ અમીરાત (UAE)નું માર્સ મિશન હોપ પ્રોબ આજે જાપાનથી તેના સ્થાનિક સમય સવારે 6 વાગ્યેને 58 મિનિટે તનેગાશિમા સ્પેસ સેન્ટરથી અવકાશમાં જવા લોન્ચ થયું. સંયુક્ત રાષ્ટ્રએ UAEના આ મિશનની પ્રશંસા કરતા કહ્યું કે આ UAEનું માર્સ મિશન સમગ્ર દુનિયા માટે એક યોગદાન છે. UAEનું મંગળ મિશન હોપ પ્રોબ મંગળ પર ભવિષ્યમાં માનવ મિશન માટે મહત્વપૂર્ણ હશે. આ મિશન મંગળ પર ધૂળના વિશાળ તોફાનો અને તેના વાયુમંડળ વિશે રિસર્ચ માટે ડેટા ઉપલબ્ધ કરાવશે. અરબના દેશોનું આ પ્રથમ ઇંટરપ્લેનેટરી મિશન ફેબ્રુઆરી 2021માં મંગળની કક્ષામાં પહોંચવા માટે સાત મહિના સુધી 493.4 મિલિયન કિલોમીટરનું અંતર કાપશે. આ મિશનનાં સ્પેસક્રાફ્ટનું નામ ‘અલ-અમલ’રાખ્યું છે, જેનો અરેબિક ભાષામાં અર્થ આશા થાય છે. મંગળ ગ્રહના વાતાવરણને પરખવા તેમાં લેટેસ્ટ સેન્સર અને કેમેરા છે, જે ધૂળ અને ઓઝોનનું સ્તર ચેક કરશે. ગ્રહ પર હાઈડ્રોજન અને ઓક્સિજનનું લેવલ પણ ચેક થશે. અત્રે ઉલ્લેખનીય છે કે જાપાનમાં આવેલા તનેગાશિમા આઈલેન્ડ પરથી માર્સ મિશન 15 જુલાઈએ લોન્ચ થવાનું હતું, પણ ખરાબ વાતાવરણને લોન્ચિંગ કેન્સલ કરવું પડ્યું છે. Download Dainik Bhaskar App to read Lates

પછાત સમાજની સૌથી મોટી નિશાની- ત્યાં સ્ત્રીઓના નિર્ણયો પુરુષ કરે છે, પરિવર્તન લાવવાની સૌથી સશક્ત રીત પ્રેમ જ છે

મેલિન્ડા ગેટ્સની બુક ‘ધ મોમેન્ટ ઓફ લિફ્ટ- હાઉ એમ્પાવરિંગ વુમન ચેન્જ ધ વર્લ્ડ’ ન્યુયોર્ક ટાઇમ્સની બેસ્ટ સેલિંગ બુક છે. તેમાં મેલિન્ડાએ જે-તે સમયે તેમને પ્રભાવિત અને પ્રેરિત કરનારી સ્ત્રીઓ વિશે લખ્યું છે. મેલિન્ડાએ સ્ત્રીઓની વ્યક્તિગત સિદ્ધિઓમાંથી ઘણા નિષ્કર્ષ કાઢ્યા છે. વાંચો તેમના કેટલાક ચૂંટેલા ક્વોટ્સ- દરેક સમુદાયમાં આ બુરાઇ છે કે સ્ત્રીઓને તેમના જ ઘરમાં બહારની સમજવામાં આવે છે. આ માનસિકતા વર્તમાન સમયનો સૌથી મોટો પડકાર છે. આપણે જેમને હાંસિયામાં ધકેલી દઇએ છીએ તેમનાથી જ આપણને ડર લાગે છે. એક પછાત સમાજની સૌથી મોટી નિશાની એ છે કે ત્યાં સ્ત્રીઓ માટેના નિર્ણયો પુરુષ કરે છે. દુનિયામાં પરિવર્તન લાવવાની સૌથી સશક્ત રીત પ્રેમ છે. કોઇને સશક્ત બનાવવાની શરૂઆત તેનામાં આત્મબળ પેદા કરવાથી થાય છે. એટલે કે તે સૌપ્રથમ પોતાને માન આપતા શીખે. સંસાધનોનો માર્ગ બધા માટે ખોલવો પડશે. આપણે પોતાને અલગ અને શ્રેષ્ઠ માનવાનું છોડવું પડશે. ઘણું બધું ધન ઘણા ભ્રમ ઊભા કરે છે, પોતાને શ્રેષ્ઠ માનવાના વિચારને ભડકાવે છે અને વિકૃત બનાવી દે છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે તમને એમ લાગવા માંડે છે કે પૈસા કમાઇ લેવા એ યોગ્યતા

જાણ કર્યા વિના બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ મામલે એમેઝોન, ગૂગલ, માઇક્રોસોફ્ટ સામે અમેરિકામાં કેસ કરાયો

અમેરિકાના ઇલિનોયના બે નાગરિકે ટેક કંપનીઓ એમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટ સામે કેસ કર્યો છે. આ કંપનીઓ સામે ફેસિયલ રિકગ્નિશન સિસ્ટમની ટ્રેનિંગ માટે તે બંનેને પૂછ્યા વિના તેમના ચહેરાનો ઉપયોગ કરવાનો આરોપ છે. અરજીમાં દાવો કરાયો છે કે ટેક કંપનીઓ દ્વારા આમ કરવું બાયોમેટ્રિક ઇન્ફર્મેશન પ્રાઇવસી એક્ટનું ઉલ્લંઘન છે. કેસ કરનાર બંનેએ 5-5 હજાર ડોલર વળતર માગ્યું છે. અરજદારો સ્ટીવન્સ વેન્સ અને ટિમ જેનસાઇકે આરોપ મૂક્યો છે કે આઇબીએમના ડાયવર્સિટી ઇન ફેસીસ ડેટાબેઝમાં તેમના ચહેરાનો ઉપયોગ કરાયો હતો. બાદમાં અમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટે તેમની એપ માટે ઉપયોગ કર્યો. બંને અરજદારે આ મામલે અમેઝન, ગૂગલ અને માઇક્રોસોફ્ટ ત્રણેયને નોટિસ ફટકારી છે. તેમાંથી અત્યાર સુધીમાં માઇક્રોસોફ્ટે જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે તે પ્રાઇવસીના ભંગના કેસને ગંભીરતાથી લઇ રહી છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Amazon, Google, Microsoft sued in US over unauthorized use of biometric data from Divya Bhaskar https://ift.tt/2CvpdQ5 via IFTTT