Skip to main content

લદાખ પર અમેરિકન સંસદનું ભારતને સમર્થન, પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર

અમેરિકન સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભામાં લદાખ ગતિરોધ અંગે ભારતના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરી દેવાયો છે. ભારતીય મૂળના એમી બેરા અને અન્ય સાંસદ સ્ટીવ શેબેટ રાષ્ટ્રીય સુરક્ષા પ્રાધિકરણ અધિનિયમ (એનડીએએ)માં સુધારા પ્રસ્તાવ લાવ્યા હતા. જેને ગૃહમાં સર્વસંમતિથી મંજૂરી અપાઈ છે.

પ્રસ્તાવમાં કહેવાયું છે કે, ચીને ગલવાન ઘાટીમાં આક્રમકતા દેખાડી છે. તેણે કોરોના પર ધ્યાન ખેંચીને ભારતીય વિસ્તારો પર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે. ભારત-ચીનની એલએસી, દક્ષિણ ચીન સમુદ્ર અને સેનકાકુ ટાપુ જેવા વિવાદિત ક્ષેત્રોમાં ચીનનો વિસ્તાર અને આક્રમક્તા ઊંડી ચિંતાનો વિષય છે. ચીન દક્ષિણ સમુદ્રમાં ક્ષેત્રીય દાવો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. 13 લાખ ચો.માઈલ દક્ષિણ ચીન સમુદ્રના સમગ્ર વિસ્તારને પોતાનો વિસ્તાર જણાવે છે. ચીન આ વિસ્તારના ટાપુઓ પર સૈનિક થાણા બનાવી રહ્યું છે. જ્યારે આ વિસ્તારો પર બ્રુનેઈ, મલેશિયા, ફિલિપિન્સ, તાઈવાન અને વિયેટનામ પણ દાવો કરે છે.

સાંસદનો દાવો: એલએસી પર 5000 ચીની સૈનિક હતા, અનેક ભારતમાં ઘૂસ્યા
સાંસદ શેબેટે પ્રસ્તાવની મુખ્ય વાતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એલએસી પર 15 જૂનના રોજ 5000 સૈનિકો હાજર હતા. એવું મનાય છે કે, તેમાંથી અનેકે 1962ની સંધિનું ઉલ્લંઘન કરીને વિવાદિત વિસ્તાર પાર કર્યો હતો. તેઓ ભારતીય ભાગમાં પહોંચ્યા હતા. ચીનની આક્રમક ગતિવિધિઓ વિરુદ્ધ ભારતની પડખે છીએ.

વધુ એક પ્રસ્તાવ: ચીનને ચેતવણી- બળપૂર્વક સીમા વિવાદ ન ઉકેલે
ભારતીય-અમેરિકન રાજા કૃષ્ણમૂર્તિ અને 8 અન્ય સાંસદે પણ ગૃહમાં પ્રસ્તાવ રજુ કર્યો છે. જેમાં કહેવાયું છે કે, ચીન બળપૂર્વક નહીં, રાજકીય રીતે સરહદ પર તણાવ ઘટાડે. પ્રસ્તાવ પર બુધવારે મતદાન થશે. ભારતીય રાજદૂત તરણજિત સિંહ સંધુએ ટ્રમ્પ તંત્રને પત્ર લખીને લદાખ મુદ્દે ચીની અધિકારીઓની ફરિયાદ કરી છે.

માનવાધિકાર હનન: અમેરિકાએ ચીનની 11 કંપનીઓ પર બેન લગાવ્યો
અમેરિકાએ ચીનની 11 કંપનીઓ પર વેપાર પ્રતિબંધ લગાવ્યો છે. કંપનીઓ પર આરોપ છે કે, તે શિનજિયાંગમાં ઉઈગર મુસલમાનોના માનવાધિકાર ઉલ્લંઘનમાં સામેલ રહી છે. USના વાણિજ્ય મંત્રી વિલ્બર રોસે કહ્યું કે, ‘ચીન નિ:સહાય મુસલમાનો વિરુદ્ધ અમેરિકન સામાનનો ઉપયોગ ન કરે તે સુનિશ્ચિત કરીશું’.

અમેરિકાનું વલણ ભારતના હિતમાં: પૂર્વ વિદેશ સચિવ શશાંક
અમેરિકાનું વર્તમાન વલણ ભારતના હિતમાં છે. સરહદ પર ચીનની દાદાગીરી વિરુદ્ધ દુનિયાના મોટા દેશ ભારતને સાથ આપી રહ્યા છે. જે સકારાત્મકતા છે. અમેરિકાના આ વલણથી ભારત માટે ટેક્નોલોજી ટ્રાન્સફરનો માર્ગ પણ સરળ બનશે. સંરક્ષણ ક્ષેત્રે બંને દેશોના સંબંધોમાં તેજી આવશે. તાજા ઘટનાક્રમથી સ્પષ્ટ છે કે, અમેરિકા એ તમામ દેશોનું ખુલ્લું સમર્થન કરી રહ્યું છે, જે ચીનના દબાણમાં છે. હોંગકોંગથી માંડીને વિયેટનામ અને ભારત સુધી ટ્રમ્પ સરકારે સમર્થન આપ્યું છે. એક રીતે ચીનને સ્પષ્ટ કરી દીધું છે કે, વિસ્તારમાં વર્ચસ્વ સ્થાપવાના તેના ઈરાદા સફળ થવા દેવાશે નહીં. અમેરિકાએ ભલે ચીનમાં પોતાનો કારોબાર કરી રહેલી કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો નથી, પરંતુ ડિપ્લોમેટિક સ્તરે આપવામાં આવતું આ સમર્થન અંતે અમેરિકન કંપનીઓ સુધી પણ પહોંચશે. અમેરિકાનું સમર્થન ભારત માટે લાંબા ગાળાના હિતમાં છે. ચીનની બાંધકામ કંપનીઓ પર નિર્ભરતા ઘટાડવાનો આ ઉચિત સમય છે. અમેરિકા આ કામમાં ભારતની ઘણી મદદ કરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
લદાખની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3fQj5R0
via IFTTT

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT