Skip to main content

બ્રિટનમાં પહેલી વાર ભારતીય મૂળના લોકોની વસતીગણતરી અલગથી થશે, ત્યાંની કુલ વસતીમાં તેમની અંદાજે 3% હિસ્સેદારી

બ્રિટનમાં પહેલી વાર ભારતીય મૂળના લોકોની વસતીગણતરી અલગથી કરાઇ રહી છે. તેનું આયોજન 104 વર્ષ અગાઉ 1916માં સ્થાપિત ઇન્ડિયા લીગ કરશે. બ્રિટિશ ભારતીયોનાં હિતો માટે કામ કરતી ઇન્ડિયા લીગ ઓક્સફર્ડ યુનિ. સાથે મળીને ઓનલાઇન વસતીગણતરી કરશે. ત્યાર બાદ ચાલુ વર્ષના અંતમાં પ્રથમ બ્રિટિશ ભારતીય રિપોર્ટ તૈયાર થશે, જે 2020માં બ્રિટનના બિનનિવાસી ભારતીયો અને તેમના મુદ્દા વિશે જણાવશે.

ઇન્ડિયા લીગના ચેરમેન સી. બી. પટેલે જણાવ્યું કે બ્રિટિશ ભારતીય સમુદાય ઘણો બદલાઇ ગયો છે અને આ સરવે અમારા સમુદાયને બહુ જરૂરી આંકડા ઉપલબ્ધ કરાવશે, જે અમને અમારી ચિંતા સાથે જોડાયેલા મહત્ત્વના મુદ્દા સમજવા અને ખાસ તો તેમને ઉકેલવામાં ઘણા મદદરૂપ થશે. હાઉસ ઑફ લોર્ડ્સના સભ્ય અને ઇન્ડિયા લીગના સલાહકાર સંદીપ વર્માએ કહ્યું, કોરોના મહામારીએ બ્રિટિશ ભારતીય સમુદાય સહિત કેટલાક સમુદાયોની હાલની સ્વાસ્થ્ય અને સામાજિક અસમાનતાઓ ઉજાગર કરી છે. આ સરવે અમને પોતાના સમુદાયની વિવિધતા સમજવામાં મદદરૂપ થઇ શકે છે તથા બ્રિટિશ ભારતીયો માટેની નીતિ ઘડવાનું અને તેમનું જીવન સમૃદ્ધ બનાવવાનું માધ્યમ બની શકે છે. ભારતીય વિદેશ મંત્રાલયના આંકડા મુજબ બ્રિટનમાં ભારતીય મૂળના 18 લાખથી વધુ લોકો છે, જે બ્રિટનની કુલ વસતીના અંદાજે 3 ટકા અને એશિયનોની વસતીના અંદાજે 5 ટકા છે.

તેનાથી ભારતીય સમુદાયની વિવિધતા, ઓળખ અને માન્યતાઓ જાણી શકાશે
વસતી ગણતરીનો ઉદ્દેશ બ્રિટનમાં રહેતા ભારતીય સમુદાયની ઓળખ, ધાર્મિક માન્યતા અને વ્યવહારની વિવિધતા જાણવાનો છે. એ પ્રશ્નો પણ સમજવાના છે કે જેમનો ઉકેલ તેઓ સામાજિક કે ન્યાયિક રીતે લાવવા ઇચ્છે છે. આ કવાયત ઓગસ્ટમાં પૂરી થવાનો અંદાજ છે. હવે દર 2-3 વર્ષે બ્રિટિશ ભારતીયોની વસતીગણતરી કરવાની પણ વિચારણા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
For the first time in Britain, a census of people of Indian descent will be conducted separately, accounting for approximately 3% of the total population.


from Divya Bhaskar https://ift.tt/3eW1MNe
via IFTTT

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT