Skip to main content

પછાત સમાજની સૌથી મોટી નિશાની- ત્યાં સ્ત્રીઓના નિર્ણયો પુરુષ કરે છે, પરિવર્તન લાવવાની સૌથી સશક્ત રીત પ્રેમ જ છે

મેલિન્ડા ગેટ્સની બુક ‘ધ મોમેન્ટ ઓફ લિફ્ટ- હાઉ એમ્પાવરિંગ વુમન ચેન્જ ધ વર્લ્ડ’ ન્યુયોર્ક ટાઇમ્સની બેસ્ટ સેલિંગ બુક છે. તેમાં મેલિન્ડાએ જે-તે સમયે તેમને પ્રભાવિત અને પ્રેરિત કરનારી સ્ત્રીઓ વિશે લખ્યું છે. મેલિન્ડાએ સ્ત્રીઓની વ્યક્તિગત સિદ્ધિઓમાંથી ઘણા નિષ્કર્ષ કાઢ્યા છે. વાંચો તેમના કેટલાક ચૂંટેલા ક્વોટ્સ-

  • દરેક સમુદાયમાં આ બુરાઇ છે કે સ્ત્રીઓને તેમના જ ઘરમાં બહારની સમજવામાં આવે છે. આ માનસિકતા વર્તમાન સમયનો સૌથી મોટો પડકાર છે. આપણે જેમને હાંસિયામાં ધકેલી દઇએ છીએ તેમનાથી જ આપણને ડર લાગે છે.
  • એક પછાત સમાજની સૌથી મોટી નિશાની એ છે કે ત્યાં સ્ત્રીઓ માટેના નિર્ણયો પુરુષ કરે છે.
  • દુનિયામાં પરિવર્તન લાવવાની સૌથી સશક્ત રીત પ્રેમ છે. કોઇને સશક્ત બનાવવાની શરૂઆત તેનામાં આત્મબળ પેદા કરવાથી થાય છે. એટલે કે તે સૌપ્રથમ પોતાને માન આપતા શીખે.
  • સંસાધનોનો માર્ગ બધા માટે ખોલવો પડશે. આપણે પોતાને અલગ અને શ્રેષ્ઠ માનવાનું છોડવું પડશે.
  • ઘણું બધું ધન ઘણા ભ્રમ ઊભા કરે છે, પોતાને શ્રેષ્ઠ માનવાના વિચારને ભડકાવે છે અને વિકૃત બનાવી દે છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે તમને એમ લાગવા માંડે છે કે પૈસા કમાઇ લેવા એ યોગ્યતા કમાઇ લેવા બરાબર છે.
  • સમજણ વધુમાં વધુ તથ્ય એકઠું કરવામાં નહીં પણ સત્યના ઊંડાણમાં જઇને તેને હૃદયપૂર્વક સ્વીકારવામાં, સમજવામાં છે.
  • મારા અનુભવથી મેં જાણ્યું છે કે વિશ્વમાં ગરીબી અને બીમારી પાછળ સૌથી મોટું કારણ મહિલાઓ પર નાણાકીય અને કાનૂની પ્રતિબંધ લાદવાની સંસ્કૃતિ છે.
  • જ્યારે તમે એ સમજવાનો પ્રયાસ કરો છો કે લોકોને શું લાગે છે ત્યારે તમે એ જોવા માંડો છો કે જે તેઓ જોઇ રહ્યા છે. ત્યારે તમે એકબીજાને સમજી શકો છો.
  • જો તમે તમારો એજન્ડા જાતે સેટ નહીં કરો તો બીજું કોઇ આ કામ પોતાના માટે કરી લેશે. જો હું મારા માટે મહત્ત્વની બાબતો મુજબ મારા કામ નક્કી ન કરું તો બીજું કોઇ તેના માટે મહત્ત્વની બાબતો મુજબ મારા કામ નક્કી કરી નાખશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મેલિન્ડા ગેટ્સની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2CjhMvy
via IFTTT

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT