Skip to main content

બ્રેક્ઝિટના જનમતસંગ્રહ પર પુટિનના ખાસ લોકો હાવી હતા, બ્રિટનની સરકારનું રિપોર્ટ મુદ્દે મૌન

બ્રિટનમાં ઈન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી કમિટીએ બ્રેક્ઝિટ માટે જનમતસંગ્રહમાં રશિયાની દખલ મામલે તપાસ રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર સરકારે આ મામલે રશિયાના ખતરાની અવગણના કરી હતી. તેની વિરુદ્ધ કોઈ પગલું ના ભર્યુ. સરકારે એ વાત પર ધ્યાન ન આપ્યું કે રશિયા માટે અમેરિકા અને નાટો બાદ બ્રિટન સૌથી મોટું લક્ષ્ય છે. તેનું મુખ્ય કારણ બ્રિટનના અમેરિકા સાથેના સારા સંબંધો છે.

રિપોર્ટ અનુસાર બ્રિટન સરકાર રશિયાના વેપારીઓનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરતી રહી કેમ કે તે બ્રિટનમાં રોકાણ કરતા હતા. તે વેપારી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના ખાસ લોકો છે. સરકારે તેમને ક્યારેય પૂછ્યું નહીં કે તેમની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? તેનાથી ઊલટું સરકારે તેમને રોકાણ વિઝા પણ ઈશ્યૂ કર્યા.

સમિતિના સભ્ય કેવન જોન્સે આરોપ મૂક્યો હતો કે સરકારે જાણીજોઈને આ રિપોર્ટ ગત વર્ષે ડિસેમ્બરમાં ચૂંટણી પૂર્વે જાહેર ન કરવા દીધો. અમે બ્રેક્ઝિટ વિશે ભ્રમ ફેલાવવાના અભિયાન, સાઈબર હથકંડા અને બ્રિટનમાં વસતાં રશિયાના લોકોની તપાસ કરી હતી. બ્રિટન જનમતસંગ્રહમાં ભ્રમ ફેલાવવાના અભિયાનનો શિકાર થયું હતું પણ આ મુદ્દે ગંભીરતા ન દાખવાઈ. એક અન્ય સભ્ય સ્ટીવર્ટ હોજીએ કહ્યું કે આ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપ બાદ થયેલા વિરોધથી વિપરીત હતું. બીજી બાજુ રશિયાના વિદેશ મંત્રાલયે રિપોર્ટને રુસોફોબિયા ગણાવી ફગાવી દીધો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Brexit referendum dominated by Putin's special envoys, British government silent on report


from Divya Bhaskar https://ift.tt/2WHtsz5
via IFTTT

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT