Skip to main content

માટીના ઘડામાં બનાવ્યું પ્યુરિફાયર, જે સૂર્ય પ્રકાશમાંથી ઊર્જા મેળવીને બલ્બ પ્રકાશિત કરીને હવા પણ શુદ્ધ કરે છે

પેરુના 31 વર્ષીય આંત્રપ્રિન્યોર હર્નન એસ્ટો કેબેજસે બાયોલોજી અને સોલર એનર્જીની મદદથી માટીના ઘડામાં અનોખું પ્યુપિફાયર બનાવ્યું છે. જે સૂર્ય પ્રકાશની મદદથી ચાર્જ થાય છે અને હવા શુદ્ધ કરે છે. જેની ઊર્જાથી બે મોબાઈલ એક સાથે ચાર્જ થઈ શકે છે. જેનાથી 12 કલાક સુધી એક બલ્બ પણ પ્રકાશિત થઈ શકે છે. હર્નને આ પ્યુરિફાયરનું નામ ‘એલિન્ટી’ રાખ્યું છે. જેની કિંમત માત્ર 97 ડોલર (રૂ. 7 હજાર) છે. આ ઈનોવેશન માટે તેને યુએન દ્વારા એવોર્ડ મળ્યો છે. પેરુના હુઆંતામાં રહેતા હર્નન પોતાના ઈનોવેશન માટે હંમેશા ચર્ચામાં રહે છે.

તે જણાવે છે કે આ પ્યુરિફાયર ઈલેક્ટ્રોજેનિક સૂક્ષ્મ જીવોની પાંચ પ્રજાતિઓ, ટ્યુબરસ રૂટ ફાઈટોર્મેડિએટર પ્લાન્ટ, 3 પ્રકારની ખનીજ માટી અને સોલર પેનલ સાથે કામ કરે છે. માટીની એવપોરેટિંગ કુલિંગ સોલર પેનલની ઓવરહીટિંગને 10 ડિગ્રી સુધી ઓછી કરે છે.

હર્નન અનુસાર, તેઓએ આ શોધ માટે રૂ. 22 લાખનો ખર્ચ કર્યો છે પરંતુ ઈન્ટરનેશનલ એવોર્ડ જીત્યા બાદ તેમને ફંડ મળવા લાગ્યું હતું. હિસ્ટ્રી ચેનલે 30 લાખ, પેરુની એસાન યુનિવર્સિટી અને સ્પેનની મેડ્રિડ યુનિવર્સિટીએ રૂ. 75 લાખનુ ફંડ આપ્યું છે. ભારતમાં આ ટેક્નોલોજી લાવવા વિશે જણાવ્યું હતું કે ભારત કોઈ પણ સ્ટાર્ટઅપ માટે સૌથી મોટું માર્કેટ છે. તે એવી કંપનીની શોધ કરી રહ્યા છે જે ભારતમાં આ પ્રોડક્ટ બનાવી શકે.

ઘરે વીજળી ન હોવાથી મીણબત્તીમાં અભ્યાસ કરતી વખતે વિચાર આવ્યો
14 વર્ષની વય સુધી હર્નનના ઘરે વીજ કનેક્શન ન હતું. મીણબત્તીના પ્રકાશ નીચે અભ્યાસ કરવો પડતો હતો. જેથી હવા ખરાબ થવા સાથે શ્વાસ લેવામાં પરેશાની થતી હતી. ત્યારે તેમને વિચાર આવ્યો કે તે ટેક્નોલોજીનો ઉપયોગ કરી એવી પ્રોડક્ટ બનાવશે, જેનાથી વીજની અછત પૂરી થાય અને હવા શુદ્ધ રહે. ત્યારબાદ તેઓએ ઈકોલોજિકલ સોલ્યુશન આપવા માટે માટી અને વનસ્પતિઓ પર રિસર્ચ કર્યુ. બાદમાં છોડ પર રિસર્ચ કરી આ પ્યુરિફાયર બનાવ્યું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
માટીના ઘડામાં અનોખું પ્યુપિફાયર.


from Divya Bhaskar https://ift.tt/39ou9SX
via IFTTT

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT