Skip to main content

Posts

Showing posts with the label National Divya Bhaskar

સુપ્રીમ કોર્ટના બે અથવા ત્રણ કોર્ટ રૂમમાં આગામી સપ્તાહથી સુનાવણી શરૂ થઈ શકે છે, સાત જજની બેન્ચે આ મામલે વિચારણા કરી

સુપ્રીમ કોર્ટમાં આગામી અઠવાડિયાથી બે અથવા ત્રણ કોર્ટ રૂમમાં સુનાવણી શરૂ થઈ શકે છે એટલે કે આ કોર્ટ રૂમમાં જજ હાજર રહેશે. મહામારીને કારણે અત્યાર સુધી મોટા ભાગના કેસની સુનાવણી વર્ચ્યુઅલી જ કરવામાં આવી હતી. સીજેઈ એસ.એ. બોબડેએ ફિઝિકલ કોર્ટમાં સુનાવણી કરવા માટે પહેલ કરી હતી. આ મામલે મંગળવારે એક મહત્વની બેઠક યોજાઈ હતી. સાત જજની બેન્ચે ચર્ચા-વિચારણા કરી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ફિઝિકલ કોર્ટ શરૂ થાય તે માટે ચર્ચા-વિચારણા કરવા સાત જજની બેન્ચ બનાવી હતી. મંગળવારે તેમની બેઠક થઈ હતી. જેમાં કેટલાક અન્ય મુદ્દાઓ ઉપર પણ વિચારણાં કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રિકોર્ડ્સ એસોશિએશને બુધવારે આ માહિતી આપી હતી. જજની કમિટીએ આ બાબતે ગંભીરતાથી ચર્ચા-વિચારણા કરી હતી કે આગામી અઠવાડિયાથી 2 અથવા 3 કોર્ટ રૂમમાં સુનાવણી થાય. તેના માટે રજિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે જરૂરી તૈયારી કરી રહી છે. મિટિંગમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન પણ સામેલ થયા હતા. વકીલોની માગ એસસીએઓઓરએના અધ્યક્ષ શિવાજી જાધવ અને એસસીબીએ પ્રેસિડેન્ટ દુષ્યંત દવેને સાત સદસ્યોની કમિટી પાસે અપીલ કરી હતી કે, ફિઝિકલ કોર્ટ રૂમ ઝડપથી શરૂ કરવા

વાંચો 3 સૌથી પ્રતિષ્ઠિત કૃષ્ણ મંદિરોમાં આજે કેવી રીતે ઊજવાશે જન્માષ્ટમી પર્વ, કેવી રીતે કનૈયાની પૂજા-અર્ચના થશે

કૃષ્ણ આનંદની ધારા છે, જ્યારે મનમાં કોઈ બેચેની, ચિંતા, કે અણગમો થાય, આવા ઊંડા વિશ્રામમાં કૃષ્ણનો જન્મ થાય છે. જન્માષ્ટમીનો આ જ સંદેશ છે. ગંભીરતા સાથે આનંદપૂર્ણ બનો. આજે કોરોનાને પગલે મંદિર બંધ છે. આ જ મર્યાદા-ધર્મ છે કે, ઘરેબેઠા જ જન્મોત્સવનો આનંદ માણો... બાંકે બિહારી, મથુરા (યુપી): 21 પ્રકારના ભોગ, અહીં જન્માષ્ટમી પર જ મંગળાઆરતી થાય છે બુધવારે રાત્રે 11 વાગ્યે મંદિરના સેવક ગોસ્વામીગણ મંદિર પરિસરમાં 21 પ્રકારના ભોગથી પ્રવેશ કરશે. ઠાકોરજીને નિવેદન કરશે કે, નિત્યરાસ માટે ન જાઓ, આજે જયંતિ મનાવવા માટે તમારો અભિષેક થવાનો છે. મંદિરની બહાર બે યજ્ઞાચાર્ય ગીતાના દશમ સ્કંદના પ્રથમ અને બીજા અધ્યાયના કૃષ્ણ જન્મ ધરાવતા પ્રસંગોનુ પઠન કરશે. ગોસ્વામીગણ ઠાકોરજીને અત્તરની માલિશ કરી 11.45 વાગ્યે જગાડાશે. બહાર કુંજ બિહારી અષ્ટકના પાઠ શરૂ થશે. માટીનો ઢગલા પર ચાંદીનુ પાત્ર મૂકી અભિમંત્રિત કરવામાં આવશે. આ પાત્ર પર બાંકે બિહારીને સ્થાપિત કરવામાં આવશે. પહેલા શુદ્ધ જળ વડે બાદમાં દૂધ, દહીં, ધી, મધ, અને ખાંડ વડે સ્નાન કરાવવામાં આવશે. બાદમાં તૈયાર પંચામૃત અને અંતે શુદ્ધ જળ વડે સ્નાનવિધિ પૂર્ણ થશે. બાદમાં ઠ

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત ગંભીર, વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત ગંભીર છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આર્મીની આર એન્ડ આર હોસ્પિટલ દ્વારા અપાયેલી માહિતી મુજબ સોમવારે તેમની બ્રેઇન સર્જરી કરાઈ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જી સાથે વાતચીત કરી માહિતી મેળવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ તેમની ખબર જોવા હોસ્પિટલ ગયા હતા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ફાઇલ તસવીર. from Divya Bhaskar https://ift.tt/3iyvv0Y

કોરોના વાઈરસ સામે જીતવા ગુજરાત દિલ્હી મોડલ અપનાવે: PM મોદી

દેશમાં કોરોનાના 6 લાખ સક્રિય દર્દી તો 10 રાજ્યમાં જ છે. બધા ભેગા મળીને આ રાજ્યોમાં કોરોનાને હરાવીએ તો દેશ મહામારી સામે જીતી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 10 રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા દરમિયાન આ વાત કરી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મળેલી આ બેઠકમાં મોદીએ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રના મુખ્યમંત્રીઓ પાસેથી કોરોના અંગેની માહિતી મેળવી. વડાપ્રધાને કહ્યું, આપણો અત્યાર સુધીનો અનુભવ કહે છે કે સંક્રમણને અટકાવવા કોન્ટેક્ટ ટ્રેસિંગ અને દેખરેખ કોરોના વિરુદ્ધ સૌથી અસરકારક હથિયાર છે. નિષ્ણાતો કહે છે કે આપણે શરૂના 72 કલાકમાં જ કોરોનાના કેસ શોધી કાઢીએ તો આ સંક્રમણ ઘણું ધીમું થઇ જાય છે. દિલ્હીએ આમ કરીને જ બાજી પલટી છે. માગ: રાજ્યોએ કહ્યું- પેકેજ આપો, આરટી-પીસીઆર ટેસ્ટનો અડધો ખર્ચ કેન્દ્ર ભોગવે તમિલનાડુના સીએમ કે. પલાનિસ્વામીએ કહ્યું કે આરટી-પીસીઆર ટેસ્ટનો અડધો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવે, વેન્ટિલેટર ખરીદવા પણ પૈસા આપે. તેમણે મહામારી સામે લડવા 9 હજાર કરોડ રૂ.ના વિશેષ પેકેજ સાથે કેન્દ્ર પાસેથી 15,321 કર

દીકરી હંમેશાં પ્રેમાળ દીકરી જ રહે છે, પુત્ર તો માત્ર લગ્ન સુધી જ પુત્ર રહે છે : સુપ્રીમ

પૈતૃક સંપત્તિમાં પુત્રીઓની ભાગીદારી અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, હિન્દુ ઉત્તરાધિકાર (સુધારા) ખરડો, 2005 અંતર્ગત પુત્રીને પણ પિતાની સંપત્તિમાં પુત્રોની જેમ સમાન અધિકાર આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, એ બાબતે ફરક પડતો નથી કે, 9 સપ્ટેમ્બર, 2005ના કાયદામાં સુધારો લાગુ થતા સમયે તેના પિતા જીવિત છે કે નહીં અથવા પુત્રીનો જન્મ 2005થી પહેલા થઈ ચૂક્યો છે. જસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બેન્ચે ચુકાદામાં કહ્યું કે, ‘પુત્રીઓને પુત્રોના સમાન અધિકાર આપવો જોઈએ. દીકરી હંમેશાં પ્રેમાળ દીકરી જ રહે છે, પુત્ર તો માત્ર લગ્ન સુધી જ પુત્ર રહે છે. દીકરીઓ આખી જિંદગી માતા-પિતાને પ્રેમ આપે છે. જન્મથી મૃત્યુ સુધી માતા-પિતા માટે પ્રેમાળ પુત્રી બનીને રહે છે. લગ્ન પછી પુત્રોની નિયત અને વ્યવહાર બદલાઈ જાય છે, પરંતુ પુત્રીનો વ્યવહાર લગ્ન પછી પણ બદલાતો નથી.’ કોર્ટે કેટલીક અપીલો પછી આ ચુકાદો આપ્યો છે, જેમાં એક મહત્ત્વનો કાયદાકીય મુદ્દો ઉઠાવાયો હતો કે, શું હિન્દુ ઉત્તરાધિકાર(સુધારા) અધિનિયમ, 2005 પાછલા સમયથી જ લાગુ ગણાશે. જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે, પુત્રી

રાહત સાથે ઘણીવાર હું લડી પડતો કે મુશાયરામાં આટલા ખરાબ શર્ટ પહેરીને કેમ આવો છો? કોરોનામાં મને 3-4 દિવસે મારી ખબર પૂછતાં હતા

જ્યારથી આ કોરોના નામનો વાઈરસ ફેલાયો છે, દર ત્રીજા-ચોથા દિવસે રાહત મને કોલ કરતા હતા. મારા ખબર-અંતર પૂછતા અને મને કહેતા કે જરાક પણ લાપરવાહી ના કરશો. મંગળવારે સવારે મને સમાચાર મળ્યા કે રાહતને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આંચકો લાગ્યો પણ એવી આશા જરાય નહોતી કે રાહત મને આ રીતે છોડી જશે. આ મહામારીએ મારાથી મારો રાહત છીનવી લીધો. શું-શું યાદ કરું, લાંબા સમય સુધી અમે સાથે રહ્યા છીએ. તેમના જવાથી મુશાયરામાં જવાનો મારો શોખ પણ આજે ખતમ થઇ ગયો. હું અનેક મહેફિલોમાં ફક્ત એટલા માટે જતો હતો કે એકાદ સાંજ રાહત સાથે પસાર થશે. મહેફિલ પરવાન ચઢે એટલા માટે રાહતના શેર પણ સંભળાવી દેતો હતો હું અને તે મારા શેર ત્યાં ઈન્દોરમાં રાનીપુરામાં સંભળાવતા હતા. ‘સામને ઉસ કે ન કહતે મગર અબ કહતે હૈ, લજ્જત-એ-ઈશ્ક ગઇ ગૈર કે મર જાને સે…’ ઈન્દોરમાં જ્યારે મારા ઘૂંટણનું ઓપરેશન થયું હતું ત્યારે તે મારા માટે દરરોજ ભોજન રાંધીને લાવતા હતા. દુનિયામાં તેમને મંચ પર કલંદરી કરતા જોયા છે, મેં તેમને તેમના ઘરમાં ફકીરીના વેશમાં જોયા છે. પોતાની માની યાદમાં રડતાં જોયા છે. દેખાડાનો કોઈ શોખ નહોતો. અનેકવાર તો હું લડવા લાગતો કે મુશાયરામાં પણ આટલું ખરાબ

ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ, રાજસ્થાનમાં પાયલટના સેફ લેન્ડિંગ બાદ ગેહલોતનો U-ટર્ન, કોરોનાની પ્રથમ રસી આવી, રાહત ઈન્દોરીની ચીરવિદાય

જય શ્રીકૃષ્ણ.... આજે જન્માષ્ટમીનો તહેવાર છે. પણ કોરોના મહામારીએ આ ઉત્સવો-તહેવારોની ખુશીઓને ઉત્સાહહિન કરી દીધા છે. ઈતિહાસમાં પ્રથમ વખત એવુ બનવા જઈ રહ્યું છે કે મથુરાથી લઈ દ્વારકા સુધી તમામ મંદિરો ખાલી છે, મુંબઈના માર્ગો પર ગોવિંદા આલા રે...ની ગૂંજ નહીં સંભળાય. લોકો જાહેર માર્ગો પર કોઈ ઉજવણી કરી નહીં શકે. કોરોના મહામારીથી પોતાની જાતને તેમ જ પોતાના પરિવારને બચાવવા માટે વિશેષ સાવધાની રાખવામાં આવી રહી છે. જેની લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી તે કોરોના રસી તૈયાર કરવામાં આવી હોવાની રશિયાએ સત્તાવાર જાહેરાત કરી છે. , આ રાહતભર્યા સમાચાર વચ્ચે દુખદ સમાચાર આવ્યા કે જાણીતા શાયર રાહત ઈન્દોરીનું અવસાન થયુ છે. ચાલો શરૂઆત કરીએ જન્માષ્ટમીથી... આજે જન્માષ્ટમી, કોરોનાને લીધે મંદિરો ખાલી, દ્વારકા-મથુરાની સીમા સીલ આજે સમગ્ર દેશમાં ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની ઉજવણી થશે. પણ કોરોનાને લીધે જાહેર ઉત્સવ તથા મટકી ફોડ જેવા કાર્યક્રમોનું આયોજન નહીં થાય. મંદિરોમાં પણ ભક્તોને કૃષ્ણ જન્મોત્સવ જોવા નહીં મળે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરા તેમ જ રાજધાની દ્વારકામાં ઈતિહાસમાં સૌ પ્રથમ વખત જન્માષ્ટમી કાર્યક્રમોમાં ભક્ત

મહારાષ્ટ્રનાં 4500 ગામનાં 3.70 લાખ બાળકોનું રેડિયો શિક્ષણ, વિદ્યાર્થીઓ વિવિધ વિષયો પર લાઈવ ચર્ચા કરે છે

રેડિયો એક એવું માધ્યમ છે જેના મારફત તમે અત્યાર સુધી સમાચાર, સંગીત, અને ટોક શો સાંભળ્યા હશે પરંતુ હવે તેના મારફત અભ્યાસ પણ થઈ રહ્યો છે. લૉકડાઉનમાં બાળકો શાળાએ જઈ શકતાં ન હોવાથી પ્રથમ સંસ્થા અને આકાશવાણી નાગપુરે સાથે મળી મહારાષ્ટ્રના 17 જિલ્લામાં રેડિયો સ્કૂલ શરૂ કરી છે. જેના મારફતે 4500 ગામનાં 3.25 લાખથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. રેડિયો સ્કૂલ દરમિયાન 3 બાળકોને ઈન્ટરવ્યૂ માટે પસંદ કરવામાં આવે છે. જે વિષયના આધારે ચર્ચા કરે છે. રેડિયો પર બોલવાની તક મળવાથી બાળકોમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. વાલીઓના જુસ્સામાં પણ વધારો થશે. તેથી તેઓ પોતાનાં બાળકોને રેડિયો પર સાંભળવાની ઈચ્છા રાખશે. નાગપુરના ડિવિઝનલ કમિશનર ડો. સંજીવકુમારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ પહેલ કારગર સાબિત થઈ છે. આ પહેલ શરૂ કરવા માટે એપ્રિલમાં 17 જિલ્લામાં સરવે હાથ ધર્યો હતો જેનો હેતુ કેટલા વાલીઓ પાસે મોબાઈલ કે રેડિયો છે તેના માટે સરપંચ, શિક્ષક, આંગણવાડી કાર્યકરો અને ગ્રામસેવકોની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ 3થી 6 વર્ષનાં બાળકોના અભ્યાસ માટે સિરિઝ બનાવવામાં આવી. બાદમાં મંગળવાર અને શુક્રવારને નાગપુર આકા

કનૈયાના આગમન પૂર્વે શુભ જ શુભઃ રાજસ્થાનમાં સ્થિતિ ઉકેલની દિશામાં;IPLની પિચ પર બાબા રામદેવ; કોરોના રસીનું કાઉન્ટડાઉન શરૂ

આજે 11 ઓગસ્ટ. વર્ષનો 224મો દિવસ. હિંદી પંચાંગ પ્રમાણે ભાદ્રપદ કૃષ્ણપક્ષ સપ્તમી. શ્રીકૃષ્ણ જન્મ દિવસની ઉજવણી સાથે જય કનૈયા લાલ કી ની ગૂંજ છવાયેલી રહેશે. આ આનંદ-ઉમંગના વાતાવરણ વચ્ચે અમે આપને માટે સારા સમાચાર લાવી રહ્યા છીએ. ચોતરફ શુભ જ શુભ છે...... દેશના કેટલાક ભાગોમાં આજે રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી શરૂ થશે. આ ઉપરાંત બુધવારે કોરોના સામેની વિશ્વમાં પહેલી રસી રશિયામાંથી આવી શકે છે. એટલે કે કોરોનાથી મુક્તિ મેળવવાના દિવસો હવે દૂર નથી. ચાર દિવસ બાદ આપણે સૌ ભારતની સ્વતંત્રતાના 74માં વર્ષની ઉજવણી કરશું. પણ આજનો આ દિવસ દાદર નગર હવેલી માટે ખાસ છે. આશરે 60 વર્ષ અગાઉ આજના દિવસે આ કેન્દ્ર શાસિત પ્રદેશ પોર્ટુગલથી સ્વતંત્ર બની ભારતનો ભાગ બન્યુ હતું. તો ચાલો જોઈએ આજના સમાચાર.. સૌથી પહેલા સમાચાર કોંગ્રેસ માટે રાહત આપનારા છે. રાજસ્થાનમાં ધારાસભ્યોની વાડાબંધી તથા આરોપ-પ્રત્યારોપથી શરૂ થયેલુ રાજકીય સંકટ ઉકેલની દિશામાં આગળ વધતુ હોય તેમ લાગે છે. રાહુલ-પ્રિયંકાને મળ્યા સચિન; સ્થિતિ સુધરશે પણ બ્રેક પછી.... રાજસ્થાનમાં 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યુ છે. આ અગાઉ રાજકીય ગતિવિધિએ ગતિ પકડી છે. કો

રશિયા આજે કોરોનાની રસી લોંચ કરે તેવી શક્યતા, ખેડૂતોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાયા, હવે સેના આત્મનિર્ભર બનશે

શુભ પ્રભાત, આજે સોમવારનો દિવસ છે. સપ્તાહની શરૂઆત કરીએ એક હકારાત્મક અહેસાસ સાથે. આ સપ્તાહમાં બે અગત્યના દિવસ આવશે. પહેલો 12 ઓગસ્ટનો દિવસ કે જ્યારે શ્રીકૃષ્ણ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ બીજો દિવસ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ છે. આ આનંદ-ઉત્સવ આપણે સૌએ ખૂબ જ સાવધાની સાથે ઉજવવાના છે કારણ કે કોરોનાએ આપણી વચ્ચેથી હજુ વિદાય લીધી નથી. હવે કોરોના વાઈરસ અંગે સારા સમાચાર જોઈએ. જેની લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી. આજે રશિયા કોરોના વાઈરસની રસી બજારમાં રજૂ કરી શકે છે. આ રસીને રશિયાની ગામાલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (Gamaleya Research Institute) દ્વારા તૈયાર કરવામાં આવી છે. તાજેતરમાં જ આ ઈન્સ્ટિટ્યુટે દાવો કર્યો હતો કે રસી 10 ઓગસ્ટના રોજ બજારમાં આવી જશે. પ્રધાનમંત્રીએ ખેડૂતોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ખુશ કર્યા છે. તેમણે રવિવારે કૃષિ વિકાસના નામે એક લાખ કરોડ રૂપિયાનું ફંડ જારી કર્યું છે. આ ઉપરાંત પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં છઠ્ઠો હપ્તો પણ ટ્રાન્સફર કર્યો છે. એટલે કે ખેડૂતોના ખાતામાં રૂપિયા 17 હજાર કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ

ભારતમાં બાળકોનું વેક્સિનેશન 60% સુધી ઘટી ગયું, બ્રિટનમાં હોસ્પિટલ બંધ હોવાથી 16 હજાર લોકો મોતને ભેટ્યા

કોરોનાથી બચવા માટે દુનિયાભરની નજર વેક્સિન પર છે. પણ આ સંકટ દરમિયાન દેશમાં બાળકોને બીમારીઓથી બચાવતું વેક્સિનેશન અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. દેશમાં માર્ચથી જૂન સુધી ઈમ્યૂનિટી વધારતા વેક્સિનેશનમાં 60%નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાને લીધે નાણાકીય વર્ષ 2020નું વેક્સિનેશન 40% સુધી નીચે જઈ શકે છે. બ્રિટન: લૉકડાઉનમાં હોસ્પિટલ બંધ હોવાથી 16 હજાર લોકો મૃત્યુ પામ્યા લંડનઃ બ્રિટન સરકારના આંકડા અનુસાર કોરોનાના ચેપને રોકવા માટે લગાવેલું લૉકડાઉન લોકોના મૃત્યુનું મોટું કારણ બન્યું. અહીં 23 માર્ચથી 1 મે દરમિયાન હોસ્પિટલ બંધ રહેવા અને સ્વાસ્થ્ય સુવિધાઓ ન મળવાને લીધે 16 હજાર લોકો મૃત્યુ પામ્યા. આ સમયગાળામાં કોરોનાને લીધે 25 હજાર લોકો મૃત્યુ પામ્યા. 6 હજાર મૃત્યુ ફક્ત એટલા માટે થયા કેમ કે ચેપના ડરથી લોકો હોસ્પિટલે જ ન ગયા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ફાઇલ તસવીર from Divya Bhaskar https://ift.tt/3a85hzf

70 કરોડની વસતીનું ક્ષેત્ર હજુ પણ સંપૂર્ણપણે અનલૉક નથી, દેશના 734 જિલ્લામાંથી 376માં હજુ અનેક પ્રતિબંધ

કોરોના ચેપને રોકવા માટે ભારતની આશરે 70 કરોડની વસતી હજુ પણ પૂર્ણ કે આંશિક લૉકડાઉનના પ્રતિબંધોનો સામનો કરી રહી છે. જોકે 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે કોઈ પ્રતિબંધ નથી. ભારતમાં બે દિવસથી સતત 60 હજારથી વધુ નવા દર્દી મળી રહ્યા છે. એક અઠવાડિયાથી ભારતમાં બ્રાઝિલથી વધુ દર્દી મળી રહ્યા છે. પૂર્ણ લૉકડાઉનઃ બિહાર-મણિપુરમાં 10 કરોડથી વધુ લોકોને અસર બિહારમાં 1થી 16 ઓગસ્ટ સુધી લૉકડાઉન લાગુ છે. અહીં 71,794 દર્દી મળી ચૂક્યા છે. મણિપુરમાં પણ તમામ 11 જિલ્લામાં 15 ઓગસ્ટ સુધી લૉકડાઉન છે. અહીં 3466 દર્દી છે. આંશિક લૉકડાઉનઃ 14 રાજ્યોની 60 કરોડ વસતી પ્રભાવિત યુપી: રાજ્યમાં વીકેન્ડ લૉકડાઉન. 20 કરોડ લોકો પ્રભાવિત. 1.13 લાખ દર્દી, 3.9%થી ઝડપે વધી રહ્યાં છે. પંજાબ: રાત્રિ કર્ફ્યૂ. પોણા 3 કરોડ લોકો પર અસર. 21 હજાર દર્દી. 4.1%ના દરે વધી રહ્યા છે. મહારાષ્ટ્ર: 14 જિલ્લામાં 3 કરોડ લોકો લૉકડાઉનમાં. પ્રતિબંધ 31 ઓગસ્ટ સુધી લાગુ. 4.90 લાખ દર્દી છે. મધ્યપ્રદેશ: તમામ 52 જિલ્લામાં રવિવારે લૉકડાઉન. રોજ રાત્રિ કર્ફ્યૂ. 7.26 કરોડ લોકો પ્રભાવિત. તમિલનાડુ: તમામ 37 જિલ્લામાં રવિવારે લૉકડાઉન. 7.21 કરોડ

રાજ્યોમાં દુકાનદારો, શાકભાજીવાળાના કોરોના ટેસ્ટ કરાશે, કોરોનાને કાબૂમાં લેવા કેન્દ્ર સરકારનો આદેશ

કોરોનાને કાબૂ કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક પગલું ભર્યુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખી નિર્દેશ આપ્યો હતો કે તે પોતાનાં ક્ષેત્રોના તમામ કરિયાણાના દુકાનદારો, તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓ, શાકભાજી-ફળ વેચનારાઓ અને અન્ય લારી-ગલ્લાવાળાનો કોરોના ટેસ્ટ કરે. કેન્દ્રે કહ્યું કે જો તેમાંથી કોઈ પણ ટેસ્ટ વગર રહી જશે અને ચેપગ્રસ્ત નીકળશે તો તે મોટા પાયે લોકોને ચેપગ્રસ્ત કરી શકે છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને એમ પણ કહ્યું કે તે ઓક્સિજન સુવિધા અને ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ સંચાલિત કરે. તેમણે ભારપૂર્વક કહ્યું કે એમ્બ્યુલન્સનું રોજ નિરીક્ષણ કરવું જોઈએ. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ફાઇલ તસવીર from Divya Bhaskar https://ift.tt/31MX2Fd

બાદશાહે 75 લાખ આપી ફેક ફોલોઅર, લાઈક મેળવીઃ 10 કલાકની પૂછપરછ બાદ આરોપ સ્વીકાર્યો

અભી તો પાર્ટી શુરૂ હુઇ અને કાલા ચશ્મા જેવાં હિટ ગીતો ગાનારા રેપર બાદશાહે સોશિયલ મીડિયા પર ફેક ફોલોઅર્સ અને લાઈક વધારવા માટે 75 લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસે 20 મોટી હસ્તીઓ વિરુદ્ધ તપાસ દરમિયાન આ ખુલાસો કર્યો હતો. 10 કલાકની પૂછપરછમાં બાદશાહે કથિતરૂપે આરોપ સ્વીકારી લીધા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today બાદશાહની ફાઇલ તસવીર from Divya Bhaskar https://ift.tt/2PDcduQ

6 ટેબલ ટોપ સહિત દેશના 12 રનવે ખતરનાક; પટણા, જમ્મુ સૌથી ગંભીર

દેશમાં 6 ટેબલ ટોપ સહિત 12 એરપોર્ટના રનવે ખતરનાકની શ્રેણીમાં છે. તેમાંથી જમ્મુ અને પટણા સૌથી ખતરનાક છે. પટણાનો રનવે અંદાજે 6 હજાર ફૂટ જ લાંબો છે. તેની એક તરફ રેલવે લાઇન અને બીજી તરફ હાઇવે હોવાથી રનવે વધુ લાંબો કરી શકાય તેમ નથી. ઉડ્ડયન મંત્રાલયે બોઇંગ (નાના વિમાન)ની ફ્લાઇટ્સની મંજૂરી આપી છે જ્યારે મોટા વિમાન લવાય તો અંદાજે 30% સીટો ખાલી રાખવાનો નિયમ છે. દરમિયાન, જમ્મુ એરપોર્ટ સિવિલ એન્ક્લેવમાં છે એટલે કે તેનો રનવે એરફોર્સનો છે. તેમાં એક તરફ તવી નદી અને બીજી તરફ રનવે લંબાવવામાં આવે તો વિમાને ટેક-ઓફ અને લેન્ડિંગ માટે પાક.ની સરહદમાં જવું પડે. તેથી નદી તરફ રનવે લંબાવી શકાય તેમ છે. તેની પ્રોસેસ શરૂ થઇ ચૂકી છે. માપદંડ આ છે: ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે 9 હજાર ફૂટ લાંબો હોવો જોઇએ એવિયેશન એક્સપર્ટ અંકુર ભાટિયાએ જણાવ્યું કે ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે 9 હજાર ફૂટ લાંબો હોવો જોઇએ. કોઝિકોડની લંબાઇ નિર્ધારિત માપદંડ મુજબની છે. 7,500 ફૂટ લાંબા રનવે પરથી એરબસ ઉડાન ભરી શકે છે. 6-7 હજાર ફૂટ લાંબા રનવે પરથી બોઇંગ ઉડાન ભરે છે. દેશના ટેબલ ટોપ એરપોર્ટ: પેકયાંગ એરપોર્ટ (સિક્કિમ), કુલ્લુ અને શિમલા (બન્ને હિમાચલ

માતાનો શનિવારે 84મો જન્મદિન હતો, તેમને સરપ્રાઈઝ આપવા જવાના હતાઃ કેપ્નટ દીપક વસંત સાઠે

કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાઈલટ કે. દીપક સાઠે (58)ના માતા નીલા સાઠેનો શનિવારે 84મો જન્મદિન હતો. તેથી દીપક સાઠેએ નાગપુર જઈને માતાને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું હતું. પુત્રના આ અણધાર્યા મૃત્યુથી નીલા સાઠે આઘાતમાં છે. તેઓ કહે છે કે, ‘ભગવાને મારા બદલે તેને ઉઠાવી લીધો. તે મહાન પુત્ર હતો. હંમેશા બીજાની મદદ કરતો. અમદાવાદમાં પૂર આવ્યું ત્યારે તેણે જવાનોના બાળકોને ખભા પર ઉઠાવીને બચાવ્યા હતા.’ કેપ્ટન સાઠેને કોરોનાના કારણે માતાની ચિંતા હતી. તેઓ માતાને ઘર બહાર નીકળતા રોકતા અને કહેતા કે, તમને કંઈ થશે એ મને નહીં ગમે. ત્યારે તેમના માતા કહેતા કે, ભગવાનની ઈચ્છા સામે આપણે શું કરી શકીએ! Download Dainik Bhaskar App to read Latest Hindi News Today કેપ્નટ દીપક વસંત સાઠેની તસવીર from Divya Bhaskar https://ift.tt/2XGOdeJ

દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા, 10 દિવસ પછી સંતાનનો જન્મ થવાનો છેઃ કો-પાઈલટ અખિલેશ કુમાર

એર ઈન્ડિયાના કો-પાઈલટ અખિલેશ કુમાર ભારદ્વાજ (32)નું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું. આ સમાચાર પછી ઉત્તર પ્રદેશના મથુરા સ્થિત તેમના ગામ મોહનપુરમાં માતમ છે. તેમણે દોઢ વર્ષ પહેલા મેઘા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને હાલ તે ગર્ભવતી છે. ડૉક્ટરે ડિલિવરીની તારીખ 10 દિવસ પછીની આપી છે. તેમનો પરિવાર સમજી નથી શકતો કે, મેઘાને અખિલેશના મૃત્યુના સમાચાર કેવી રીતે જણાવે! હાલ તેમને એવું કહ્યું છે કે, વિમાન દુર્ઘટનામાં અખિલેશને ઈજા થઈ છે. શુક્રવારે પણ તેમણે માતા બાલાદેવીને ફોન કર્યો હતો.. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today કો-પાઈલટ અખિલેશ કુમારની તસવીર from Divya Bhaskar https://ift.tt/3kpFIhV

ગુજરાત કેડરના IAS જી.સી. મૂર્મુએ CAG તરીકે શપથ લીધા, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે અગ્ર સચિવ હતા

ગુજરાત કેડરના આઇએએસ અને જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ રહી ચૂકેલા જી.સી. મૂર્મુએ શનિવારે અહીં રાષ્ટ્રપતિભવનમાં આયોજિત સમારોહમાં દેશના નવા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (સીએજી) તરીકે શપથ લીધા હતા. તેમનો કાર્યકાળ 20 નવેમ્બર 2024 સુધી રહેશે. તે રાજીવ મહર્ષિનું સ્થાન લેશે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના અગ્રસચિવ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ કાશ્મીરના તેઓ પ્રથમ ઉપરાજ્યપાલ બન્યા હતા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today જી.સી. મૂર્મુએ શનિવારે અહીં રાષ્ટ્રપતિભવનમાં આયોજિત સમારોહમાં દેશના નવા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (સીએજી) તરીકે શપથ લીધા from Divya Bhaskar https://ift.tt/30EJBrc

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસે સવા કિલો ચાંદીનું દાન કર્યું

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસે લગભગ સવા કિલો ચાંદી, સોનાના ચોખાના દાણા, 1 લાખનો ચેક, દોઢ લાખ રોકડા રૂપિયા સચિવ ચંપતરાયને દાન તરીકે આપ્યા હતા. આ તમામ ભેટ વિવિધ ભક્તો દ્વારા તેમને સોંપવામાં આવી હતી. મહંતે કહ્યું કે ભક્તોની ભેટ ભવ્ય મંદિર નિર્માણની પરિકલ્પનાને વધુ ગતિશીલ બનાવશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today મહંત નૃત્યગોપાલદાસે લગભગ સવા કિલો ચાંદી, સોનાના ચોખાના દાણા, 1 લાખનો ચેક, દોઢ લાખ રોકડા રૂપિયા સચિવ ચંપતરાયને દાન તરીકે આપ્યા હતા from Divya Bhaskar https://ift.tt/2XJyYBF

ED દ્વારા રિયા ચક્રવર્તીની સાડા આઠ કલાક પૂછપરછ, બિહાર પોલીસે સુપ્રીમમાં કહ્યું- રિયાએ સુશાંતની બીમારીનું ખોટું ચિત્ર રજૂ કર્યું

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને આપઘાત માટે મજબૂર કરવા અને તેના નાણાંની હેરફેરની આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તીની ઇડીએ શુક્રવારે પૂછપરછ કરી. બીજી તરફ બિહાર પોલીસે સુપ્રીમકોર્ટમાં કહ્યું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે રિયાએ સુશાંતની માનસિક બીમારીનું ખોટું ચિત્ર તૈયાર કર્યું હતું. તેની દાનત સુશાંતના પૈસા હડપી લેવાની હતી. નોંધનીય છે કે સુશાંતના પિતાએ રિયા વિરુદ્ધ પટણામાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ઇડીએ સુશાંતના બેન્ક એકાઉન્ટમાંથી 15 કરોડ રૂ.ની હેરફેર મામલે રિયા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. ઇડીએ સુશાંત સાથે ધંધાકીય લેવડ-દેવડ અંગે રિયાની પૂછપરછ કરી. રોકાણો, ધંધાકીય સોદા અને પ્રોફેશનલ કોન્ટેક્ટ્સ અંગે પણ સવાલ-જવાબ કરાયા. ખાર સ્થિત રિયાની એક પ્રોપર્ટી પણ તપાસના ઘેરામાં છે. દરમિયાન, કેન્દ્રએ પણ સુપ્રીમકોર્ટમાં અરજી કરીને જણાવ્યું છે કે રિયાનો કેસ બિહારથી મુંબઇ ટ્રાન્સફર કરવા મામલે કેન્દ્રને પણ પક્ષકાર બનાવાય. રિયાની બિઝનેસ મેનેજર શ્રૃતિ મોદી અને સુશાંતના ફ્રેન્ડ-રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીને પણ ઇડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર રિયાએ ઇડીને છેલ્લાં 4 વર્ષનો