Skip to main content

મહારાષ્ટ્રનાં 4500 ગામનાં 3.70 લાખ બાળકોનું રેડિયો શિક્ષણ, વિદ્યાર્થીઓ વિવિધ વિષયો પર લાઈવ ચર્ચા કરે છે

રેડિયો એક એવું માધ્યમ છે જેના મારફત તમે અત્યાર સુધી સમાચાર, સંગીત, અને ટોક શો સાંભળ્યા હશે પરંતુ હવે તેના મારફત અભ્યાસ પણ થઈ રહ્યો છે. લૉકડાઉનમાં બાળકો શાળાએ જઈ શકતાં ન હોવાથી પ્રથમ સંસ્થા અને આકાશવાણી નાગપુરે સાથે મળી મહારાષ્ટ્રના 17 જિલ્લામાં રેડિયો સ્કૂલ શરૂ કરી છે. જેના મારફતે 4500 ગામનાં 3.25 લાખથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. રેડિયો સ્કૂલ દરમિયાન 3 બાળકોને ઈન્ટરવ્યૂ માટે પસંદ કરવામાં આવે છે. જે વિષયના આધારે ચર્ચા કરે છે. રેડિયો પર બોલવાની તક મળવાથી બાળકોમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. વાલીઓના જુસ્સામાં પણ વધારો થશે. તેથી તેઓ પોતાનાં બાળકોને રેડિયો પર સાંભળવાની ઈચ્છા રાખશે. નાગપુરના ડિવિઝનલ કમિશનર ડો. સંજીવકુમારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ પહેલ કારગર સાબિત થઈ છે.

આ પહેલ શરૂ કરવા માટે એપ્રિલમાં 17 જિલ્લામાં સરવે હાથ ધર્યો હતો જેનો હેતુ કેટલા વાલીઓ પાસે મોબાઈલ કે રેડિયો છે તેના માટે સરપંચ, શિક્ષક, આંગણવાડી કાર્યકરો અને ગ્રામસેવકોની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ 3થી 6 વર્ષનાં બાળકોના અભ્યાસ માટે સિરિઝ બનાવવામાં આવી. બાદમાં મંગળવાર અને શુક્રવારને નાગપુર આકાશવાણી પરથી કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. ફીડબેક સારો મળતા આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે સિલેબસ તૈયાર કરી રેડિયો ક્લાસિસ શરૂ કરવામાં આવ્યા છે. બાળકો ફ્રિકવન્સી એમડબ્લ્યુ 512.8 અથવા ન્યૂઝ ઓન એર મારફત રેડિયો સ્કૂલ સાથે જોડાઈ શકે છે. આજે તેના મારફત 3.70 લાખથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. ડો. કુમાર અનુસાર, સિલેબસ મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ સંશોધન સંસ્થાની મદદથી તૈયાર કરવામાં આવે છે.

વોટ્સએપ મારફત વાલીઓને સિલેબસ મોકલવામાં આવે છે
વોટ્સએપ મારફત વાલીઓને સપ્તાહિક સિલેબસ મોકલવામાં આવે છે. જેને ધ્યાનમાં રાખી બાળકો અભ્યાસ કરે છે. રોજિંદા 3 બાળકો રેડિયો પર જોડાય છે. તેમની સાથે વાતચીતના સંશોધિત અંશ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવે છે. અમુક ગામ એવા છે કે, જ્યાં વાલીઓ પાસે ફોન નથી. તો ત્યાં ગ્રામ પંચાયતની બિલ્ડિંગ પર લાઉડ સ્પીકર લગાવી બાળકોને અભ્યાસની સિરિઝ સંભળાવવામાં આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રેડિયો સ્કૂલ દ્વારા અભ્યાસ કરી રહેલા બાળકો.


from Divya Bhaskar https://ift.tt/30MUjMG

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT