Skip to main content

કોરોના વાઈરસ સામે જીતવા ગુજરાત દિલ્હી મોડલ અપનાવે: PM મોદી

દેશમાં કોરોનાના 6 લાખ સક્રિય દર્દી તો 10 રાજ્યમાં જ છે. બધા ભેગા મળીને આ રાજ્યોમાં કોરોનાને હરાવીએ તો દેશ મહામારી સામે જીતી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 10 રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા દરમિયાન આ વાત કરી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મળેલી આ બેઠકમાં મોદીએ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રના મુખ્યમંત્રીઓ પાસેથી કોરોના અંગેની માહિતી મેળવી.

વડાપ્રધાને કહ્યું, આપણો અત્યાર સુધીનો અનુભવ કહે છે કે સંક્રમણને અટકાવવા કોન્ટેક્ટ ટ્રેસિંગ અને દેખરેખ કોરોના વિરુદ્ધ સૌથી અસરકારક હથિયાર છે. નિષ્ણાતો કહે છે કે આપણે શરૂના 72 કલાકમાં જ કોરોનાના કેસ શોધી કાઢીએ તો આ સંક્રમણ ઘણું ધીમું થઇ જાય છે. દિલ્હીએ આમ કરીને જ બાજી પલટી છે.

માગ: રાજ્યોએ કહ્યું- પેકેજ આપો, આરટી-પીસીઆર ટેસ્ટનો અડધો ખર્ચ કેન્દ્ર ભોગવે
તમિલનાડુના સીએમ કે. પલાનિસ્વામીએ કહ્યું કે આરટી-પીસીઆર ટેસ્ટનો અડધો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવે, વેન્ટિલેટર ખરીદવા પણ પૈસા આપે. તેમણે મહામારી સામે લડવા 9 હજાર કરોડ રૂ.ના વિશેષ પેકેજ સાથે કેન્દ્ર પાસેથી 15,321 કરોડ રૂ.ની માગ કરી. પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે કેન્દ્રએ રાજ્યોને તેમના આફત નિધિની 35 ટકા રકમ મહામારીમાં વાપરવા છૂટ આપી છે, જે પૂરતી નથી.

દિલ્હી એક માત્ર રાજ્ય કે જ્યાં એક મહિનામાં સક્રિય દર્દી અડધા થયા

રાજ્ય સક્રિય દર્દી 10 જુલાઈ પછી વધ્યાં કુલ ટેસ્ટ દર 100 ટેસ્ટમાં કેટલા દર્દી
આંધ્રપ્રદેશ 87,853 636.00% 25.34 લાખ 9.30%
બિહાર 28,130 608.90% 10.97 લાખ 7.50%
યુપી 47,878 334.30% 32.02 લાખ 3.90%
કર્ણાટક 79,916 319.70% 17.29 લાખ 10.50%
પ.બંગાળ 26,031 193.10% 11.32 લાખ 8.70%
તેલંગાણા 22,528 81.30% 6.24 લાખ 13.20%
મહારાષ્ટ્ર 1,48,042 54.30% 27.76 લાખ 18.90%
ગુજરાત 14,170 42.40% 10.17 લાખ 7.10%
તમિલનાડુ 53,099 14.90% 32.93 લાખ 9.20%
દિલ્હી 10,346 -51.10% 12.04 લાખ 12.10%

​​​​​​લક્ષ્ય: ટેસ્ટિંગ વધારવું, મૃત્યુદર નીચો લાવવો

વડાપ્રધાને કહ્યું કે ટેસ્ટિંગ વધીને દૈનિક 7 લાખના સ્તરે પહોંચી ચૂક્યું છે અને સતત વધી પણ રહ્યું છે. તેનાથી સંક્રમણ પકડી પાડવામાં અને રોકવામાં મદદ મળી રહી છે. આપણું લક્ષ્ય મૃત્યુદર 1 ટકાથી નીચે લાવવાનું હોવું જોઇએ

ફોકસ: બિહાર, ગુજરાત, યુપી ટેસ્ટિંગ વધારે
મોદીએ કહ્યું કે જે રાજ્યોમાં ટેસ્ટ ઓછાં થાય છે અને સંક્રમણનો દર ઊંચો છે ત્યાં ટેસ્ટિંગ વધારવાની જરૂર છે. બિહાર, ગુજરાત, યુપી, પ.બંગાળ અને તેલંગાણામાં તો ટેસ્ટિંગ વધ‌વું જ જોઇએ.

સફળતાનો મંત્ર: તબક્કાવાર નિર્ણયો લીધા
યુપી, હરિયાણાના કેટલાક જિલ્લા અને દિલ્હીમાં ચિંતાજનક સમય આવ્યો. મેં એક રિવ્યૂ મીટિંગ કરી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્ત્વમાં એક ટીમ બનાવી. ધાર્યાં પરિણામ મળ્યાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વડાપ્રધાન નરેન્દ્ર મોદી.


from Divya Bhaskar https://ift.tt/3gPqKzz

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT