Skip to main content

કનૈયાના આગમન પૂર્વે શુભ જ શુભઃ રાજસ્થાનમાં સ્થિતિ ઉકેલની દિશામાં;IPLની પિચ પર બાબા રામદેવ; કોરોના રસીનું કાઉન્ટડાઉન શરૂ

આજે 11 ઓગસ્ટ. વર્ષનો 224મો દિવસ. હિંદી પંચાંગ પ્રમાણે ભાદ્રપદ કૃષ્ણપક્ષ સપ્તમી. શ્રીકૃષ્ણ જન્મ દિવસની ઉજવણી સાથે જય કનૈયા લાલ કી ની ગૂંજ છવાયેલી રહેશે. આ આનંદ-ઉમંગના વાતાવરણ વચ્ચે અમે આપને માટે સારા સમાચાર લાવી રહ્યા છીએ. ચોતરફ શુભ જ શુભ છે......

દેશના કેટલાક ભાગોમાં આજે રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી શરૂ થશે. આ ઉપરાંત બુધવારે કોરોના સામેની વિશ્વમાં પહેલી રસી રશિયામાંથી આવી શકે છે. એટલે કે કોરોનાથી મુક્તિ મેળવવાના દિવસો હવે દૂર નથી. ચાર દિવસ બાદ આપણે સૌ ભારતની સ્વતંત્રતાના 74માં વર્ષની ઉજવણી કરશું. પણ આજનો આ દિવસ દાદર નગર હવેલી માટે ખાસ છે. આશરે 60 વર્ષ અગાઉ આજના દિવસે આ કેન્દ્ર શાસિત પ્રદેશ પોર્ટુગલથી સ્વતંત્ર બની ભારતનો ભાગ બન્યુ હતું.
તો ચાલો જોઈએ આજના સમાચાર.. સૌથી પહેલા સમાચાર કોંગ્રેસ માટે રાહત આપનારા છે. રાજસ્થાનમાં ધારાસભ્યોની વાડાબંધી તથા આરોપ-પ્રત્યારોપથી શરૂ થયેલુ રાજકીય સંકટ ઉકેલની દિશામાં આગળ વધતુ હોય તેમ લાગે છે.
રાહુલ-પ્રિયંકાને મળ્યા સચિન; સ્થિતિ સુધરશે પણ બ્રેક પછી....
રાજસ્થાનમાં 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યુ છે. આ અગાઉ રાજકીય ગતિવિધિએ ગતિ પકડી છે. કોંગ્રેસમાં બળવો કરનાર સચિન પાયલટ સોમવારે દિલ્હીમાં રાહુલ અને પ્રિયંકા ગાંધીને મળ્યા હતા. આશરે દોઢ કલાક સુધી બેઠક અંગે બંધ બારણેથી સારા સમાચાર એ આવ્યા કે કોંગ્રેસ સચિનના પુનરાગમનની ફોર્મ્યુલા શોધી રહી છે. હવે એ નક્કી છે કે અશોક ગેહલોતની ખુરશી સુરક્ષિત છે. સચિન કઈ શરતોને આધિન માનશે તે આવનારો સમય જ બતાવશે. આ સાથે પક્ષે સ્પષ્ટતા પણ કરી છે કે મુખ્યમંત્રી પદ માટે અત્યારે કોઈ જ વાતચીત નહીં થાય.
સુશાંત આત્મહત્યા કેસમાં મીડિયા ટ્રાયલથી રિયા ચક્રવર્તી ડરી ગઈ
સુશાંત સિંહ સુસાઈડ કેસમાં ED સમક્ષ હાજર થવાનો વારો હવે રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક તથા પિતા ઈન્દ્રજીતનો હતો. ED સમક્ષ રિયા છેલ્લા ચાર દિવસમાં બીજી વખત હાજર થઈ હતી. ત્યારબાદ સુશાંતના બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીને પણ હાજર થવા આદેશ મોકલવામાં આવ્યો. EDએ પ્રશ્ન કર્યો કે રિયા પાસે ખર્ચ કરવા નાણાં ક્યાંથી આવતા હતા. એટલે કે વાત ફરી-ફરીને ત્યાં જ આવી કે જ્યાં બે દિવસ અગાઉ હતી. સુશાંતના રુમ મેટ સિદ્ધાર્થ પિઠાની પણ ED કાર્યાલય પહોંચ્યા હતા. આ તમામ ઘટનાક્રમ ચાલી રહ્યા હતા ત્યારે સમાચાર આવ્યા કે રિયા ફરી સુપ્રીમ કોર્ટ પહોંચી છે. અરજીમાં તેનું કહેવુ હતુ કે કેસમાં મીડિયા ટ્રાયલ ચાલી રહ્યો છે. સુશાંતના મોત માટે મીડિયા રિયાને દોષિત માને છે.
હવે બાબા રામદેવ પણ ક્રિકેટની પિચ પર ઉતરશે
કોઈ મુશ્કેલીમાં હોય અને બાબા રામદેવ મદદ ન કરે તેવું કેવી રીતે બની શકે. હવે બાબા ક્રિકેટ બોર્ડના તારણહાર બનવાની તૈયારી કરી રહ્યા હોય તેવુ દેખાય છે. એવા સમાચાર આવી રહ્યા છે કે ચીન વિરોધી સેન્ટીમેન્ટને પગલે ક્રિકેટ બોર્ડે ચીનની સ્માર્ટફોન કંપની વીવો પાસેથી ટાઈટલ સ્પોન્સરશિપના સંબંધ તોડી નાંખ્યા છે. પણ હવે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ પણ IPL-2020ના સ્પોન્સરશિપ ટાઈટલ માટે બોલી લગાવવા માટે તૈયારી કરી રહી છે. અત્યારે બોર્ડ પાસે વધુ વિકલ્પ નથી. સમય પણ નથી. આગામી મહિને IPL શરૂ થવા જઈ રહી છે અને 6 ઓગસ્ટના રોજ વીવોની સ્પોન્સરશિપ રદ્દ થઈ છે.

વાત બિહારની જ્યાં પાસવાનના સૂર બદલાઈ રહ્યા છે
સૌ કોઈ સારી રીતે જાણે છે કે રામવિલાસ પાસવાન રાજકીય હવામાન અંગે આગાહી કરનાર એક એવા રાજકીય વૈજ્ઞાનિક છે કે જે પોતાના વલણને આધારે ભવિષ્યવાણી કરે છે. બિહાર વિધાનસભા ચૂંટણી અંગે રામવિલાસ પાસવાનના દિકરા ચિરાગ પાસવાને સૌને આશ્ચર્યમાં મુકી દે તેવુ એક નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીમાં તમામ 243 બેઠક પર એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છીએ. આ સાથે NDAના ઘટક પક્ષમાં ગતિરોધના સંકેત તરીકે આ નિવેદનને જોવામાં આવે છે. રાજકીય વિશ્લેષકોનું કહેવુ છે કે બેઠક વહેચણીમાં વધુ સંખ્યામાં બેઠકો મળે તે માટે શક્તિ અજમાવવા માટે પણ આ નિવેદન આપવામાં આવ્યુ છે. હવે બિહાર મોરચે પણ નજર રાખવી પડશે.કારણ કે પાસવાન કંઈ પણ કરી શકે છે.

મંગળવારનો દિવસ તમારા માટે કેટલો મંગળ રહેશે તે જાણીએ
એસ્ટ્રોલોજર ડો.અજય બામ્બીના મતે કર્ક, કન્યા, તુલા અને કુંભ રાશિવાળા લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આ ચાર રાશિવાળા લોકોના કેટલાક કાર્યો તો પૂરા થશે પણ કેટલાકમાં મુશ્કેલી પણ પડી શકે છે.

ટેરો કાર્ડ રીડર શીલા એમ.બજાજના મતે 12 પૈકી 8 રાશિઓ માટે દિવસ શુભફળ આપનારો હોઈ શકે છે. બીજી બાજુ 4 રાશિવાળાએ આજના દિવસે અંગત સંબંધો ન બગડે તેની કાળજી રાખવી. આજનો દિવસ વિરોધનું નિર્માણ કરનાર કે કારકિર્દીમાં તણાવની સ્થિતિ લાવી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Auspicious before Kanaya's arrival: In the direction of resolving the political situation in Rajasthan; Baba Ramdev on the IPL pitch; Corona vaccine countdown begins


from Divya Bhaskar https://ift.tt/2FdlKqz

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT