Skip to main content

Posts

Showing posts with the label TOP NEWS Divya Bhaskar

લગભગ 6 મહિનાથી બંધ માતા વૈષ્ણોદેવીનું ભવન આજથી ભક્તો માટે ખુલશે, દર્શન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે

કોરોના કાળમાં સામાન્ય ભક્તો માટે લગભગ 6 મહિનાથી બંધ માતા વૈષ્ણોદેવીનું મંદિર 16 ઓગસ્ટથી બધા જ ભક્તો માટે ખુલી રહ્યું છે. શરૂઆતના દિવસોમાં માત્ર 2 હજાર લોકો જ દર્શન કરી શકશે. કોરોના પહેલાં અહીં એક દિવસમાં 50-60 હજાર લોકો રોજ દર્શન કરતાં હતાં. વૈષ્ણોદેવી મંદિર જમ્મૂ-કાશ્મીરની ત્રિકુટા પહાડીઓ ઉપર સ્થિત છે. મંદિર લગભગ 5200 ફૂટ ઊંચાઇએ અને જમ્મૂથી 61 કિમી અને કટરાથી 13 કિમી દૂર છે. વૈષ્ણોદેવીની ત્રણ પિંડિઓમાં દેવી કાળી, દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીના સ્વરૂપમાં ગુફામાં વિરાજિત છે. યાત્રા શરૂ થયા બાદ પહેલાં સપ્તાહમાં 1900 ભક્ત જમ્મૂ-કાશ્મીરના અને 100 ભક્ત અન્ય રાજ્યોના રોજ દર્શન કરી શકશે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના સીઈઓ રમેશ કુમારના જણાવ્યાં પ્રમાણે યાત્રા રવિવાર, 16 ઓગસ્ટથી શરૂ થઇ જશે. દર્શન માટે ભક્તોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. બધા ભક્તો માટે ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવું જરૂરી રહેશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝેશનનું ધ્યાન રાખવું પડશે. યાત્રીઓનું થર્મલ સ્કેનિંગ પણ કરવામં આવશે. 10 વર્ષથી નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને દર્શન કરવ

રાજ્યમાં કુલ 77,663 પોઝિટિવ કેસમાંથી 60,537 દર્દી ડિસ્ચાર્જ અને 2767ના મોત, હાલમાં 14,395 કેસ એક્ટિવ

રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી કોવિડ-19ના ટેસ્ટ વધી રહ્યા છે. દરરોજ 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ સાથે અત્યારસુધીમાં કુલ 12,62,264 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાથી 77,663 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 60,537 દર્દી ડિસ્ચાર્જ થયા તેમજ 2767ના મોત નિપજ્યાં છે. હાલમાં 14395 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 વેન્ટિલેટર પર છે અને 14283 દર્દીની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1094 કેસ નોંધાયા છે અને 19 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 1015 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ 30 મેથી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ 30 મે 412 27 621 31 મે 438 31 689 1 જૂન 423 25 861 2 જૂન 415 29 1114 3 જૂન 485 30 318 4 જૂન 492 33 455 5 જૂન 510 35 344 6 જૂન 498 29 313 7 જૂન 480 30 319 8 જૂન 477 31 321 9 જૂન 470 33 409 10 જૂન 510 34 370 11 જૂન 513 38 366 12 જૂન 495

97 દિવસમાં શરૂઆતના 10 હજાર મોત થયા, બાકી 40 હજાર મોત 61 દિવસમાં થયા, આ ઝડપ રહેશે તો ડિસેમ્બર સુધીમાં 1.75 લાખથી વધુ મોત થવાની શક્યતા

શનિવારે દેશમાં સંક્રમણને કારણે મૃત્યુઆંક 50 હજારને પાર ગયો છે, આ ખૂબ જ ખરાબ સમાચાર છે. સ્થિતિ એ છે કે, છેલ્લા 10 દિવસમાં જ 10 હજાર લોકોના મોત થયા છે. આ ઝડપ સતત વધી રહી છે. દેશમાં કોરોનાથી મોત મૃત્યુ 11 માર્ચે થયું હતું. ત્યારપછી, 97 દિવસમાં મોતની સંખ્યા 10 હજારે પહોંચી ગઈ. આ પછી તો મોતની ઝડપ એટલી વધી ગઈ કે આગામી 40 દિવસની અંદર જ સંક્રમણથી થતા મોતનો આંકડો 10 હજારથી વધીને 50 હજાર થઈ ગયો હતો. ભારત સૌથી વધુ મોત થનારા દેશમાં હવે વિશ્વમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. વિશ્વમાં કોરોનાને કારણે અંદાજે 7 લાખ 63 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. આમાંથી, 6.5% લોકો ભારતના હતા. એટલે કે, કોરોનાથી દુનિયામાં પોતાનો જીવ ગુમાવનારા દર 100 દર્દીઓમાંથી 7 ભારતીય છે. ડિસેમ્બર સુધીમાં 1.74 લાખથી વધુ લોકોના મોત થવાની શક્યતા અત્યારે વિશ્વમાં રોજના સૌથી વધારે મોત અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં થાય છે. વિશ્વના કુલ મૃત્યુ પૈકી 18.83% અમેરિકાના, 16.93% બ્રાઝિલના અને 16.65% ભારતના છે. આ આંકડાનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે, જો આ જ રીતે મૃતકાંક વધતો રહેશે તો ડિસેમ્બર એટલે કે આ વર્ષના અંત સુધીમાં દેશમાં સંક્રમણને કારણે

રવિવારે મકર જાતકોની ગ્રહ સ્થિતિ તેમના જીવનમાં થોડાં પરિવર્તન લાવી રહી છે, લાભ થવાની સંભાવના છે

16 ઓગસ્ટ, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ. મેષઃ - પોઝિટિવઃ - પરિવારમાં પ્રોપર્ટી અથવા કોઇ અન્ય મુદ્દાને લઇને જે ગેરસમજ ચાલી રહી હતી તે આજે કોઇ મધ્યસ્થતાથી દૂર થશે. જેના કારણે પરિણામનું વાતાવરણ સારું રહેશે. નેગેટિવઃ - બહારના વ્યક્તિઓની સલાહ ઉપર અસર ન કરો પરંતુ ઘરના વડીલ અને અનુભવી વ્યક્તિઓની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. વ્યવસાયઃ - કાર્યક્ષેત્રમાં સારા પરિણામ મળવાની સંભાવના ઓછી છે. લવઃ - પતિ-પત્નીના સંબંધમાં પોઝિટિવ અને સહયોગાત્મક પૂર્ણ રહેશે. સ્વાસ્થ્યઃ - સિઝનલ બીમારી થઇ શકે છે. -------------------------------- વૃષભઃ - પોઝિટિવઃ - પિતા અથવા પિતા સમાન કોઇ વ્યક્તિનો સ્નેહ અને આશીર્વાદ તમારા ઉપર રહેશે. તેમની સલાહ તમારા માટે હિતકારી રહેશે. આર્થિક સ્થિતિઓ સારી રહેશે. નેગેટિવઃ - તમારો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતાને મજબૂત રાખવી જરૂરી છે. કોઇને કોઇ સમયે આળસના કારણે તમે થોડાં કાર્યોને નજરઅંદાજ કરી શકો છો. વ્યવસાયઃ - આજે થોડાં અંગત કાર્યોના કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં. લવઃ - ઘરની જરૂરિયાતો અને

ક્રિકેટ જગતના બે સિતારાની નિવૃત્તિ,લાલ કિલ્લા પરથી ચીન-પાકિસ્તાનને PMની ચેતવણી,વૈષ્ણો દેવી યાત્રાનો આજથી પ્રારંભ

ક્રિકેટ પ્રેમીઓના આશ્ચર્ય વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, એટલે કે હવે આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટમાં હેલિકોપ્ટર શોટ જોવા નહીં મળે. ધોનીએ શનિવારે સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે આપ સૌએ જે પ્રેમ અને સહકાર આપ્યો તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. આજે સાંજે 7:29 વાગ્યાથી મને નિવૃત્ત જ સમજશો. આ વીડિયોમાં તેના ક્રિકેટ જીવનકાળની કેટલીક વિશેષ ઝાંખી જોવા મળતી હતી. ધોની ટીમ ઇન્ડિયાનો અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. ધોનીના નૈતૃત્વમાં ભારતને T-20, વન-ડે વર્લ્ડ કપ તથા ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત મળી હતી. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તો સન્યાસ લેવાની જાહેરાત કરી છે પણ IPLમાં તે રમતો જોવા મળશે. ધોનીએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જે જાહેરાત કરી તેની ગણતરીની મિનિટોમાં જ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીનું રાષ્ટ્રને સંબોધન દેશમાં કોરોના મહામારીને લીધે અનેક મુશ્કેલી સર્જાયેલી છે પણ દેશની સ્વતંત્રતાના 74 વર્ષની ઉજવણી ઉત્સ

વિશ્વમાં 2.14 કરોડ દર્દીઓઃ મેક્સિકોના રાષ્ટ્રપતિએ કોરોના પીડિતો માટે 30 દિવસના શોક જાહેર કર્યો, ત્યાં પાંચ લાખથી વધુ લોકો સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 2 કરોડ 14 લાખ 92 હજાર 770 કેસ નોંધાયા છે. તેમાંથી 1 કરોડ 42 લાખ 45 હજાર 956 દર્દી સાજા થઈ ગયા છે. 7 લાખ 66 હજાર 119 લોકોના મોત થયા છે. આ આંકડા https://ift.tt/2VnYLis પ્રમાણે છે. યૂરોપીય દેશોમાં સંક્રમણ ફરી વધી રહ્યું છે. ફ્રાન્સમાં સતત ત્રીજા દિવસે 2500થી વધારે કેસ નોંધાયા છે. ઓસ્ટ્રેલિયામાં કોરોના બીજા તબક્કામાં હોય તેવું લાગી રહ્યું છે. અહીં એક દિવસમાં 330 કેસ નોંધાયા છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્દ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરે દેશમાં કોરોના પીડિતો માટે 30 દિવસનો શોક જાહેર કર્યો છે. 11 સપ્ટેમ્બર સુધી દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. દરરોજ અમુક સમય માટે મૌન પાળવામાં આવશે. તેમણે કહ્યું કે, સરકારે રોગચાળાથી પ્રભાવિત લોકો-પીડિતોનાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે આરોગ્ય કર્મચારીઓનો પણ આભાર માન્યો છે. મેક્સિકોમાં કોરોના સંક્રમણના પાંચ લાખથી વધુ કેસ નોંધાયા છે. 10 દેશઃ જ્યાં કોરોનાની અસર સૌથી વધારે છે દેશ કેટલા સંક્રમિત થયા કેટલા મોત કેટલા સાજા થયા અમેરિકા 54,98,654 1,72,055 28,78,551 બ્રાઝિલ 32,82,101 1,0

સુનિલ ગાવસ્કરનું માનવું છે કે, વર્લ્ડ કપ 1 વર્ષ માટે સ્થગિત થતા ધોનીએ નિવૃત્તિ લીધી, લાંબા સમયથી તે વર્લ્ડ કપ અંગે અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યો હતો

ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરનું માનવું છે કે, T-20 વર્લ્ડ કપ એક વર્ષ માટે સ્થગિત થયો તેણે મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ગાવસ્કરે ઇન્ડિયા ટુડેને કહ્યું કે- મને લાગે છે કે, "ધોની IPLમાં પોતે કેવું પ્રદર્શન કરે છે તે જોવા માગતો હતો." જૂના શેડયૂલ પ્રમાણે IPL માર્ચ-એપ્રિલમાં થવાની હતી, જ્યારે 2020નો T-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં થવાનો હતો. જોકે કોરોનાવાયરસના લીધે વર્લ્ડ કપ 1 વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યો છે. ગાવસ્કરે વધુ ઉમેરતા કહ્યું કે, "IPL ટૂર્નામેન્ટ માર્ચ-એપ્રિલમાં થઈ ન હતી. તે પછી ધોનીએ રાહ જોઈ હશે કે T-20 વર્લ્ડ કપ શેડયૂલ મુજબ ઓક્ટોબર-નવેમ્બરમાં થાય છે કે નહિ. જ્યારે તેને ખબર પડી કે વર્લ્ડ કપ એક વર્ષ માટે સ્થગિત થયો, ત્યારે તેણે વિચાર્યું હશે કે હવે કોઈ મતલબ નથી અને નિવૃત્તિ જાહેર કરી હશે." ધોનીએ ભારત માટે 90 ટેસ્ટમાં 38ની એવરેજથી 4876 રન, 350 વનડેમાં 10,773 રન અને 98 T-20માં 1282 રન કર્યા છે. તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ 538 મેચમાં 17,266 રન કર્યા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News

કોરોના સંકટ વચ્ચે આઝાદીની ઉજવણી, થોડીવારમાં વડાપ્રધાન મોદી ધ્વજ ફરકાવશે

કોરોના કાળમાં દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવશે અને દેશને સંબોધશે. પીએમ મોદી લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. અહીંયા મહામારીથી બચવા માટે ઘણી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે લાલ કિલ્લા પર કાર્યક્રમમાં શાળાના બાળકોની જગ્યાએ 1500 એવા લોકો ભાગ લેશે, જેમણે કોરોનાને હરાવ્યો છે. બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસટન્સીંગનું ખાસ પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યું છે. મોદી‘બે ગજના અંતર’ની વાત કહેતા રહે છે, જેથી બે સીટ વચ્ચે ઓછામાં ઓછા 6 ફુટનું અંતર રાખવામાં આવ્યું છે. સુરક્ષાકર્મી PPE કીટ પહેરીને તહેનાત રહેશે. લાઈન ન લાગે, એટલા માટે મેટલ ડિટેક્ટર ડોર લગાડવામાં આવ્યા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Independence Day 2020 News Flag Hosting Live Updates; PM Narendra Modi Speech Red For from Divya Bhaskar https://ift.tt/3aodf7y via

1947માં 10 ગ્રામ સોનાની કિંમત 89 રુ.થી ય ઓછી હતી, આજે એટલાંમાં 2 લીટર દૂધ પણ નથી આવતું

મારી પાસે 27 પૈસા છે તો હું એનું શું કરું? તમે કહેશો કે ભાઈ એ તો વર્ષો પહેલાં બંધ થઈ ગયા છે. તમે સાચું જ કહી રહ્યા છો. એ પૈસાનું આજે ભલે કોઈ મૂલ્ય ન હોય પણ સ્વાતંત્ર્ય દિને, એટલે કે 15 ઓગસ્ટ 1947ના દિવસે આટલાં પૈસામાં 1 લીટર પેટ્રોલ ખરીદી શકાતું હતું. આજે જેટલાં રૂપિયામાં 1 લીટર પેટ્રોલ મળે છે એટલી રકમમાં એ વખતે 10 ગ્રામ સોનુ ખરીદી શકાતું હતું. આજના પેટ્રોલના એક લીટરના ભાવમાં તો એ જમાનામાં દિલ્હીથી મુંબઈ ટ્રેન દ્વારા ચાર વખત યાત્રા થઈ શકતી હતી. આજે આપ એક દિવસમાં 249 રુ. કે એથી વધુ રકમ ખર્ચી નાંખો છો, પણ એ જમાનામાં સરેરાશ નાગરિકની એ વાર્ષિક આવક હતી. છેલ્લાં 73 વર્ષમાં દેશમાં અનેક ક્ષેત્રે પરિવર્તન આવ્યું છે. આઝાદીના સમયે દેશમાં શું સ્થિતિ હતી અને આજે શું છે? આ રહ્યો તેનો વિગતવાર જવાબ... 1. છેલ્લાં 73 વર્ષમાં કેટલી વધી દેશની વસ્તી? 1947માં જ્યારે આપણને અંગ્રેજો પાસેથી આઝાદી મળી ત્યારે દેશની વસ્તી હતી ફક્ત 34 કરોડ. આઝાદી પછી 1951માં પહેલી વાર વસ્તી ગણતરી થઈ હતી. એ વખતે દેશની વસ્તી 34થી વધીને 36 કરોડ નોંધાઈ હતી. આઝાદી વખતે ભારતનો સાક્ષરતા દર ફક્ત 12 ટકા હતો, એ પણ 1951 સુધીમાં વધીને 18

જુઓ સ્વતંત્રતાની કહાની 74 તસ્વીરોમાં, દેશ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર થયો, પણ લાલ કિલ્લા પર પ્રથમ વખત 16 ઓગસ્ટના રોજ તિરંગો ફરકાવાયો

આજે સ્વતંત્રતા દિવસ છે. 15 ઓગસ્ટ છે. આજે એક એવો દિવસ છે જેના માટે દરેક ભારતીય ગર્વ અનુભવે છે. આ વખતે સમગ્ર દેશમાં 74મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે જ વર્ષ 1947માં ભારતે અંગ્રેજો પાસેથી સ્વતંત્રતા મેળવી હતી. પણ આ સ્વતંત્રતા કેવી રીતે મળી હતી, કેટલા દેશભક્તોએ તેમનું જીવન કુરબાન કર્યું હતું, કેટલા શહીદો હસતે મો ફાંસીના માંચડે ચડ્યા હતા, કેટલા લોકોએ બંદુકની ગોળીઓ ખાધી હતી. આવા અગણિત શહીદ વીર સપૂત, દેશભક્તોએ આઝાદી અપાવવા માટે લડાઈ લડ્યા હતા. આજે એ ઘડી આવી ગઈ છે કે તે મહાન લોકોને આપણે યાદ કરીએ, તેમને નમન કરીએ. આ માટે આ સ્વતંત્રતા દિવસ નિમિતે અમે તમારા માટે રજૂ કરી છે એવી 74 યાદગાર તસ્વીરો કે જેના મારફતે તમે સ્વતંત્રતાને લગતા અનેક ઘટનાક્રમોને જાણી શકશો, સમજી શકશો અને એ મહાન વીરોને નમન પણ કરી શકશો..... 24 ઓગસ્ટ 1608ના દિવસે કારોબાર કરવાના ઉદ્દેશથી અંગ્રેજોએ ભારતના સુરત બંદર (Port) પર પગ મુક્યો. અને ધીમે ધીમે અહીં વસવાટ કરતા ગયા. આપણને ગુમાલ બનાવી તેમના તમામ કામો કરાવતા ગયા. આ તસ્વીરમાં એક અંગ્રેજ ભારતીય નાગરિક પાસે તેના નખ કપાવી રહ્યો છે. આ તસ્વીર 1857ના વિપ્લવ અગા