સંજય દત્ત ફેફસાંના કેન્સરના જીવલેણ સ્ટેજ સામે ઝઝૂમી રહ્યો છે, 39 વર્ષ પહેલા માતા નરગિસ તથા 24 વર્ષ પહેલાં પત્ની ઋચાનો જીવ પણ કેન્સરે જ લીધો હતો
61 વર્ષીય સંજય દત્તને લંગ કેન્સર છે અને તે પણ થર્ડ સ્ટેજનું. આ સ્ટેજને જીવલેણ માનવામાં આવે છે. જોકે, દત્ત પરિવાર માટે કેન્સર નવી બાબત નથી. 39 વર્ષ પહેલાં સંજય દત્તની માતા નરગિસનું પણ કેન્સરને કારણે જ મોત થયું હતું. 1981માં નરગિસનું મોત પૅન્ક્રિઍટિક કેન્સરને કારણે થયું હતું. તે સમયે સંજય દત્તની ઉંમર માત્ર 22 વર્ષની હતી.
નરગિસે 10 મહિના કેન્સર સામેનો જંગ લડ્યો હતો
2 ઓગસ્ટ, 1980ના રોજ નરગિસ રાજ્યસભાના સેશન દરમિયાન બીમાર થઈ ગયા હતા. શરૂઆતમાં તેમને કમળો હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ મુંબઈ આવીને બ્રીચકેન્ડી હોસ્પિટલમાં એડમિટ થયા હતા પરંતુ 15 દિવસ સુધી તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં અને વજન પણ ઝડપથી ઘટતું જતું હતું. તપાસ બાદ સામે આવ્યું કે તેમને પૅન્ક્રિઍટિક (સ્વાદપિંડું)નું કેન્સર છે. નરગિસની સારવાર ન્યૂ યોર્કમાં કરવામાં આવી હતી. જોકે, ભારત પરત ફર્યા બાદ પણ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો. 2 મે, 1981ના રોજ તેઓ કોમામાં જતાં રહ્યાં હતાં. બીજા જ દિવસે તેમનું મોત થયું હતું.
દીકરા માટે પત્ર લખ્યો હતો
કેન્સર હોવાની જાણ થતાં નરગિસ દીકરા સંજય માટે ચિંતિત થઈ ગયા હતા. સારવાર માટે જ્યારે તેઓ અમેરિકા ગયા ત્યારે તેમણે સુનીલ દત્તને પત્ર લખીને સંજય માટે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું, આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે સંજય બીજીવાર ખરાબ આદતોમાં ના ફસાય. 3 મે, 1981ના રોજ તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ કેન્સર પેશન્ટ નરગિસની યાદમાં 1982માં નરગિસ દત્ત મેમોરિયલ કેન્સર ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું.
પહેલી પત્નીનું મોત પણ કેન્સરને કારણે
સંજય દત્તની પહેલી પત્ની તથા દીકરી ત્રિશાલાની માતા ઋચા શર્માનું મોત પણ કેન્સરને કારણે થયું હતું. ઋચાને બ્રેન ટ્યૂમર હતું. સંજયે 1987માં લગ્ન કર્યાં હતાં. બે વર્ષની અંદર કેન્સર હોવાની જાણ થઈ હતી. ઋચાએ ન્યૂ યોર્કમાં સારવાર કરાવી હતી. 1996માં ઋચાનું ન્યૂ યોર્કમાં મોત થયું હતું. તો સંજય દત્ત 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં જેલ ગયો હતો.
સંજય દત્તે બે મહિના પહેલાં જ માતાને યાદ કરીને વીડિયો શૅર કર્યો હતો
સંજય દત્તે માતા નરગિસની 91મી જન્મજયંતી પર ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં નરગિસના જીવનના મહત્ત્વની વાતો વણી લેવામાં આવી હતી. આ વીડિયો પોસ્ટ કરીને સંજયે કહ્યું હતું, હેપ્પી બર્થડે મા, મિસ યુ.
View this post on InstagramA post shared by Sanjay Dutt (@duttsanjay) on May 31, 2020 at 11:44pm PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3kE3AhG
Comments