રિયાએ પરિવાર સાથે ફાર્મહાઉસ પર પૂજા કરી હતી, સુશાંતે દર મહિનાના આશરે 3 લાખ રૂપિયાના હિસાબે ઓગસ્ટ સુધીનું ભાડું એડવાન્સમાં આપ્યું હતું
સુશાંત સિંહ રાજપૂતના લોનાવલાના ફાર્મહાઉસના મેનેજર રાહુલના મત પ્રમાણે, રિયા ચક્રવતી અને તેના પરિવારે ગત વર્ષે પાવના લેક પાસે આવેલા ફાર્મહાઉસમાં પૂજા કરી હતી. રાહુલે એક ન્યૂઝ ચેનલની વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, લોનાવલામાં આવેલું આ ફાર્મહાઉસ સુશાંતે ભાડેથી લીધું હતું. તેના માટે સુશાંત દર મહિને આશરે 2.50થી 3 લાખ રૂપિયા ચૂકવતો હતો. સુશાંત ઓગસ્ટ મહિના સુધીનું ભાડું એડવાન્સમાં આપી ચૂક્યો હતો.
મુંબઈથી 95 કિલોમીટર દૂર આવેલું છે હેન્ગઆઉટ વિલા
ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર, હેન્ગઆઉટ વિલા નામનું આ ફાર્મહાઉસ મુંબઈથી આશરે 95 કિલોમીટર દૂર આવેલું છે. ફાર્મહાઉસ સુધીનો રસ્તો એટલો સારો નથી, પરંતુ સુશાંત જ્યારે પણ અપસેટ અથવા કોઈ મુશ્કેલીમાં હોય તો ફાર્મઆઉસ આવી જતો હતો.
રાહુલે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તે 2 વર્ષથી સુશાંત સાથે કામ કરે છે અને તેને ક્યારે પણ સુશાંતને ડિપ્રેશન કે મુશ્કેલીમાં નથી જોયો. સુશાંત જ્યારે પણ ફાર્મહાઉસ આવતો તે હંમેશા હસતો રહેતો અને એન્જોય કરતો હતો. રાહુલના જણાવ્યા પ્રમાણે સુશાંત મહિનામાં 3થી 4 વખત હેન્ગઆઉટ વિલા આવતો હતો. ક્યારેક તે અઠવાડિયાંમાં 2થી 3 વાર પણ આવતો હતો.
ફાર્મહાઉસ પર સુશાંત શું કરતો હતો?
રાહુલના મત પ્રમાણે, સુશાંત ફાર્મહાઉસ જઈને બોટિંગ કરતો હતો. ક્યારેક તે સવારે આવતો અને સાંજે મુંબઈ પરત ફરતો હતો તો ક્યારે રાતે આવતો અને ડિનર ફાર્મહાઉસ પર લેતો હતો. સુશાંતને પ્લાન્ટેશન અને ખેતીનો ઘણો શોખ હતો. ક્યારેક રિયા ચક્રવતી પણ તેની સાથે ફાર્મહાઉસ આવતી હતી.
#Exclusive | TIMES NOW speaks to locals & manager of a farmhouse in Lonavla which was rented by Sushant.
— TIMES NOW (@TimesNow) August 3, 2020
Sushant used to visit the farmhouse frequently. I was removed from the job by Sushant’s new team & later reassigned: Manager.
Report: Siddhant. | #SushantJusticeCampaign pic.twitter.com/ADLKseaXpK
ગત વર્ષે રિયાનો બર્થ ડે આ જ ફાર્મહાઉસ પર ઉજવાયો હતો
રાહુલ જણાવે છે કે, ગત વર્ષે રિયાનો બર્થ ડે આ જ ફાર્મહાઉસ પર ઉજવાયો હતો. તે વખતે તેના માતાપિતા અને ભાઈ (શોવિક) પણ હાજર હતો. રિયાના કેટલાક મિત્રો પણ પાર્ટીમાં આવ્યા હતા. તે દરમિયાન ફાર્મહાઉસમાં તેમણે ભગવાનની મૂર્તિની સ્થાપના કરી હતી અને આખા ચક્રવતી પરિવારે પૂજા પણ કરી હતી.
ગત વર્ષે જ્યારે જૂના કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી, ત્યારે રાહુલ પણ તેમાં સામેલ હતો. જોકે, બીજા દિવસે તેને પરત બોલાવ્યો હતો. તેને હટાવવામાં સિદ્ધાર્થ પીઠાણી પણ સામેલ હતો.
રિયાની પૂજાની વાત અગાઉ પણ સામે આવી હતી
થોડાક દિવસો અગાઉ સુશાંતના બેંક સ્ટેટમેન્ટની કૉપી સામે આવી હતી. તેમાં સ્પષ્ટ થયું હતું કે, રિયાએ ગત વર્ષે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સુશાંતના અકાઉન્ટમંથી 5 વાર પૂજા અને પૂજારીને દક્ષિણાના નામે પૈસા ઉપાડ્યા હતા. સુશાંતના પરિવારે આરોપ લગાવ્યો હતો કે, રિયાએ આ પૈસાનો ઉપયોગ સુશાંત વિરુદ્ધ બ્લેક મેજિક (મેલી વિદ્યા) માટે કર્યો હતો. આ અગાઉ પણ સુશાંતની બહેન મીતુ એક નોકરના હવાલે આ દાવો કરી ચૂકી છે કે, રિયા સુશાંત પર બ્લેક મેજિક કરતી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XuAsj9
Comments