પોલીસે વધુ એક સાઇકાયટ્રિસ્ટનું નિવેદન લીધું, ડોક્ટરે કહ્યું- એક્ટર ટ્રીટમેન્ટથી સંતુષ્ટ નહોતો અને સારવાર અધવચ્ચે છોડી દીધી હતી
સુશાંત સિંહ રાજપૂતના અવસાનને એક મહિના કરતાં પણ વધુ સમય પસાર થઈ ગયો છે પરંતુ પોલીસ તપાસમાં હજી સુધી એ વાત સામે આવી નથી કે આખરે એક્ટરે આત્મહત્યા શા માટે કરી હતી. પોલીસે હાલમાં જ સુશાંતના અન્ય એક સાઇકાયટ્રિસ્ટ ડૉક્ટરનું નિવેદન લીધું હતું. ડૉક્ટરના મતે, સુશાંતે વર્ષ 2018માં નવેમ્બર મહિનાથી કાઉન્સિલિંગની શરૂઆત કરી હતી.
ડૉક્ટરે પોલીસને શું કહ્યું?
સાઇકાયટ્રિસ્ટ પરવીન દરાઈચે પોલીસને આપેલા નિવેદન પ્રમાણે, સુશાંત તેમની પાસે વર્ષ 2018માં નવેમ્બર મહિનામાં આવ્યો હતો અને કાઉન્સિલિંગ લેતો હતો. જોકે, આ દરમિયાન તે ડૉક્ટરની સારવારથી સંતુષ્ટ થયો નહીં અને તેણે ડૉ. પરવીન સાથે સારવારને લઈ દલીલો કરી હતી અને ટ્રીટમેન્ટ અધવચ્ચે છોડી દીધી હતી.
પોલીસે ડૉ. પરવીનને સુશાંતના કાઉન્સલિંગ સેશન, મુશ્કેલીઓ, દવાના ડોઝ તથા દલીલોને લઈ વિગતે પૂછપરછ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પોલીસે સાઇકાયટ્રિસ્ટ ડૉ. કેરસી ચાવડા તથા ડો. પિંગલેની પણ પૂછપરછ કરી હતી. આ બંને ડૉક્ટર્સ પાસે સુશાંતે કાઉન્સિલિંગ કરાવ્યું હતું.
સુશાંતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી
સુશાંતે 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. માનવામાં આવે છે કે સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને સારવાર કરાવતો હતો. જોકે, સુશાંત શા માટે ડિપ્રેશનમાં હતો, તે કારણ હજી સુધી સામે આવ્યું નથી.
પોલીસે 36થી વધુ લોકોના સ્ટેટમેન્ટ લીધા
મુંબઈ પોલીસ પહેલાં જ દિવસથી આ કેસની તપાસ કરી રહી છે. અત્યાર સુધી પોલીસે સુશાંતના કૂક નીરજસિંહ, નોકર કેશવ બચ્ચન, મેનેજર દિપેશ સાવંત, ક્રિએટિવ મેનેજર સિદ્ધાર્થ રામનાથમૂર્તિ પિઠાની, બહેનો નીતુ અને મીતુ સિંહ, પિતા કે.કે. સિંહ, ટેલિવિઝન અભિનેતા મહેશ શેટ્ટી, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા, બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી, પીઆર મેનેજર અંકિતા તેહલાની, અભિનેત્રી રિયા ચક્રવર્તી, ફિલ્મેકર સંજય લીલા ભણસાલી અને યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા તથા કર્મચારીઓ સહિત 36 જણનાં નિવેદન હમણાં સુધી નોંધ્યાં છે. શેખર કપૂરે પોતાનું નિવેદન ઈમેલથી મોકલાવ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WGsjYv
Comments