કોરિયોગ્રાફર સરોજ ખાનનું 71 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન, કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
બોલિવૂડ કોરિયોગ્રાફર સરોજ ખાનનું 71 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટને કારણે સરોજ ખાનનું મૃત્યુ બાંદ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે 1:52 વાગ્યે થયું. સરોજ ખાન 17 જૂનથી હોસ્પિટલમાં એડમિટ હતા. શ્વાસ લેવામાં તકલીફ પડતા સરોજ ખાનને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાન ડાયાબિટીઝ અને તેની સંબંધિત બીમારીથી પીડિત હતા.
સરોજ ખાને તેમના ચાર દશક જેટલા કરિયરમાં 2000થી વધુ સોન્ગ કોરિયોગ્રાફ કર્યા હતા. ત્રણ વર્ષની ઉંમરે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ શરૂ કરનાર સરોજ ખાનને 1974માં ગીતા મેરા નામથી એક સ્વતંત્ર કોરિયોગ્રાફર તરીકે પહેલો બ્રેક મળ્યો. ત્રણ વખત નેશનલ અવોર્ડ જીતનાર સરોજ ખાને છેલ્લે 2019માં રિલીઝ થયેલ ફિલ્મ કલંકમાં માધુરી દીક્ષિતને તબાહ હો ગયે સોન્ગ માટે ડાન્સ શીખવ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38yWsOl
Comments