બોલિવૂડ એક્ટર અલી ફઝલની માતાનું મૃત્યુ બુધવારે સવારે થયું હતું. લખનઉ રહેતી માતાની તબિયત અચાનક ખરાબ થઇ ગઈ હતી અને તેમણે દુનિયાને અલવિદા કહ્યું. દુઃખની આ ઘડીમાં તેના માટે સહાનુભૂતિ વ્યક્ત કરનાર લોકોનો અલી ફઝલે આભાર માન્યો છે.
અલી ફઝલના પ્રવક્તાએ આ વાતની જાણ કરી હતી. તેણે સ્ટેટમેન્ટ શેર કરી જણાવ્યું કે, જણાવતા ઘણું દુઃખ થાય છે કે અલી ફઝલના માતાનું 17 જૂને સવારે લખનઉમાં અચાનક તબિયત લથડી જતા મૃત્યુ થયું છે. તેમનું નિધન અચાનક થયું અને અમે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. આ કઠિન પરિસ્થિતિમાં પ્રેમ અને સપોર્ટ આપવા બદલ અલી તેના ફેન્સનો આભારી છે. તે તેના ફેન્સ અને પ્રેસને આ સમયે પ્રાઇવસી આપવા માટે વિનંતી કરે છે.
અલી ફઝલ થ્રી ઈડિયટ્સ, ફુકરે, બાત બન ગઈ, બોબી જાસૂસ, ખામોશિયાં, હેપ્પી ભાગ જાયેગી અને પ્રસ્થાનમ જેવી ફિલ્મ્સમાં દેખાયો હતો. આ સિવાય તેણે હોલિવૂડ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. એમેઝોન પ્રાઈમની ઓરિજિનલ વેબ સિરીઝ મિર્ઝાપુરનું તેનું ગુડ્ડુ પંડિતનું કેરેક્ટર ઘણું ફેમસ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YboBqX
Comments