Skip to main content

Posts

Showing posts with the label international Divya Bhaskar

પુટિન વિરુદ્ધ લોકો માર્ગો પર ઊતર્યાઃ ગવર્નર સર્ગેઈ ફર્ગલની ધરપકડ, રાષ્ટ્રપતિ પર ફસાવવાનો આરોપ

રશિયાના ખાબરોવસ્ક ક્રાઈ પ્રાંતમાં લોકોએ શનિવારે ગવર્નર સર્ગેઈ ફર્ગલની ધરપકડ વિરુદ્ધ રેલી યોજી હતી. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે તેમાં આશરે 50 હજાર લોકો જોડાયા હતા. દેખાવકારોએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. પુટિન સરકારે હત્યાઓ મામલે ફર્ગલની ધરપકડનો આદેશ આપ્યો હતો. ખાબરોવસ્ક ક્રાઈમાં 10 દિવસથી ફર્ગલના સમર્થનમાં દેખાવ થઇ રહ્યા છે. ગત શનિવારે રેલીમાં આશરે 35 હજાર લોકો ઉમટ્યા હતા. દેખાવકારો કહે છે કે પુટિનની યુનાઈટેડ રશિયા પાર્ટી ક્ષેત્રીય જનપ્રતિનિધિઓને દબાવવા માગે છે. આ પાર્ટી ચૂંટણીમાં મળેલા પરાજયનો બદલો લઈ રહી છે. અમે જેમને ચૂંટ્યા, તેમના પર ગર્વ છે. દેખાવમાં સામેલ પેસિફિક નેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર ઈલડુસ યરુલીને કહ્યું કે તેમણે બે વર્ષ અગાઉ આશંકા વ્યક્ત કરી દીધી હતી કે પુટિન તંત્ર ફર્ગલને વધુ સમય સુધી ખુરશી પર ટકવા નહીં દે. હવે આ અનુમાન સાચું સાબિત થવા લાગ્યું છે. આરોપ: તપાસ સમિતિએ કહ્યું -ફર્ગલ પર હત્યાઓની શંકા રશિયાની તપાસ સમિતિનો આરોપ છે કે ફર્ગલે 2004-05માં કમ સે કમ બે વ્યવસાયીઓની હત્યા કરાવી હતી. ત્યારે ફર્ગલ સક્રિય રાજકારણમાં નહોતા. પોલીસે બે અઠવાડ

માસ્ક ન પહેરવાની જીદ, 18 રાજ્ય રેડ ઝોનમાં, 1 મહિનામાં 11મી વખત રેકોર્ડબ્રેક દર્દી નોંધાયા

અમેરિકામાં કોરોના પર નિયંત્રણ મુશ્કેલ થતું જઇ રહ્યું છે. અહીં છેલ્લા 1 મહિનામાં 11મી વખત દર્દીઓની દૈનિક સંખ્યાનો રેકોર્ડ તૂટ્યો છે. 24 કલાકમાં 75,600 દર્દી મળ્યા છે, જે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અન્ય બે દેશ- બ્રાઝિલ અને ભારતના કુલ નવા દર્દીઓથી પણ વધુ છે. બ્રાઝિલમાં 24 કલાકમાં 33,359 અને ભારતમાં 34,820 નવા દર્દી આવ્યા છે. સ્થિતિ બગડતાં સ્વાસ્થ્ય વિભાગે કેલિફોર્નિયા, ફ્લોરિડા, ટેક્સાસ સહિત 18 રાજ્યને રેડ ઝોન જાહેર કરી દીધાં છે. અહીં રેડ ઝોનનો અર્થ છે- દર 1 લાખ લોકો દીઠ રોજના ઓછામાં ઓછા 100 નવા દર્દી. આ અંગે વ્હાઇટ હાઉસે ગયા અઠવાડિયે તૈયાર કરેલા એક રિપોર્ટ પ્રમાણે, ઘણાં રાજ્યોએ લૉકડાઉનનું ચુસ્ત પાલન ન કર્યું, લોકો માસ્ક પણ નથી પહેરતા તેથી કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ રાજ્યોએ કોરોના પર નિયંત્રણના નિયમોનું કડક પાલન કરવું જોઇએ. અમેરિકામાં અત્યાર સુધી 37,71,101 દર્દી મળ્યા છે અને 1,42,080 મોત થયાં છે.ટ્રમ્પે કહ્યું કે, માસ્ક પહેરવાનો આદેશ નહીં આપું- અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ લોકોને કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવાનો આદેશ નહીં આપે. લોકોને આઝાદી મળવી જોઇએ. બીજ

ચીન પર ટ્રમ્પ નરમ, કહ્યું, ભારત, ચીન બંને સાથે પ્રેમ, શાંતિ માટે પૂરતા પ્રયાસ કરીશ 

છેલ્લા કેટલાક દિવસથી ચીન બાબતે આક્રમક દેખાઈ રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઠંડા પડ્યા છે. ભારત-ચીન તણાવ સાથે જોડાયેલા સવાલના જવાબમાં વ્હાઈટ હાઉસમાં પ્રેસ સચિવ કાયલે મેકનીએ મીડિયાને કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત અને ચીનના લોકોને પ્રેમ કરે છે. બંને દેશ વચ્ચે શાંતિની સ્થાપના માટે તેઓ દરેક શક્ય પ્રયાસ કરવા તૈયાર છે. આ કોઈ પ્રથમ ઘટના નથી જ્યારે ચીન અંગે કડક વલણ ધરાવતા ટ્રમ્પે પલટી મારી હોય. ટ્રેડ ડીલ અંગે ચીન પર દબાણ બનાવવાની આ ટ્રમ્પની સમજી-વિચારેલી રણનીતિ છે. ડીલથી પહેલાં યુદ્ધ જેવું વાતાવરણ બનાવે છે, પછી ઠંડા પડી જાય છે. 2019માં પણ આમ જ થયું હતું. તાજેતરમાં જ ચીનના અધિકારીઓના વિઝા પર પ્રતિબંધ મૂક્યો, કંપનીઓ પર સખત બન્યા. જેને ડીલના બીજા તબક્કા સાથે જોડીને જોવામાં આવે છે. યુ ટર્ન : આ બે ઉદાહરણોથી સમજો કેવી રીતે વેપારી ફાયદા માટે ચીન પર કડક થયા પછી અમેરિકાએ કરી પીછેહઠ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર મે-2019માં ચીન સાથે પ્રથમ ટ્રેડ ડીલની અંતિમ તબક્કાની વાટાઘાટો થવાની હતી, એ સમયે ઉઈગરો પર અત્યાચારોનો મુદ્દો ઉઠ્યો નહીં. ટ્રમ્પ તંત્રએ દલીલ આપી કે આમ કરવાથી મોટી ડીલ થઈ

વિઝા રોકવાને લીધે અમેરિકા પાછા ન ફરી શકનારા ભારતીયોનાં બાળકો પૂછી રહ્યાં છે કે શું કોઈએ અમારાં ઘર ચોરી લીધાં છે 

અમેરિકામાં કોલંબિયાની એક જિલ્લા કોર્ટે અપ્રવાસી લોકોના વિઝા ફ્રીઝ કરવા મામલે ટ્રમ્પ સરકારને નોટિસ મોકલાવી જવાબ માગ્યો હતો. ખરેખર આ મામલે 174 ભારતીયોએ ટ્રમ્પ સરકાર સામે કેસ કર્યો હતો. ટ્રમ્પ સરકારે ગત મહિને એચ-1બી અને એલ શ્રેણીના રોજગાર વિઝા માટે નવી અરજીઓ પર વર્ષના અંત સુધી પ્રતિબંધ મૂકી દીધો હતો. તંત્રએ એમના પર પણ બેન મૂકી દીધું હતું જેમની પાસે વિઝા છે પણ તે અમેરિકાથી બહાર છે અને તેમને વિઝા વધારવા છે. તેનાથી અનેક ભારતીય પરિવાર અનિશ્ચિતતાના સંકટ વચ્ચે ઘેરાઈ ગયા છે. મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ પરવેઝ શેખ(33) માર્ચમાં બેંગ્લુરુ પાછો ફર્યા હતા. વિઝા ન વધતાં તે બાળકો સાથે બેંગ્લુરુમાં જ ફસાઈ ગયા. તે કહે છે કે મારાં બાળકો મને સવાલ કરે છે કે શું કોઇએ આપણું ઘર ચોરી લીધું છે. ક્યારેક ક્યારેક તે પોતાના પસંદગીનાં રમકડાં કે પોતાનાં પસંદગીનાં પુસ્તકો શોધવાનું શરૂ કરી દે છે. ત્યારે મારી પાસે કોઈ જવાબ હોતો નથી. મારાં બાળકોનો જન્મ અમેરિકામાં થયો હતો. તે અમેરિકા ઉપરાંત બીજા કોઈ ઘરને નથી ઓળખતાં. આજે તેમની માતા અમેરિકામાં છે. કોરોના અને લૉકડાઉનને લીધે તે પણ ભારત આવી શકતી નથી. તે હાર્ડવેર એન્જિનિયર છે. માર્ચ

અમેરિકામાં 41 રાજ્યમાં દર્દી ઝડપથી વધી રહ્યા હોવાથી એલર્ટ વધારાયું, રશિયાએ કોરોના ટેસ્ટ વધારી સ્થિતિ કાબૂમાં કરી

7 મહિના પછી પણ કોરોનાનો કેર થંભ્યો નથી. વિશ્વમાં 1.37 કરોડથી વધુ લોકો સંક્રમિત છે જ્યારે 5.87 લાખથી વધુ મોત થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 2.34 લાખ નવા દર્દી મળ્યા છે. સૌથી વધુ 71,750 દર્દી અમેરિકામાં મળ્યા. ત્યાં અઠવાડિયાથી રોજ 60 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. નિયંત્રણ માટે દેશોએ લૉકડાઉન કર્યું, જરૂરી સુવિધાઓ માટે અનલૉક કર્યું તો ફરી લૉકડાઉન કરવું પડ્યું. હાલ અમેરિકા, ભારત, બ્રાઝીલ અને રશિયા હોટસ્પોટ છે. ભારત સિવાયના કોરોનાગ્રસ્ત વિશ્વના ટોપ 10 દેશમાં હાલ શું સ્થિતિ છે, શું પડકારો છે અને તેઓ કેવી રીતે સામનો કરી રહ્યા છે તે જાણો. અમેરિકા: કેસ વધવા લાગ્યા તો 12 રાજ્યએ ઢીલના આદેશ પાછા ખેંચી લીધા 28 માર્ચથી લૉકડાઉન, 10 એપ્રિલથી 50માંથી 40 રાજ્યમાં અનલૉક. ટ્રાન્સપોર્ટ, જાહેર સ્થળો ખુલતાં કેસ વધ્યા. છેલ્લા 24 કલાકમાં 71,750 દર્દી વધ્યા બાદ 12 રાજ્યએ ઢીલ પાછી ખેંચી છે. 41 રાજ્યમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. તેમને એલર્ટ પર રખાયા છે. નવા સત્રમાં સ્કૂલોમાં ઓનલાઇન ભણાવાશે. દર્દી: 3617474 મોત: 140160 સાજા થયા: 1646675 રિકવરી રેટ: 45.5% બ્રાઝીલ: સંક્રમણ વધવા છતાં ઇકોનોમી ખોલવાની જીદ ભારે પડી 27

અમેરિકામાં હોંગકોંગની આઝાદીનો કાયદો મંજૂર, ચીને કહ્યું- બદલો લઈશું

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોંગકોંગ સ્વાયત્તતા કાયદા પર હસ્તાક્ષર કરી દીધા છે. સંસદે ચાલુ મહિનાની શરૂઆતમાં આ કાયદો પસાર કરી દીધો હતો. ટ્રમ્પે મીડિયાને કહ્યું કે આ કાયદા મુજબ ચીન સરકાર હોંગકોંગના લોકો પર દમનકારી હરકતો માટે જવાબદાર હશે અને અમેરિકાને આવી હરકતો સામે કાર્યવાહીનો અધિકાર હશે. ચીને હોંગકોંગની આઝાદી છીનવીને ત્યાંના લોકો માટે સારી તકો ખતમ કરી દીધી. બીજી તરફ અમેરિકાના નિર્ણયથી ચીન રોષે ભરાયું છે. તેના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ ચીનની આંતરિક બાબતોમાં દખલ છે, જેનો બદલો લઇશું. ચીન પણ તેનાં હિતોના રક્ષણ માટે અમેરિકી લોકો અને સંસ્થાઓ પર નિયંત્રણો લાદશે. સરાહના: ટિકટૉક બૅન કરીને ભારતે ચીન પાસેથી મોટું હથિયાર છીનવ્યું અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ’બ્રાયને કહ્યું કે ભારતે ટિકટૉક બૅન કરીને ચીન પાસેથી મોટું હથિયાર છીનવી લીધું. તે ટિકટૉકના માધ્યમથી જાસૂસી કરતું હતું. અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોમાં પણ ટિકટૉક, વીચેટ સહિતની કેટલીક ચાઇનીઝ ઍપ્સ બૅન કરાય તેવી શક્યતા છે. ચિંતા: અમેરિકી સાંસદે કહ્યું- ચીન એશિયાનો નકશો બદલવા માગે છે અમેરિકી સાંસદ બૉ

વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાનો નિર્ણય ટ્રમ્પ પ્રશાસને પરત લીધો, કોર્ટમાં સુનાવણી દરમિયાન આ આદેશની માહિતી આપી

અમરિકામાં રહીને ઓનલાઈન એજ્યુકેશન હાંસલ કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાના નિર્ણયને ટ્રમ્પ પ્રશાસને પરત લીધો છે. આ માહિતી મંગળવારે યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ વિભાગ તરફથી કોર્ટમાં આપવામાં આવી છે. ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી મોટી સંખ્યામાં અમેરિકામા અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને રાહત મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પ્રશાસને ગત સપ્તાહ આદેશ કર્યો હતો કે જે વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં રહીને વિવિધ યુનિવર્સિટીઓમાંથી ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે તેઓએ પોતોના દેશ પરત જવું પડશે. આવા વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. ટ્રમ્પના આ નિર્ણયના વિરૂદ્ધ જૉન હૉપ્કિન્સ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી, મેસાચ્યુસેટ્સ ઈન્સિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)એ ગત બુધવારે કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટમાં આપી માહિતી અમેરિકાની એક કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયના ટ્રમ્પ પ્રશાસને પોતાના આ નિર્ણયની જાણકારી આપી હતી. જસ્ટિસ એલીસન બરોજે સુનાવણીમાં કહ્યું કે, સરકારે કરેલો નિર્ણય રદ કર્યો છે. સાથે જ આ મામલે ચાલી રહેલી કાર્યવાહીને તાત્કાલીક બંધ કરવા પણ સહમતી આપી છે.

બ્રિટનની ટેલિકોમ કંપનીઓને નિર્દેશ- 2027 સુધી હુવાવેનાં ઉપકરણો હટાવો

કોરોના વાઈરસની મહામારી વચ્ચે ચીનની શાખ સંપૂર્ણ દુનિયામાં ખરડાઈ છે. હવે બ્રિટને ચીનની કંપની હુવાવે પર દેશમાં 5જી નેટવર્ક લગાવવા અંગે પ્રતિબંધિત મૂકી દીધો છે. બ્રિટિશ સરકારે તેની ટેલિકોમ કંપનીઓને આદેશ આપ્યો હતો કે તે 2027 સુધી 5જી નેટવર્કમાંથી હુવાવેનાં તમામ ઉપકરણો હટાવી દે. અમેરિકા પોતાના દેશમાં પહેલાંથી જ હુવાવેના ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી ચૂક્યું છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનના નેતૃત્વ હેઠળ યોજાયેલી નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં નક્કી કરાયું કે બ્રિટનમાં 5જી નેટવર્કના નિર્માણમાં ચીનની કંપનીની ભાગીદારીને ખતમ કરી દેવાશે. બ્રિટિશ સરકારે આ નિર્ણય નેશનલ સાઈબર સિક્યોરિટી કાઉન્સિલના રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ લીધો હતો. ચીનની કંપની હુવાવે પર ડેટા ચોરી અને ગુપ્ત માહિતીઓ ચીનની સરકાર સુધી પહોંચાડવાનો આરોપ મુકાયો છે. બ્રિટનનો નિર્ણય નિરાશાજનક : હુવાવે હુવાવેએ બ્રિટિશ સરકારના એ નિર્ણયને બ્રિટનના એ તમામ લોકો માટે માઠા સમાચાર ગણાવ્યા છે જેમની પાસે મોબાઇલ ફોન છે. હુવાવેએ નિવેદન જાહેર કરી જણાવ્યું કે આ પગલું બ્રિટનને ધીમા રસ્તા પર ધકેલી દેશે અને તેના

અમેરિકાની ચૂંટણીની જાહેરાતોમાં ટ્રમ્પને ચીનની પ્રશંસા કરતા તો બિડેનને જિનપિંગની આવભગતમાં વ્યસ્ત બતાવાયા

અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ચીન મોટો મુદ્દો બની ગયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન ચીનના બહાને વિજયી થવા માગે છે. બંને એકબીજા વિરુદ્ધ ચોંકાવનારી ચૂંટણી જાહેરાતો કરી રહ્યા છે. દાવો એ છે કે બંને ચીનના મામલાઓનો સારી રીતે સામનો કરી શકે છે. ટ્રમ્પના ચૂંટણી અભિયાનની એક જાહેરાતમાં જણાવાયું છે કે બિડેન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આવભગતમાં વ્યસ્ત છે. જ્યારે બિડેનની ચૂંટણી જાહેરાતમાં બતાવાયું છે કે ટ્રમ્પ કોરોનાના મામલાઓ અંગે ગંભીર નથી. તે કોરોના અંગે ચીનના વલણની પ્રશંસા કરી રહ્યા છે. જોકે અત્યાર સુધી એવા સમાચાર હતા કે ચીને કોરોના વિશે દુનિયા સમક્ષ મોડેથી વિગતો જાહેર કરી. જાહેરાતોની સમીક્ષા કરનારા રિપબ્લિકન પોલ્સ્ટર ફ્રેન્કે કહ્યું કે મને લાગે છે કે કાંટાની ટક્કર થશે પણ એ નથી ખબર કે તેનાથી ફાયદો કોને થવા જઈ રહ્યો છે. આ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કથળતા અર્થતંત્ર અને કોરોનાનો સામનો કરવાના પગલાંની સાથે જ ચીન ત્રીજો સૌથી મોટો ચૂંટણીલક્ષી મુદ્દો છે. મતદારો વચ્ચે એ પણ ચર્ચાનો વિષય છે કે ચીનના અયોગ્ય વેપાર વર્તન, વધતી વૈશ્વિક નારાજગી અને માનવાધિકાર ભંગ વિરુદ

દુનિયાના 83 ધનિકોએ પત્ર લખી કહ્યું- કોરોનાનો મુકાબલો કરવા માટે વધુ ટેક્સ ચૂકવવાની ઈચ્છા છે

દુનિયાના 83 ધનિકોએ કોરોના સંકટનો મુકાબલો કરવા માટે વધુ ટેક્સ ચૂકવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ લોકો પેટ્રિયૉટિક મિલેનિયર્સ, ઓક્સફેમ, હ્યુમન એક્ટ, ટેક્સ જસ્ટિસ, ક્લબ ઓફ રોમ રિસોર્સ જસ્ટિસ અને બ્રિજિંગ વેન્ચર્સ સંગઠનના માધ્યમથી મદદ માટે આગળ આવ્યા હતા. બ્રિટન, ન્યુઝીલેન્ડ, ઈટાલી, આયર્લેન્ડ સહિત અન્ય દેશોના ધનિકોએ આ મામલે પોતાના દેશની સરકારને પત્ર લખ્યો હતો. પત્રમાં ધનિકોએ કહ્યું કે અમે હોસ્પિટલોમાં રહીને દર્દીઓની સારવાર તો ન કરી શકીએ, એમ્બ્યુલન્સ ચલાવીને દર્દીને હોસ્પિટલ સુધી ન પહોંચાડી શકીએ પણ તેમની મદદ કરવા ઈચ્છીએ છીએ. એવામાં વધારે ટેક્સ ચૂકવવો એ મદદનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બની શકે છે. અમે એ લોકોના ઋણી છીએ જે ટોચના મોરચે રહીને કોરોનાનો મુકાબલો કરી રહ્યા છે. કોરોનાની આર્થિક અસર દાયકાઓ સુધી જોવા મળશે. આ સ્થિતિમાં દુનિયાના આશરે 50 કરોડ લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે. અમે આ બધાની મદદ કરવા માગીએ છીએ. સમૂહે જી-20 દેશોના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેન્કના ગવર્નરોની બેઠક અગાઉ આ પત્ર જાહેર કર્યો હતો. આ વર્ચ્યુઅલ બેઠક 18 જુલાઈએ થશે, જેની યજમાની સાઉદી અરબ કરશે. પત્ર પર ન્યુઝીલેન્ડના બીજા સૌથી ધનિક બિઝ

બ્રિટનના સુધારેલા ઈમિગ્રેશન લૉમાં ગુનાઇત પૃષ્ઠભૂમિવાળા બૅન થશે, દેશમાં રહેવા માટે 70 પોઇન્ટ જરૂરી હશે, જાન્યુઆરીથી લાગુ થઇ શકે

બ્રિટનમાં નવો ઇમિગ્રેશન કાયદો લાગુ કરાશે, જે અંતર્ગત 1 વર્ષથી વધુ સમય સુધી જેલમાં રહેલા વિદેશી ગુનેગારોનો બ્રિટનમાં પ્રવેશ પ્રતિબંધિત કરાશે. બ્રિટનનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલ સીમા દળ અને ઇમિગ્રેશન અધિકારીઓ માટે વધારાના સુરક્ષા ઉપાયો જાહેર કરશે, જે આગામી જાન્યુઆરીથી અમલમાં આવી શકે છે. મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે ખિસ્સાકાતરુ કે ચોરી કરતા ગુનેગારો પર પણ પ્રતિબંધ લદાઇ શકે છે, પછી ભલે તેમને અગાઉ 1 વર્ષથી ઓછી સજા થઇ હોય. આ ફેરફારનો અર્થ એ છે કે ઇયુના ગુનેગારો સાથે પણ એવો જ વ્યવહાર કરાશે કે જેવો હાલ યુરોપીય સંઘ બહારના દેશોના ગુનેગારો સાથે થાય છે. ગંભીર ગુનાના દોષિતોને રોકવામાં મદદ મળશે આ ફેરફાર બાદ સીમા દળ અને ઇમિગ્રેશન અધિકારીઓ કોઇ ગંભીર ગુનામાં દોષિત ઠરેલા લોકોને બ્રિટનમાં ઘૂસતા રોકવા સક્ષમ બનશે. આ નવો નિયમ બ્રિટનમાં પ્રવેશતી એવી દરેક વ્યક્તિને અસર કરશે કે જેનાથી જનતાની સુરક્ષાને ખતરો જણાય. તદુપરાંત, નફરત ફેલાવનારા કે તોફાનીઓ કે સામાજિક તંગદિલી ફેલાવવાની મુરાદ સાથે બ્રિટનમાં વસવાની આશા રાખતા અન્ય લોકોને પકડવા મંત્રી મંજૂરી આપી શકશે. આ કાર્યવાહી નવા નિયમોનો મહત્ત્વનો ભાગ છે. તેનાથી હ

ભીડવાળી ઈનડોર સ્પેસમાં પણ માસ્ક પહેરો, હંમેશા કામના સ્થળે પણ દરવાજા અને બારીઓ ખુલ્લા રાખો

વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે, કોરોના વાઈરસ હવાથી પણ ફેલાઈ શકે છે. આ વાઈરસ એક સામાન્ય કદના રૂમમાં આશરે ત્રણ કલાક સુધી હવામાં રહી શકે છે. તેથી કોરોનાનો ખતરો એવી જગ્યાએ વધારે છે, જ્યાં હવા-ઉજાશ ઓછો અને માણસો વધારે હોય. નોંધનીય છે કે, 32 દેશના 239 વિજ્ઞાનીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને રિપોર્ટ આપ્યો છે કે કોરોના વાઈરસ હવાથી ફેલાઈ શકે છે. વાઇરસ હવામાં તરીને સહેલાઈથી ફેલાઈ શકે છેઃ દાવો અમેરિકાની વર્જિનિયા ટેક રિસર્ચ યુનિવર્સિટીના એરોસોલ નિષ્ણાત ડૉ. લિન્સે મર ઉન એ સંશોધકોમાં સામેલ છે, જેમણે દાવો કર્યો છે કે આ વાઈરસ હવામાં તરીને સહેલાઈથી ફેલાઈ શકે છે. ડૉ. લિન્સેનું કહેવું છે કે હજુ એ સ્પષ્ટ નથી કે એરોસોલ તરીકે ઓળખાતા આ નાનકડા કણ છીંક કે ખાંસીની તુલનામાં કેવી રીતે વાઈરસ ફેલાવે છે. કોઈ પણ રોગનાં લક્ષણ વિનાની વ્યક્તિ શ્વાસ લે કે વાત કરે ત્યારે પણ એરોસોલ રિલીઝ થાય છે. એરબોર્ન વાઈરસ ફેલાવાની શંકાથી ચિંતિત હોવ તો આ ઉપાય કરો ભીડવાળી જગ્યાએ ઓછો સમય વિતાવો અને હવા-ઉજાશ હોય ત્યાં વધુ રહો. કોઈ બંધ સ્થળે જાઓ તો ઈનડોર સ્પેસમાં પણ માસ્ક પહેરેલું રાખો. કામના સ્થળે દરવાજા-બારીઓ ખુલ્લા રાખો. કાપડથી બનેલા

કોરોના સંક્રમણ વધતાં ઘણા દેશોએ ફરી લૉકડાઉન કરવું પડી શકે: WHO

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ટોચના અધિકારીઓએ કહ્યું કે વિશ્વના ઘણા દેશોમાં ફરી એક વાર લૉકડાઉન કરવું પડી શકે છે. ક્વોરેન્ટાઇનના ઉપાયોમાં ઢીલ બાદ ઘણા દેશોમાં કોરોના સંક્રમણ બહુ ઝડપથી વધ્યું છે. WHOના હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. મિશેલ રેયાને શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. સંક્રમણના વધતા કેસ દર્શાવે છે કે વાઇરસ હજુ કાબૂમાં આવ્યો નથી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ફાઇલ તસવીર from Divya Bhaskar https://ift.tt/325aplL via IFTTT

અમેરિકા ફરી પરમાણુ બોમ્બ બનાવવામાં વ્યસ્ત, બે લાખ એકરમાં 30 વર્ષથી બંધ પડેલી ફેક્ટરીમાં ઉત્પાદન થશે, રૂ. 70 હજાર કરોડનો ખર્ચ

રશિયા અને ચીનના વધતા ખતરાને જોતા અમેરિકાએ ફરી એકવાર નવા પરમાણુ બોમ્બ બનાવવાનો નિર્ણય કર્યો છે. આગામી દસ વર્ષમાં તેના ઔદ્યોગિક ઉત્પાદન પર આશરે રૂ. 70 હજાર કરોડનો ખર્ચ કરવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે. આ ઉત્પાદન દક્ષિણ કેરોલિનામાં સવાના નદીના કિનારે સ્થિત ફેક્ટરીમાં અને ન્યૂ મેક્સિકોના લોસ એલ્મોસમાં થશે. અમેરિકા અને રશિયા વચ્ચે શીત યુદ્ધ વખતે સવાના નદીની ફેક્ટરી અમેરિકન પરમાણુ હથિયારો માટે ટ્રિટિયમ અને પ્લુટોમિયમનું ઉત્પાદન કરતી હતી. બે લાખ એકરમાં ફેલાયેલી આ ફેક્ટરીમાં હજારો લોકો કામ કરતા હતા. હવે અહીં 3 કરોડ, 70 લાખ ગેલન રેડિયોએક્ટિવ પ્રવાહી કચરો ભેગો થઈ ચૂક્યો છે. 30 વર્ષ પછી આ જ સ્થળે ફરી પરમાણુ શસ્ત્રસરંજામ તૈયાર કરાશે. અમેરિકાની સંસ્થા ધ નેશનલ ન્યુક્લિયર સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન અહીં પરમાણુ હથિયારો બનાવે છે, જે અમેરિકન ઊર્જા વિભાગનું જ એક અંગ છે. આ સંસ્થાનું માનવું છે કે, હાલના પરમાણુ હથિયારો આઉટડેટેડ થઈ ચૂક્યા છે અને તેને બદલવાની જરૂરિયાત છે. તેમાં કોઈ મુશ્કેલી નહીં સર્જાય કારણ કે, નવી ટેક્નોલોજી અનેકગણી વધુ સુરક્ષિત છે. હકીકતમાં અહીંના લોકોમાં ભય છે કે, ફેક્ટરી શરૂ થઈ તો લોકો રેડિ

ઇસ્લામાબાદમાં બનનારા કૃષ્ણ મંદિરનો પાયો કટ્ટરવાદી ધાર્મિક જૂથોએ તોડી નાખ્યો

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં બનનારા કૃષ્ણ મંદિરનો પાયો કટ્ટરવાદી ધાર્મિક જૂથોએ તોડી નાખ્યો છે. આ મંદિરનું નિર્માણ પાક.નું રાજધાની વિકાસ સત્તામંડળ કરી રહ્યું હતું. મુસ્લિમ કટ્ટરવાદી મૌલવીઓએ મંદિર વિરુદ્ધ ફતવો જારી કર્યો હતો, જેના પગલે વડાપ્રધાન ઇમરાન ખાને બે દિવસ અગાઉ મંદિરનું કામ રોકવા આદેશ આપ્યો હતો. સરકારે મંદિરનિર્માણ અંગે ઇસ્લામિક આઇડિયોલોજી કાઉન્સિલની સલાહ લેવાનું નક્કી કર્યું છે. પાક.ના ધાર્મિક બાબતોના મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ધાર્મિક પાસાં ચકાસ્યા બાદ મંદિરનિર્માણ અંગે નિર્ણય લેવાશે. આ મંદિર 20 હજાર સ્ક્વેર ફુટમાં બનવાનું છે. મંદિરનું નિર્માણ 3 વર્ષથી અટકેલું હતું. થોડાં દિવસ અગાઉ જ મંદિરનો શિલાન્યાસ થયો હતો. વડાપ્રધાન ઇમરાને મંદિરનિર્માણ માટે 10 કરોડ રૂ. આપવાની જાહેરાત પણ કરી હતી, જેનો ઘણી કટ્ટરવાદી ધાર્મિક સંસ્થાઓએ વિરોધ કર્યો હતો. તેમણે મંદિરને ઇસ્લામવિરોધી ગણાવ્યું છે. જામિયા અશર્ફિયાના મુફ્તી જિયાઉદ્દીને ફતવો જારી કરીને કહ્યું હતું કે બિનમુસ્લિમો માટે મંદિર કે અન્ય ધાર્મિક સ્થળ બનાવવા સરકારી નાણા ખર્ચ ન કરી શકાય. Download Dainik Bhaskar App to read Latest Hi

કોરોનાના રિસર્ચનો ડેટા ચોરી હેકરો કરોડો રૂપિયાની ખંડણી વસૂલી રહ્યા છે, એક મહિનામાં 10 લાખ ઈમેલ મોકલી ધમકાવ્યા

કોરોના પર રિસર્ચનો ડેટા ચોરી હેકરો 5 કરોડ રૂપિયાથી લઈને 23 કરોડ રૂપિયા સુધીની ખંડણી વસૂલી રહ્યા છે. સાઈબર રિસર્ચર એજન્સી પ્રૂફપોઈન્ટ અનુસાર ગત મહિને હેકરોએ આવી ખંડણી માટે અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ગ્રીક અને ઈટાલી સહિત અનેક દેશોમાં જુદી જુદી સંસ્થાઓને આશરે 10 લાખ ઈમેલ મોકલી ધમકાવ્યા હતા. હેકર ગ્રૂપ નેટવૉકરે અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાનાં કમ્પ્યુટરોમાં માલવેર નાખી દીધું હતું. આ કમ્પ્યુટરમાં કોરોના રિસર્ચ સંબંધિત માહિતીઓ હતી. પછી હેકરોએ ડાર્કવેબના માધ્યમથી ખંડણી માગી. ડાર્ક વેબ પર ઉપલબ્ધ આ હેકર ગ્રૂપનું પેજ એક સામાન્ય કસ્ટમર સર્વિસની વેબસાઈટ જેવો દેખાય છે. તેમાં એક તરફ સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નો છે તો બીજી બાજુ પોતાના સોફ્ટવેરની ફ્રી સેમ્પલ ઓફર અને એક લાઈવ ચેટની સુવિધાનો વિકલ્પ છે. એક જગ્યાએ કાઉન્ટડાઉન ટાઈમ છે. તેના પર જેમ જેમ સમય ઓછો થાય છે, હેકરો ખંડણીની રકમ બમણી કરે છે કાં પછી માલવેરના માધ્યમથી જે ડેટા એકઠો કર્યો છે , તેને મિટાવી દે છે. 9 કરોડમાં હેકરોએ ડીલ ફાઇનલ કરી હેકરોએ યુનિવર્સિટીને મેસેજ મોકલી 23 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. યુનિવર્સિટીએ કહ્યું કે કોરોના સંકટને લીધ

ઘઉંનો પાક તૈયાર પણ લણણી માટે મજૂરો નથી મળી રહ્યા, ખેડૂતો હવે વિદ્યાર્થીઓ અને સ્કૂલબસ ડ્રાઈવરોની મદદ લઈ રહ્યા છે 

કોરોના વાઈરસની માઠી અસર હવે ખેતી ઉપર પણ જોવા મળી રહી છે. અમેરિકાના ખેડૂતો હાલમાં ઘણાં પરેશાન છે કેમ કે ખેતરોમાં ઘઉંનો પાક તૈયાર છે પણ તેની લણણી માટે મજૂરો નથી મળી રહ્યા. દર વર્ષે પ્રવાસીઓ આવતા હતા પણ આ વખતે કોરોનાના લીધે તેઓ પહોંચી નથી શક્યા. એટલા માટે ખેડૂતોએ હવે સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્કૂલબસના ડ્રાઈવરો તથા ઓઈલ ફિલ્ડમાં કામ કરનારા શ્રમિકોની મદદ લેવી પડી રહી છે. કેમ કે મશીનોના માધ્યમથી પાકની લણણી થાય છે અને દરેકને તે ચલાવવાનો અનુભવ હોતો નથી. ટેક્સાસ અને ઓક્લાહોમામાં પાકની લણણી માટે શ્રમિકો ઉપલબ્ધ કરાવતી કંપની કહે છે કે આ સૌથી મુશ્કેલ સમય છે, શ્રમિકો મળી રહ્યા નથી. મોટી ચિંતાનો વિષય એ છે કે પાકની લણણીમાં વિલંબ થશે તો ઘઉંના ભાવમાં મોટો વધારો થશે, તેના લીધે બ્રેડ અને પાસ્તાના ભાવ અને સપ્લાય પ્રભાવિત થશે. ખેડૂતો અને હાર્વેસ્ટિંગ કંપનીઓ કહે છે કે જો દેશમાંથી જ નવા લોકોને આ કામ માટે બોલાવીશું તો તેમને વધારે ટ્રેનિંગ આપવી પડશે, તે ઉપરાંત પૈસા પણ તેઓ વધુ માગશે. અમુક ખેડૂત વિદ્યાર્થીઓ પાસે કામ લેતા પણ ડરે છે કેમ કે સ્કૂલો ખૂલી જશે તો કામ અધૂરું રહી જશે. કેન્સાસના એટવૂડની બેકલે હાર્વેસ્ટિં

લૉકડાઉન ભંગ કરી પોતાને મૂર્ખ કહેનારા આરોગ્યમંત્રીનું રાજીનામું

ન્યુઝીલેન્ડના આરોગ્યમંત્રી ડેવિડ ક્લાર્કે કોરોના અંગે તેમની ટિપ્પણી વિરુદ્ધ જનાક્રોશ બાદ ગુરુવારે રાજીનામું આપી દીધું. ક્લાર્કે લૉકડાઉનના ભંગ બદલ પોતાને મૂર્ખ કહ્યા હતા. તેમણે ન્યુઝીલેન્ડ પરત ફરેલા લોકોને ટેસ્ટ વિના આવવા દેવા બદલ ડાયરેક્ટર જનરલ ઑફ હેલ્થ એશ્લે બ્લૂમફિલ્ડની ટીકા કરી હતી. ક્લાર્ક બોલી રહ્યા હતા ત્યારે બ્લૂમફિલ્ડ તેમની પાછળ ઊભા હતા. તેઓ ચોંકી ગયા હતા અને આમ-તેમ જોવા લાગ્યા. આ વીડિયો લાખો વખત જોવાયો. ક્લાર્કે રાજીનામાની જાહેરાત કરતા કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે મારા હોદ્દા પર રહેવાથી કોરોના સામેની લડાઇમાં સરકારનું ધ્યાન તૂટી રહ્યું છે. એપ્રિલમાં લૉકડાઉન છતાં ક્લાર્ક પરિવાર સહિત 19 કિ.મી. ટ્રાવેલ કરીને બીચ પર ગયા હતા. ટીકા બાદ તેમણે કહ્યું હતું કે, ‘હું મૂર્ખ છું.’ન્યુઝીલેન્ડ હાલ કોરોનામુક્ત થઇ ચૂક્યું છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ન્યુઝીલેન્ડના આરોગ્યમંત્રી ડેવિડ ક્લાર્કની ફાઇલ તસવીર. from Divya Bhaskar https://ift.tt/3eVyaQP via IFTTT

ચેક-ઈન કરી શકાશે, બોર્ડિંગ પાસ પણ મળશે, પ્લેનમાં બેસી શકાશે પણ શહેર છોડવા પર પ્રતિબંધ

કોરોના વાઇરસના કારણે ઘણા દેશોમાં હવાઇ મુસાફરી પર હજુ પ્રતિબંધ છે ત્યારે ફરવા જવા માટે આતુર લોકોને માનસિક રાહત આપવા તાઇવાનમાં ફેક ફ્લાઇટ પ્રોગ્રામ શરૂ થયો છે. તાઇપેના સોંગશાન એરપોર્ટ પર ગુરુવારે પહેલા દિવસે 60 લોકોએ તેનો અનુભવ લીધો. આ પ્રોગ્રામ હેઠળ લોકોએ એરપોર્ટ પર જઇને ચેક-ઇન કરવાનું રહેશે, પાસપોર્ટ અને સિક્યુરિટી ચેક બાદ બોર્ડિંગ પાસ જારી થશે. ત્યાર બાદ પ્લેનમાં બેસી શકાશે. એરબસ એ330 પ્લેનમાં એટેન્ડન્ટ્સ લોકો સાથે વાતો કરે છે, તેમની મદદ પણ કરે છે. પ્લેનમાં જ બ્રેકફાસ્ટ પણ અપાય છે. પ્લેનમાં બેસવા માટે હેલ્થ સર્ટિફિકેટ જરૂરી છે. 7 હજાર લોકોએ એપ્લાય કર્યું, ડ્રોમાં સિલેક્ટ થનારા જ ફેક ટ્રાવેલ કરી શકશે આ પ્રોગ્રામ જુલાઇ મહિના માટે જ શરૂ કરાયો છે. તે માટે સ્થાનિક અને કોરોનાના કારણે ફસાયેલા અંદાજે 7 હજાર પર્યટકે અરજી કરી છે. ડ્રોના આધારે જ લોકોને આ પ્રોગ્રામમાં ભાગ લેવાની મંજૂરી છે. 38 વર્ષના સિઆઓ ચુન વેઇએ જણાવ્યું કે અમે દેશ છોડીને તો જઇ શકીએ તેમ નથી પણ તેવો અહેસાસ કરી શકીએ છીએ. તેઓ તેમના દીકરાને લઇને આવ્યા હતા. 48 વર્ષીય સાઇના કહેવા મુજબ, મહામારી ખતમ થશે એટલે આપણે વાસ્તવમાં દુનિયા

વિયેટનામની આ હોટલમાં ગેટથી કપ સુધી બધું જ સોનાનું 

વિયેટનામની રાજધાનીમાં ગુરુવારે દુનિયાની પ્રથમ ગોલ્ડ પ્લેટેડ હોટલ ડોલ્સે હનોઈ ગોલ્ડન લેકનો શુભારંભ થયો.આ હોટલમાં ગેટથી માંડીને પ્લેટ અને કપ સુધી બધું જ સોનાનું બનેલું છે. આ 25 માળની ફાઈસ્ટાર હોટલમાં 400 રૂમ છે. હોટલની બહારની દીવાલો પર લગભગ 54 હજાર ચોરસફૂટ ગોલ્ડ પ્લેટેડ ટાઈલ્સ લગાવાઈ છે. ડબલ બેડરૂમના સ્યૂટનું એક રાતનું ભાડું લગભગ રૂ.75 હજાર અને બીજા રૂમનું ભાડું લગભગ રૂ.20 હજાર છે. હોટલ સ્ટાફનો ડ્રેસ કોડ પણ રેડ-ગોલ્ડન રખાયો ગોલ્ડન ડ્રેસ : હોટલ સ્ટાફનો ડ્રેસ કોડ પણ રેડ-ગોલ્ડન રખાયો છે. લોબીમાં ફર્નિચર અને સજાવટમાં પણ સોનાની કારીગરી કરાઈ છે. જેથી આખી હોટલમાં એક સમાન દેખાય. બાથરૂમમાંતમામ એસેસરી પણ ગોલ્ડ પ્લેટેડ. ગોલ્ડન બાથ : વોશરૂમમાં બાથટબ, સિંક, શાવરથી માંડીને તમામ એસેસરી પણ ગોલ્ડ પ્લેટેડ રખાઈ છે. બેડરૂમમાં પણ ફર્નિચર અને સામાનો પર ગોલ્ડ પ્લેટિંગ કરાયું છે. છત પર ઈન્ફિનિટી પૂલ બનાવ્યો, ફ્લેટ પણ હોટલના ટોપ ફ્લોર પર ઈન્ફિનિટી પુલ બનાવાયો છે. પ્રથમ દિવસે મહેમાનોએ તેમાં રસ દેખાડ્યો હતો. તેની દીવાલો અને શાવર પણ ગોલ્ડ પ્લેટેડ છે. આ હોટલનું નિર્માણ 2009માં થયું હતું. હોટલના ઉપરના ફ્