Skip to main content

Posts

Showing posts with the label TOP NEWS Divya Bhaskar

ગુજરાતમાં પહેલીવાર વર્ક ફ્રોમ હોમની 1200 જગ્યા પર ભરતી, કોરોના કાળમાં નોકરી ગુમાવનારાઓને પ્રાથમિકતા

કોરોના મહામારી વચ્ચે લૉકડાઉન દરમ્યાન બેરોજગાર થયેલા લોકો માટે રાજ્યમાં પહેલીવાર વિશેષ જોબ ફેર યોજાશે. અમદાવાદની રોજગાર કચેરી ચાલુ મહિને પાંચ અલગ અલગ દિવસે ઑનલાઇન જોબ ફેર યોજશે. આ જોબ ફેરમાં વર્ક ફ્રોમ હૉમ કરી શકાય એવી 1200થી પોસ્ટ માટે ઉમેદવારોને જૉબ ઑફર કરવામાં આવશે. જૉબ ફેરમાં સેલ્સ, માર્કેટીંગ, ફાયનાન્સ, બેન્કિંગ સહિતના વિવિધ ક્ષેત્રની કુલ 2000 પોસ્ટ માટે ભરતી થશે. ખાસ વાત એ છે કે ભરતી મેળામાં લૉકડાઉન દરમ્યાન નોકરી ગુમાવનારાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવનાર, કમ્પ્યુટર પર કામ કરી શકે તેવા ઉમેદવારો એપ્લાય કરી શકશે. અમદાવાદ રોજગાર કચેરીના મદદનીશ નિયામક એસ આર વિજયવર્ગીયે જણાવ્યું હતું કે કે, કોવિડ-19ની મહામારીમાં અનેક યુવાનો નોકરી ગુમાવીને બેરોજગાર થયા છે. તેમને રોજગારી આપીને તેમના જીવનને આધાર આપવા માટે ખાસ ઑનલાઈન જોબ ફેર રાખવામાં આવ્યો છે. ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકાશે રોજગાર વિભાગના જણાવ્યા પ્રમાણે 18,20, 25,27,29 ઓગસ્ટ દરમ્યાન આયોજિત ઑનલાઇન જોબ ફેરમાં ભાગ લેવા માગતા ઉમેદવારોએ અહીં જણાવેલી લિંક (http://t.ly/WbX9) પર રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશ

20 હજારથી વધુનું હોટલ બિલ, 1 લાખથી વધુની સ્કૂલ ફી આવકવેરા વિભાગની નજરમાં

કરચોરી રોકવા માટે સરકારે ટેક્સપેયર્સ ચાર્ટર સહિત નવા ઘણા ઉપાય કર્યા છે. હવે બિઝનેસ ક્લાસમાં હવાઇ મુસાફરી, વિદેશયાત્રા, 20 હજાર રૂ.થી વધુ હોટલ બિલ, 20 હજાર રૂ.થી વધુ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ તથા 1 લાખ રૂ.થી વધુ વાર્ષિક સ્કૂલ ફી ભર્યાની માહિતી આપોઆપ જ આવકવેરા વિભાગ સુધી પહોંચી જશે. સરકારે ગુરુવારે જાહેર કરેલા આવકવેરા સુધારામાં આવા 11 ઉપાય કર્યા છે. નવી જોગવાઇઓ હેઠળ ફોર્મ - 26એએસમાં નવી 11 પ્રકારની માહિતી સામેલ થશે. જે કોઇ સંસ્થાનને ચુકવણી થશે તે ચુકવણી કરનારનો પાન નંબર નોંધીને તે માહિતી આવકવેરા વિભાગને મોકલશે. અત્યાર સુધી 30 લાખથી વધુની સંપત્તિની ખરીદી, શેરોમાં 10 લાખનું રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ, ડીમેટ, ક્રેડિટ કાર્ડ અને એફડીમાં 10 લાખથી વધુની લેવડદેવડની જ માહિતી અપાતી હતી. લેવડ-દેવડ અને આવકના દાવામાં તફાવત હશે તો નોટિસ લેવડ-દેવડના રેકોર્ડ અને ઇનકમ ટેક્સ રિટર્નમાં તફાવત જણાશે તો કરદાતાને નોટિસ જારી કરીને કારણ પૂછાશે. દા.ત. કોઇએ આવક 5 લાખ જાહેર કરી અને તેની લેવડ-દેવડ વધુ હોય તો નોટિસ આવી જશે. 11 પ્રકારની ચૂકવણીના આધારે આવકનું આકલન 1 લાખ રૂ.થી વધુ વાર્ષિક ફી કે ડોનેશન. 1 લાખ રૂ.થી

આજના માહોલમાં ડિક્ટેટર નહીં, પોઝિટિવ પેરેન્ટિંગ જરૂરી

આ એવો અવસર છે કે જ્યારે આપણે આપણાં બાળકો સાથે એક બોન્ડ બનાવી શકીએ છીએ. ડિક્ટેટર બનવાની પ્રવૃત્તિ આપણાં બાળકો માટે જરાય ફાયદાકારક સાબિત નહીં થાય. શાબ્દિક કે શારીરિક સજા ટાળવી જોઇએ. મારા બાળપણની એક બહુ સુખદ યાદ એ પળની છે કે જ્યારે આખો પરિવાર સાથે બેસીને ટીવી પર કોઇ ફિલ્મ જોતો હતો. એવામાં જ્યારે હિંસાનો કોઇ સીન આવે ત્યારે મા તેમના હાથથી મારી આંખો બંધ કરી દેતી હતી. સ્વાભાવિક છે કે તેના કારણે મારી જોવાની ઉત્સુકતા વધી જતી પણ ભારે મથામણ પછી પણ હું તેમનો હાથ મારી આંખો પરથી હટાવી શકતો નહોતો. માતા-પિતાનું બાળકોને તકલીફોથી બચાવવાનું કેટલું પ્રાકૃતિક છે. લાગે છે કે આ વ્યવહાર માતા-પિતાના મગજમાં કોડ કરી દેવાયો છે. વિજ્ઞાને આજે સાબિત કરી દીધું છે કે બાળકે જેવું બાળપણ વિતાવ્યું હોય તેની અસર તેના વિકાસ અને વ્યક્તિત્વ પર પડે જ છે. ખાસ કરીને જીવનનાં પ્રથમ 6 વર્ષ બહુ મહત્ત્વનાં છે કે જ્યારે મગજનો વિકાસ બહુ ઝડપથી થાય છે. આ એ જ સમય છે કે જે નક્કી કરી દે છે કે બાળક આગળ જતાં કેટલું સ્વસ્થ અને સુખી રહેશે? નવા પુરાવા તો એવા પણ છે કે જે દર્શાવે છે કે બાળપણમાં નકારાત્મક લાગણીઓનો અનુભવ બાળકોના ભાવનાત્મક વિકાસ પ

સિરક્રિક પાસે જ પાકિસ્તાની નાપાક ચોકીઓ અને હેલિપેડ પ્રથમ વખત ગુગલ મેપમાં કેદ

પાકિસ્તાન કચ્છની સામેપાર સિંધમાં સતત પોતાના વિસ્તારોમાં માળખાકિય સુવિધા મજબુત કરી રહ્યું છે, તેવામાં સિરક્રિક પાસે પાકિસ્તાને પોતાની ચોકીમાં સુવિધા વધારી છે તો કચ્છની આંતરરાષ્ટ્રીય સીમાથી 20 કિમીના અંતરે જ એક હેડિપેડની સેટેલાઇટ ઇમેજ પણ બહાર આવી છે. થોડા સમયમાં જ આ સવલતો વધારો થયો છે. આ તમામ ગતિવિધિઓ પણ ભારતીય એજન્સીઓની પણ નજરમાં છે. ચોંકાવનારી વાત એ છે કે પાકિસ્તાની આ હેડિપેડ ગુગલ મેપમાં પણ સ્પષ્ટ જોઇ શકાય તેમ છે. સરહદ પર પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થા ખૂબજ મજબુત બનાવાઇ આ અંગે મળતી વિગતો મુજબ એક સમય એવો હતો કે કચ્છની સરહદનો ઉપયોગ પાકિસ્તાન માત્ર દાણચોરી માટે કરતું. જોકે હવે કચ્છ સરહદને પાકિસ્તાન ગંભીરતાથી લઇ રહ્યું છે. ભારત દ્વારા તો નાપાક પાડોશીના કારણે સરહદ પર પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થા ખૂબજ મજબુત બનાવાઇ છે. જોકે હવે પાકિસ્તાન પણ ભારતની જેમ કચ્છ સરહદ પર માર્ગો, સામરીક સામગ્રી, ચોકીઓ, વોચ ટાવર સહિતની સુવિધામાં વધારો કરી રહ્યું છે. ખાસ તો હરામીનાળાની સામેેની બાજુએ પાકિસ્તાને પોતાના વિસ્તારમાં હેલિપેડ બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 20 કિમીના અંતરે આ હેડિપેડ ગુગલ મેપમાં પણ દેખાઇ

દેશમાં કોરોના પીડિત 25 લાખને પાર, ભાજપ સાંસદે કાદવથી ઈમ્યૂનિટી વધારી કોરોનાથી બચવાની સલાહ આપી

દેશમાં શુક્રવારે કોરોના વાઈરસના 62,425 નવા દર્દી મળ્યાં. તેની સાથે જ કુલ ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 25,18,498એ પહોંચી ગઈ હતી. જ્યારે એક દિવસમાં 56,291 સ્વસ્થ થયા હતા. રાહતના સમાચાર એ છે કે કોરોનાને હરાવી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 17,98,354 થઈ ચૂકી છે. 976 નવા મૃત્યુથી કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 50 હજારથી ફક્ત 46 જ ઓછી 49,054 થઈ ગઈ છે પણ ચિંતાની વાત એ છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ પણ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. તેમણે ખુદ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. 1996 બેચના આંધ્રપ્રદેશ કેડરના IAS અધિકારી અગ્રવાલે લખ્યું કે મારો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ગાઇડલાઇન્સ અનુસાર હું હોમક્વૉરન્ટાઈનમાં છું. બીજી બાજુ દિલ્હીમાં 1192 નવા દર્દી સામે આવતાની સાથે અહીં કોરોના ચેપગ્રસ્તોનો આંકડો દોઢ લાખને વટાવી 1,50,652 થઈ ગયો છે. અહીં 4178 લોકોએ આ મહામારીમાં જીવ ગુમાવ્યાં છે. ભાજપ સાંસદે કાદવથી ઈમ્યૂનિટી વધારી કોરોનાથી બચવાની સલાહ આપી રાજસ્થાન ટૉંક-સવાઈમાધોપુરથી ભાજપના સાંસદ સુખબીર સિંહ જોનપુરીયાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે પાણી ભરેલા ખેતરન

ગુજરાત ટોપ 10માંથી બહાર, છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 14 હજાર આસપાસ જ રહે છે

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,087 નવા કેસ નોંધાતા હવે કુલ કેસનો આંકડો 76,569 પર પહોંચ્યો છે. આ સાથે હવે ગુજરાતમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર હેઠળ હોય અને રજા મળી ન હોય તેવા દર્દીઓનો આંકડો 14,299 છે. અન્ય રાજ્યોની તુલના કરીએ તો હવે ગુજરાત કોરોનાના એક્ટિવ કેસની દ્રષ્ટિએ બારમા સ્થાને હોઇ ટોપ ટેન રાજ્યોની કક્ષામાંથી બહાર આવ્યું છે. અર્થાત ગુજરાતમાં કોરોના સંક્રમણ પ્રમાણમાં નિયંત્રણ હેઠળ છે. રાજ્યમાં 31 જુલાઇથી લઇને 14 ઓગસ્ટ સુધીના 15 દિવસના ગાળામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 14 હજાર આસપાસ રહે છે. નવા નોંધાતા કેસની સામે રિકવર થતાં દર્દીઓની સંખ્યાનું પ્રમાણ પણ વધુ રહેતું હોઇ આ શક્ય બન્યું છે તેમ આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે. હાલ એક્ટિવ દર્દીઓની ટકાવારી કુલ નોંધાયેલા કેસની સામે 18.5 ટકા છે. શુક્રવારે ગુજરાતમાંથી કુલ 1,083 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો તે સાથે હવે કુલ 59,522 દર્દીઓએ કોરોનાને માત આપી છે. હાલ ગુજરાતમાં રીકવરી રેટ લગભગ 78 ટકા છે. દર દસ લાખની વસ્તીએ ગુજરાતમાં 1,127 લોકોને કોરોનાનું સંક્રમણ લાગી ચૂક્યું છે. રાજ્યમાં વધુ 15 કોરોનાના દર્દીઓના મોત નોંધાયા હતાં જ

એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ, આણંદમાં 13 ઇંચ, સુરતમાં 6 ઇંચ, માંગરોળમાં 8 ઇંચ

રાજ્યમાં વરસાદની ત્રણ સાઇકલ સક્રિય છે અને આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. શુક્રવારે રાજ્યના 193 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. આણંદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેવી જ રીતે સુરતના માંગરોળમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં ઉકાઈ ડેમમાંથી પાણી આવવાને કારણે ખાડીપૂરનો ભય ઊભો થયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ભરી વળ્યાં છે. 2006 પછી 14 વર્ષે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. ઉકાઈ ડેમના 19 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. રાજ્યમાં 70 ટકા હિસ્સામાં વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે12 સ્ટેટ હાઈવે સહિત 225 જેટલા રસ્તા બંધ થઈ ગયા છે. સુરત, વડોદરા હાઈવે પર પણ 12થી 15 કિમીનો ટ્રાફિક જામ થવા પામ્યો હતો. રાજ્યની 8 નદીઓ બે કાંઠે વહી રહી છે. વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી પણ સતત વધી રહી છે અને સવાર સુધીમાં 22 ફૂટ થવાની તૈયારી છે. સૌરાષ્ટ્રમાં પણ અનેક ઠેકાણે 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ પર છલકાઈ ગયો છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં એનડીઆરએફની 13 ટીમ એલર્ટ કરાઈ છે. ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ત

ડૉક્ટરને સંક્રમણનું સૌથી વધુ જોખમ, તેમના માટે હવે વિશેષ બોક્સ

વિશ્વભરમાં એવા ઘણા કિસ્સા આવ્યા છે કે જેમાં ડૉક્ટરોને ઇન્ટ્યૂબેશન કરતા સમયે દર્દીને કારણે ચેપ લાગ્યો હોય. ઇન્ટ્યૂબેશન એવી પ્રક્રિયા છે જેમાં દર્દીની શ્વાસનળીને બ્રીધિંગ ટ્યુબની મદદથી વેન્ટિલેટર સાથે જોડવામાં આવે છે. ઘણા ડૉક્ટર સંક્રમિત થયા હોવાથી એવા ઇન્ટ્યૂબેશન બોક્સ મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં જરૂરી સાધન બની રહ્યાં છે. માત્ર એક અભિયાનથી 187 કરોડ મેળવ્યા આ પ્રકારના બોક્સને સૌથી પહેલા તાઈવાનના એનેસ્થેસિયોલોજિસ્ટ હીસીન યંગ લઈએ બનાવ્યું હતું. જ્યારે તેમને તેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તો ઘણી કંપનીઓએ તે બનાવવાનું શરૂ કરી દીધું. તેને જરૂરી સાધન માનીને ઘણાએ તેના માટે ઓનલાઈન ફંડ મેળવ્યું. માત્ર અમેરિકામાં ગો ફંડ મી ડૉટકોમ નામની વેબસાઈટ પર આ માટે 187 કરોડ રૂપિયા મેળવાયા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today આ તસવીર દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ શહેરની એક હોસ્પિટલની છે. અહીં ડૉક્ટર્સ નવા ડિવાઈસ ‘ઇન્ટ્યૂબોક્સ’નો ડેમો આપી રહ્યાં છે. from Divya Bhaskar https://ift.tt/3gXG8tP via

બાટલા હાઉસ એન્કાઉન્ટરના 12 વર્ષ પછી શહીદ શર્માને વીરતા પુરસ્કાર, ચીન સામે લડનારા ITBPના 21 જવાનોને પણ એવોર્ડની ભલામણ

ગૃહ મંત્રાલયે 2020ના કેલેન્ડરી અને સર્વિસ એવોર્ડની જાહેરાત કરી છે. તેમાં પહેલું સ્થાન જમ્મુ કાશ્મીર પોલીસ અને બીજા સ્થાને સીઆરપીએફ જ્યારે ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે. જમ્મુ-કાશ્મીર પોલીસને કુલ 81 અને સીઆરપીએફ્ને 55 અને યુપી પોલીસને 23 પુરસ્કાર મળ્યાં છે. કુલ 215 પોલીસને ગેલેન્ટી એવોર્ડ અપાશે. 80ને રાષ્ટ્રપતિ પોલીસચંદ્ર અને 631ને સર્વિસ એવોર્ડ અપાશે. ગુજરાતના 19 પોલીસ કર્મીઓને એવોર્ડ મળશે. 2008માં બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મોહનચંદ્ર શર્માને મરણોપરાંત વીરતા એવોર્ડ મળશે. આ ઉપરાંત સીબીઆઈના 32, એનઆઈએના 5 અધિકારીને એવોર્ડ મળશે. ચીન સામે લડનારા આઈટીબીપીના 21 જવાનોને પણ એવોર્ડ આપવાની ગૃહમંત્રાલય તરફથી ભલામણ કરવામાં આવી છે. શહીદ ઇન્સ્પેક્ટર શર્માને 7મી વાર વીરતા ચંદ્રક મળશે 2008ના બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા દિલ્હી પોલીસના ઇન્સ્પેક્ટર મોહનચંદ્ર શર્માને મરણોપરાંત વીરતા ચંદ્રકથી સન્માનાશે. શર્મા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં હતા. 44 વર્ષીય મોહનચંદ્ર શર્માને 19 સપ્ટેમ્બર 2008ના રોજ દક્ષિણ દિલ્હીમાં બાટલા હાઉસમાં છૂપાયેલા 5 શંકાસ્પદ આતંકીઓને પકડવા દરમિયાન 3 ગોળી વાગી હતી. બા

પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ માટે અમેરિકાથી આવી રહ્યું છે નવું વિમાન એર ઈન્ડિયા વન, તે મિસાઈલ હુમલાને નિષ્ફળ કરી વળતો હુમલો પણ કરી શકે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ માટે ઉપયોગમાં લેવાતા VVIP એરક્રાફ્ટ ટૂંક સમયમાં જ અમેરિકાથી આવશે. એર ઈન્ડિયા અને એરફોર્સના સીનિયર ઓફિસર આ VVIP એરક્રાફ્ટ એર ઈન્ડિયા વન લેવા માટે અમેરિકા જવા નિકળી ગયા છે. આ એરક્રાફ્ટ મિસાઈલ હુમલાને નિષ્ફળ બનાવી વળતો હુમલો પણ કરી શકે છે. ભારતે અમેરિકા સાથે બે બોઈંગ-777 IR એરક્રાફ્ટ (એર ઈન્ડિયા વન) ખરીદવાની ડીલ કરી હતી. તેમા એક વિમાન ઓગસ્ટમાં ડિલીવરી માટે તૈયાર છે. એર ઈન્ડિયા વન (B-777) એરક્રાફ્ટનું તમામ ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે. વિમાનમાં ઈન્ટીરિયર ફિનિશિંગ પણ પૂરું થઈ ચૂક્યું છે. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પણ તેને સર્ટિફિકેટ આપી દીધું છે. મિસાઈલથી બચાવશે, વળતો હુમલો પણ કરી શકશે એર ઈન્ડિયા વન આધુનિક અને સુરક્ષિત કમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે. તેમા ઉડાન દરમિયાન જ ઓડિયો કે વીડિયો કમ્યુનિકેશન કરી શકાશે. તે કમ્યુનિકેશનને હેક કે ટેપ કરી શકાશે નહીં. તેમા અમેરિકાની લાયરકેમ ડિફેન્સ સિસ્ટમ લગાવાઈ છે. તે વિમાનને મિસાઈલથી બચાવશે. હુમલાની ભાળ મેળવવા માટે આ સિસ્ટમ એકવારમાં ઘણા સેન્સરનો ઉપયોગ કરે છે.

IPLમાં સૌથી સફળ ભારતીય છું, પરંતુ કોઈ ચર્ચા કરતું નથી, કેટલાક યુવાનો એક સિઝન સારી રમીને ટીમમાં આવી જાય છે : અમિત મિશ્રા

લેગ સ્પિનર અમિત મિશ્રા અનેક વખત ટીમ ઈન્ડિયામાં અંદર-બહાર થયો છે. તેણે છેલ્લી મેચ 2017માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ત્રણ વર્ષથી નેશનલ ટીમમાંથી બહાર રહેલા 37 વર્ષના અમિતને હજુ પણ ટીમ ઈન્ડિયામાં પુનરાગમનની આશા છે. અમિતે 2003માં ડેબ્યુ કર્યું હતું. દિલ્હી કેપિટલ્સના અમિતે કહ્યું કે, તે IPLનૌ સૌથી સફળ ભારતીય બોલર છે, પરંતુ કોઈ ચર્ચા કરતું નથી, જ્યારે કેટલાક યુવાનો એક સિઝન રમીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી લે છે. તેની સાથેની વાતચીતના અંશ... સવાલ: તમે લીગમાં બીજો સૌથી સફળ બોલર છો, પરંતુ તમને એ શ્રેય મળતું નથી? અમિત મિશ્રા: તમે પ્રથમ વ્યક્તિ છો, જેણે મને આ રીતે સંબોધિત કર્યો છે. અગાઉ કોઈએ મારો પરિચય IPLમાં ભારતના સૌથી સફળ બોલર તરીકે આપ્યો નથી. જો મને તક મળતી તો મારા નામે વિકેટો વધુ હોત. સવાલ: તમે જે સન્માનના હકદાર હતા, એ નથી મળ્યું. શું આ વાત પર નિરાશા થાય છે? અમિત મિશ્રા: બિલકુલ. હું છેલ્લા બે વર્ષથી IPLમાં સારું રમું છું. આ દરમિયાન હું ભારતીય ટીમથી બહાર રહ્યો છું, પરંતુ કોઈ ચર્ચા કરતું નથી. અનેક વખત યુવાન ખેલાડી IPLની એક સિઝનમાં સારું રમીને ટીમ ઈન્ડિયામાં આવી જાય છે. છેલ્લા બે દાયકાથી રમ

UAEમાં દર બીજી વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરાવાયો, 90% દર્દી સાજા થયા, વિદેશી યાત્રીઓ માટે એરપોર્ટ પર ટેસ્ટની વ્યવસ્થા

સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)એ કોરોના સંકટનો સારી રીતે સામનો કર્યો છે. લગભગ 98.9 લાખની વસ્તીવાળા આ દેશમાં 29 જાન્યુઆરીના રોજ કોરોનાનો પ્રથમ દર્દી મળ્યો હતો. સરકાર અત્યાર સુધી 57.70 લાખ લોકો એટલે કે દેશના દર બીજા વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરી ચુકી છે. લૉકડાઉન, રાતના કરફ્યુ, ઉડ્યન પર રોક, સ્કૂલ-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ, સેનિટાઈઝેશન અને જાહેર સ્થળોએ કોવિડ-19 સેન્ટર જેવા પગલાંએ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. યુએઈમાં 57,193 એટલે કે, 90% દર્દી સાજા થઈ ગયા છે. અત્યાર સુધી 63,212 દર્દી મળ્યા છે અને 358 મોત થયા છે. યુએઈ મધ્ય-પૂર્વમાં છે. ખાસ વાત એ છે કે, આ ક્ષેત્રમાં સૌથી વધુ કોરોના સંક્રમિત દેશ ઈરાનથી વધુ ટેસ્ટ યુએઈમાં કરાયા છે. ઈરાનમાં 27.88 લાખ ટેસ્ટ કરાયા છે. ઈરાનની વસ્તી 8.38 કરોડ છે. અહીં કોરોનાના 3,36,324 દર્દી મળ્યા છે અને 19,162નાં મોત થયા છે. યુએઈમાં વિદેશી યાત્રીઓ માટે એરપોર્ટ પર ટેસ્ટની વ્યવસ્થા છે. સરકારે કહ્યું કે, જેમનો રિપોર્ટ નેગેટિવ આવશે, તે દેશમાં ગમે ત્યાં ફરી શકશે. 150 હોટલોને કોવિડ સેફનો દરજ્જો અપાયો છે. વિદેશી પ્રવાસી અહીં નિશ્ચિંત બનીને રોકાઈ શકે છે. હોટલનાં વિશેષજ્ઞ પાલ બ્

માસ્ક, ડિસ્ટન્સિંગ સાથે પહેલીવાર આઝાદીના પર્વની ઉજવણી કરાશે

રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ગુરુવારે જવાનોએ લાલ કિલ્લા પર ફુલ ડ્રેસ રિહર્સલ કર્યુ હતું. જોકે રિહર્સલ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો પણ સુરક્ષાદળોનો જુસ્સો જરાય ડગમગ્યો નહીં અને ભારે વરસાદ વચ્ચે પણ જવાનોએ રિહર્સલ પૂર્ણ કર્યુ. શ્રીનગરમાં રિહર્સલ દરમિયાન પરંપરાગત નૃત્ય કરતાં કલાકારો. કોરોના સંકટને લીધે આ વખતે 15 ઓગસ્ટના આયોજનની ખાસ તૈયારીઓ કરાઈ છે. આ વખતે મહેમાનીનો સંખ્યામાં કાપ મુકાયો છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે લોકોને દૂર-દૂર બેસાડવાની યોજના છે. સૂત્રો મુજબ આ વખતે સ્વતંત્રતા દિવસ સમારોહ માટે ઓપન પાસ જારી કરાયા નથી. ઉપરાંત લોકોના બેસવા અને કાર્યક્રમ સ્થળે સુરક્ષા વ્યવસ્થામાં પણ ફેરફાર કરાયા છે. આ વખતે પ્રાચીરની બંને બાજુ ફક્ત 150 મહેમાનો હશે, પહેલાં 300થી 500 બેસતા હતા. અનેક વીઆઈપી ફોરગ્રાઉન્ડમાં ખુરશીઓ પર બેસશે. ત્રણેય સેનાના જવાન પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપશે. તેમાં આશરે 22 જવાન અને અધિકારીઓ સામેલ રહેશે. રાષ્ટ્રીય સેલ્યૂટમાં તેમની સંખ્યા 32 રહેશે. કોરોનાને લીધે જવાનો ચાર હરોળમાં ઊભા રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો

ગામડાં સુધી સસ્તાં કમ્પ્યૂટર પહોંચે તો જ ઓનલાઈન શિક્ષણનો ફાયદો થશે: કેન્દ્રીયમંત્રી નિશંક

નવી શિક્ષણનીતિ કેબિનેટમાંથી પસાર થઈ ચૂકી છે પણ અત્યાર સુધી સામાન્ય નાગરિકો અનેક મુદ્દાઓ અંગે મૂંઝવણમાં છે. 10+2ના સ્થાને 5+3+3+4ની વ્યવસ્થા, ડિજિટલ શિક્ષણ હોય કે ફેકલ્ટીની બાધ્યતા ખતમ કરવી… આ તમામ મુદ્દાઓ અંગે કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ એ ભાસ્કર સાથે વાતચીત કરી હતી. શિક્ષણનીતિમાં ડિજિટલ એજ્યુકેશન પર વિશેષ ભાર મૂકનારા નિશંક પણ સ્વીકારે છે કે આ ત્યારે જ સફળ થઈ શકશે જ્યારે ગામડાંઓ સુધી ડિજિટલ ભારત અભિયાન પહોંચી જાય અને ગ્રામીણ વિસ્તારોનાં બાળકોને સસ્તાં કમ્પ્યૂટર ઉપલબ્ધ થાય. વાંચો અમિતકુમાર નિરંજન સાથેની વાતચીતના મુખ્ય અંશો…. સવાલ: શિક્ષણ પર જીડીપીનો 6 ટકા ખર્ચ કરવાનું લક્ષ્ય છે, આ કઈ રીતે થશે? જવાબ: 10 વર્ષમાં શિક્ષણ પર ખર્ચને વધારી 20% સુધી કરવાની આશા છે. જુદાં જુદાં ક્ષેત્રોની ફન્ડિંગ અને જટિલતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ શિક્ષણ માટે ફંડ સ્ટ્રીમ જરૂરી છે. તેમાં ઉચ્ચ શિક્ષણ ફાઈનાન્શિયલ એજન્સીના માધ્યમથી કેન્દ્ર અને રાજ્યોનાં સંસ્થાનો માટે સરકાર ગેરન્ટીવાળી લોન વ્યવસ્થા વિકસિત કરશે. સવાલ: ઓનલાઇન શિક્ષણ પર ભાર મુકાય છે પણ ગામડાંઓમાં વિદ્યાર્થીઓ મુખ્ય ધારાથી દૂર થાય છે, કઈ

​​​​​​​કોરોનાના દર્દીને 12 ખાનગી હોસ્પિટલોમાં મોકલી દોઢથી પોણા બે લાખનું બિલ પોતે ભરી ડૉક્ટરે રૂ.19 લાખ પડાવ્યા

કોરોનાના દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં મોકલી દર્દીની સારવારનું બિલ ભરીને દર્દીના સગા પાસેથી લાખો રૂપિયા પડાવનારા ડો. વિપુલ શાંતિલાલ પટેલ સામે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન(આહના)એ તેની સાથે સંકળાયેલી હોસ્પિટલોને ડો. વિપુલ શાંતિલાલ પટેલ કોઇ દર્દીને દાખલ કરવા મોકલે તો તેમની ભલામણ નહીં સ્વિકારવાની તાકીદ કરી છે. એસોસિએશને ડૉક્ટર સામે પગલાં લેવા અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. કોઈ ડૉક્ટર એસોસિએશને ડૉક્ટર સામે પગલાં ભરવા પોલીસ કાર્યવાહી કર્યાની આ પ્રથમ ઘટના છે. જોકે ડૉ.વિપુલ પટેલે કહ્યું, તેઓ પૈસા પાછા માગતા હોવાથી અને દર્દીના સગાએ નાણા ન આપવા હોવાથી આ આક્ષેપ કર્યો છે. ડૉ. વિપુલ પટેલે પોતે ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ હોવાનું જણાવી શહેરની વિવિધ હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓને મોકલતા હતા. દર્દીને મોકલતી વખતે ડૉક્ટર વિપુલ પટેલ એમ કહેતા હતા કે દર્દી તેમના ઓળખીતા છે અને તેમની સારવારનું જે બિલ થશે તે પોતે ભરી દેશે. દર્દીને રજા આપવામાં આવે ત્યારે ડૉ. વિપુલ પટેલ બિલ પણ ભરી દેતા હતા. જોકે તેઓ દર્દીના સગાને ‘મિશન એન્ટરપ્રાઇઝ’ નામ હેઠળ તોતિંગ બિલ પકડાવતા હતા. દર્દીએ ભરેલી રકમ કરતાં ઘણી

આજે સૌની નજર રાજસ્થાન પર, વિધાનસભામાં ગેહલોતની કોન્ફિડન્સ ટેસ્ટ; અટલજીથી આગળ નિકળ્યા PM મોદી, કાલે વધુ એક રેકોર્ડ બનાવશે

આજે 14 ઓગસ્ટ છે. બરોબર 73 વર્ષ પહેલા આજના દિવસેજ અંગ્રેજોએ ભારતના વિભાજનની રેખા ખેંચી હતી અને વિશ્વના નકશા પર પાકિસ્તાન નામના નવા એક દેશનું સર્જન થયું હતું. બીજી તરફ આજે સૌની નજર રાજસ્થાન પર ટકેલી રહેશે. CM અશોક ગેહલોત વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. જોકે સરકાર પર અત્યારે કોઇ સંકટ દેખાતું નથી. બળવા પછી સચિન પાયલટ ગુરૂવારે અશોક ગેહલોતને મળ્યા હતા. બન્ને નેતાઓએ હાથ મિલાવ્યો અને હસ્યા પરંતુ ભેટ્યા નહીં. ધારાસભ્ય પક્ષની બેઠકમાં ગેહલોતે કહ્યું કે અમે આ 19 ધારાસભ્યો વિના પણ બહુમત સાબિત કરી દેત પણ તેમાં ખુશી ન થાત. પોતાના તો પોતાના જ હોય છે. ભાજપે પણ ધારાસભ્ય પક્ષની બેઠક આયોજિત કરી હતી. આ વખતે પૂર્વ CM વસુંધરા રાજે પણ તેમાં સામેલ થયા હતાં. ભાજપે કહ્યું કે તેઓ વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. 1. કોરોના અટકવાનું નામ લેતો નથી. દેશમાં સંક્રમિતોનો આંકડો 24 લાખ પાર કરી ગયો છે. મરનારાઓની સંખ્યા 47 હજારથી વધુ થઇ ગઇ છે. જોકે રાહતની વાત એ છે કે રિકવરી રેટ 70 ટકા થઇ ગયો છે. ગુરૂવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ (82)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

બર્થ-ડે કેન્ડલને ફૂંક મારીને કેક કાપવી, મેક-અપ સેમ્પલ લેવાં અને જમ્પિંગ બૉલની રમત ઈતિહાસ થઈ જશે

કોરોના મહામારી પછી આપણા જીવનની બહુ જ બધી એવી ક્ષણો કે જેને અત્યાર સુધી આપણે ખુશીનું પ્રતીક માનતા હતા તે હંમેશા બદલાઈ જશે. જેમ કે, હાથ મિલાવવો, જન્મદિવસે કેકની આસપાસ ઊભા રહીને હેપ્પી બર્થ-ડેનું ગાન કરવું અને પછી ફૂંક મારીને કેન્ડલ બૂઝાવવી અને મૉલમાં ફેમિલી સાથે શૉપિંગ- આ બધું જ જાણે ઈતિહાસ બની ગયું છે. આવો જાણીએ, કોરોનાના કારણે આપણા જીવનમાં શું પરિવર્તન આવ્યું છે. બર્થ-ડેની પરંપરા: રિસર્ચર માલિયા જોન્સ કહે છે કે ફૂંક મારવી હવે થૂંકવા જેવું છે. એટલે કે બર્થ-ડેની પરંપરામાં આમૂલ પરિવર્તનની જરૂર છે. જમ્પિંગ બૉલનો ખેલ: જમ્પિંગ બૉલનો ખેલ હવે ખતમ થઈ જશે કારણ કે પ્લાસ્ટિકથી સંક્રમણનો ખતરો છે. અનેક કંપનીએ આ રમત બંધ કરી દીધી છે. માઈકથી પણ અંતર: લોકો હવે એકબીજાના માઈક્રોફોન અને હેડફોનનો ઉપયોગ પણ નથી કરતા. જાપાનમાં તેના કારણે સંક્રમણ વધ્યું હતું. મેક-અપ સેમ્પલ બંધ: મેક-અપ માટે રિ-યુઝ સેમ્પલના બદલે સિંગલ યુઝ પ્રોડક્ટની માંગ વધી છે. સ્ટોર પર હવે ડિસ્પોઝેબલ પ્રોડક્ટ્સ રખાય છે. સ્ટ્રોનું શેરિંગ પણ બંધ: પાર્ટીઓમાં અને ઘરોમાં પણ સ્ટ્રોનું શેરિંગ બંધ થઈ ગયું છે. નિષ્ણાતો કહે છે કે તેનાથી સંક્ર

ચાંદી વધુ રૂ. 3000 તૂટી 67000, સોનુ રૂ. 54000 અંદર સરક્યું, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ વધ્યાથી 110$ તૂટી 1940$ અંદર

રશિયાએ કોરોના વાઈરસ રસીની સૌ પ્રથમ જાહેરાત કરી હોવાના કારણે સોના-ચાંદીમાં ઝડપી ઘટાડો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ ટોપ બનાવ્યાથી સરેરાશ 100 ડોલરથી વધુ અને ચાંદી 3 ડોલર સુધી ઘટી ગઇ છે જેના કારણે સ્થાનિક બજારમાં પણ ઝડપી ઘટાડો આવ્યો છે. અમદાવાદ ખાતે સોનું વધુ રૂ.1900ના ઘટાડા સાથે રૂ.54000ની અંદર ક્વોટ થવા લાગ્યું હતું. જ્યારે ચાંદીમાં રૂ.3000નો ઝડપી ઘટાડો થઇ 70000ની સપાટી અંદર 67000 બોલાઇ ગયું છે. કોરોના સમયમાં આવેલી આક્રમક તેજીનો અંત આવ્યો હોવાનું બુલિયન એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે. સોના-ચાંદીમાં આવેલ તેજી નાટ્યાત્મક રૂપે હતી. વાસ્તવિક ખરીદી સાવ ઠંડી છે. હેજફંડો, એચએનઆઇ ઇનવેસ્ટર્સ તેમજ ગોલ્ડ ઇટીએફમાં ખેલાડીઓ દ્વારા આક્રમક ખરીદીના સપોર્ટથી તેજી જોવા મળી હતી. આ ઉપરાંત માઇનિંગ બંધ રહેવા સાથે લોકડાઉનમાં સપ્લાઇ ખોરવાઇ હોવાથી સપોર્ટ મળ્યો હતો. હાલની સ્થિતિ જોતા જો અન્ય દેશો પણ રસીની જાહેરાત કરશે અને ડોલર ઇન્ડેક્સમાં ફરી સુધારાની ચાલ જોવા મળશે તો સોનામાં હવે મોટી તેજી નકારાઇ રહી છે. જ્યારે ચાંદીમાં સોના કરતા ફંડામેન્ટલ મજબૂત બની રહ્યાં છે. Download Dainik Bhaskar App to read Latest

પરીક્ષા વિના મળેલી ડિગ્રીને ક્યાંય પણ માન્યતા ન આપી શકાય, રાજ્યોને પરીક્ષા પર રોક લગાવવાનો અધિકાર નથી: UGC

દેશભરની કોલેજો અને યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષની પરીક્ષા રદ કરવાની માગ અંગે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (યુજીસી) ગુરુવારે સુપ્રીમકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે તે છેલ્લા વર્ષની પરીક્ષા સપ્ટેમ્બર સુધીમાં લેવાય તેની તરફેણમાં છે. આ નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે યોગ્ય છે. પરીક્ષા વિના મળેલી ડિગ્રીને ક્યાંય પણ માન્યતા ન આપી શકાય. પરીક્ષા સમયસર નહીં લેવાય તો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તેની અસર થશે. યુજીસીએ પરીક્ષા રદ કરવાના મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારોના નિર્ણય સામે પણ વાંધો ઉઠાવ્યો છે. એજ્યુકેશન ઓફિસર ડૉ. નિખિલકુમારે 10 પેજની એફિડેવિટમાં કહ્યું કે યુજીસી એક સ્વતંત્ર સંસ્થા છે. દેશભરની યુનિવર્સિટીઓમાં પરીક્ષાના આયોજનની જવાબદારી યુજીસીની છે, રાજ્ય સરકારોની નહીં. રાજ્ય સરકારોને પરીક્ષા પર રોક લગાવવાનો કોઇ હક નથી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today સુપ્રીમકોર્ટની ફાઇલ તસવીર. from Divya Bhaskar https://ift.tt/3fUwmr4 via

માંડવીમાં 11, આણંદમાં 9 ઈંચ વરસાદ, રાજ્યમાં સિઝનનો 66% વરસાદ, લખતરમાં 8.5 , જાંબુઘોડામાં 7.5 ઇંચ

ચોમાસાની વિદાયને આડે 30 દિવસ બાકી છે ત્યારે રાજ્યભરમાં સિઝનનો કુલ 66 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ગુરુવારે રાજ્યના કુલ 252માંથી 228 તાલુકાઓમાં 2મીમીથી લઈને 11 ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. સુરતના માંડવીમાં 11 અને આણંદમાં સાંજે 6 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ રાત્રે 1 વાગ્યા સુધીમાં 9 ઈંચ જેટલો ખાબક્યો હતો. લખતરમાં સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગોંડલમાં સાડા ચાર ઇંચ વરસાદ વચ્ચે ઓવરબ્રીજ નીચે ભરાયેલા પાણીમાં એસટી બસ ફસાઈ જતા તમામ મુસાફરોને સુરક્ષિત બચાવવામાં આવ્યા હતા. દક્ષિણ સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લામાં અડધા ઇંચથી લઇ ત્રણ ઇંચ સુધીનો વરસાદ થયો છે. વન વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે. સુરત શહેર અને જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી હતી. સુરત શહેરની તમામ ખાડીઓએ ભયજનક સ્તર વટાવ્યું છે.જેમાં મીઠીખાડી ઓવરફલો થતાં પર્વતગામ ખાડી કિનારે નિચાણવાળા વિસ્તારમાં 2થી 3 ફૂટ સુધીના પાણી ભરાઇ ગયા હતા. સુરત શહેરમાં ગત 48 કલાકમાં 9 ઇંચ વરસાદ થતાં મોસમનો કુલ વરસાદનો 85 ટકા ક્વોટો પુરો થઇ ગયો છે. આ તરફ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં બુધવારે સાડા સાત ઇં