Skip to main content

Posts

Showing posts with the label Business Divya Bhaskar

US રોકાણકારો અમેરિકી ટેક સ્ટોકમાં રોકાણ વધારી રહ્યા છે

કોરોના વાયરસ સંકટના લીધે અમેરિકી ટેક્નોલોજી સ્ટોકમાં વિશ્વમાંથી રોકાણકાર રોકાણ કરી રહ્યા છે. આ રોકાણમાં ભારતના નવા રોકાણકારનો ઉમેરો થયો છે. અનેક ભારતીય બ્રોકરેજ ઓછા ચાર્જ પર નવા ટ્રેડિંગ પ્લાન અને વિદેશોમાં શેર ખરીદવાની સુવિધા ઉપલબ્ધ કરી રહ્યા છે. આ કારણોસર મોટાપાયે નવા અને શોખીન રોકાણકારો પ્રચલિત કંપનીઓ જેમ કે, નેટફ્લિક્સ, એમેઝોન, અને ફેસબુકના શેર ખરીદી રહ્યા છે. ભારતીયોને વિદેશી શેરની લે-વેચમાં મદદ કરતી વેસ્ટેડ ફાઈનાન્સના સીઈઓ વિક્રમ શાહે જણાવ્યુ હતુ કે, જૂન ત્રિમાસિકમાં અમને ઈન્વેસ્ટર ડિપોઝીટમાં 50 લાખ ડોલરનુ રોકાણ નોંધ્યુ છે. આ આંકડો અગાઉના ત્રિમાસિકથી 50 ટકા વધુ છે. શાહ અનુસાર, નવા રોકાણકારો સૌથી વધુ એવા બ્રાન્ડમાં રોકાણ કરી રહ્યા છે. જેનો તે ઉપયોગ કરે છે. ખાસ કરીને ટેક્નોલોજી બ્રાન્ડ. નિષ્ણાતો અનુસાર, કોરોના મહામારીને લીધે લાગૂ લોકડાઉનમાં વિશ્વના સ્ટોક માર્કેટમાં નવા પર્સનલ ઈન્વેસ્ટર ઝડપથી વધી રહ્યા છે. ભારત સહિત વિશ્વમાં નવા ટ્રેડિંગ એકાઉન્ટમાં ઝડપથી વધારો થયો છે. કોરોના વાયરસને લીધે વર્ક ફ્રોમ હોમ અથવા ડિજિટલ માગમાં ઝડપી વૃદ્ધિ થઈ છે. જેના પરિણામે ભારતમાં અમેરિકી ટેક કંપનીઓન

47 વર્ષમાં પહેલીવાર તાતાને પછાડી રિલાયન્સ બન્યું દેશનું સૌથી મોટું ગ્રૂપ, વિશેષજ્ઞએ કહ્યું- હવે આ અંતર વધતું જ જશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના શેરોમાં ગત અઢી મહિનામાં આવેલા ઉછાળાએ કંપની અને તેના ચેરમેન મુકેશ અંબાણીના ખાતામાં અનેક સિદ્ધિઓ ઉમેરી છે. રિલાયન્સ આ ઉછાળા સાથે 13 લાખ કરોડ રૂપિયાની વેલ્યૂએશન ધરાવતી કંપની બની ગઈ છે, જ્યારે અંબાણી દુનિયાની 5મી સૌથી ધનિક વ્યક્તિ બની ચૂક્યા છે. ઉપરાંત રિલાયન્સે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. માર્કેટકેપ મામલે રિલાયન્સ હવે તાતા ગ્રૂપને પાછળ કરી દેશનું સૌથી મોટું બિઝનેસ ગ્રૂપ બની ગયું છે. તાતા ગ્રૂપની કુલ 17 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ બાદ સૌથી મોટી કંપની ટીસીએસ પણ સામેલ છે. ગત વર્ષે એક એપ્રિલે રિલાયન્સની કુલ માર્કેટકેપ 8,91,000 કરોડ રૂપિયા હતી. જોકે તાતાની 17 કંપનીઓની કુલ માર્કેટકેપ ત્યારે 11,09,809 કરોડ રૂપિયા હતી એટલે કે રિલાયન્સથી આશરે 2.18 લાખ કરોડ રૂપિયા વધુ. પણ તાજેતરમાં રિલાયન્સમાં આવેલા રોકાણે તસવીર બદલી નાખી છે. બ્રોકરેજ ફર્મ જીરોધાના સહ-સંસ્થાપક નિખિલ કામથ કહે છે કે તાતા ગ્રૂપમાં ટીસીએસ ઉપરાંત કોઈ પણ કંપની સારું પ્રદર્શન કરી શકી નથી. તાતા મોટર્સ અને સ્ટીલે ખરાબ પ્રદર્શન કર્યુ હતું. તેનું મોટું કારણ આ સેક્ટર દબાણ હેઠળ

વોડાફોને કહ્યું- 15 વર્ષમાં જેટલી કમાણી કરી હતી તે બધી પતી ગઈ, સુપ્રીમકોર્ટે કહ્યું તો હવે કંપનીના અધિકારીઓ જેલમાં જશે

સુપ્રીમકોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR ) મામલે સુનાવણી હાથ ધરતાં આદિત્ય બિરલા ગ્રૂપની ટેલિકોમ કંપની વોડફોન આઈડિયાને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. એવું પણ કહ્યું કે હવે તે કંપનીના અધિકારીઓને જેલ મોકલીને જ રહેશે. બીજી બાજુ કંપની તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું કે વોડાફોન આઈડિયાએ ગત 15 વર્ષમાં જેટલી પણ કમાણી કરી હતી તે બધી પતી ગઈ છે. એવામાં એજીઆરની રકમની તાત્કાલિક ચુકવણી તે કરી શકે તેમ નથી. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ વોડાફોન આઈડિયા પર આશરે 58 હજાર કરોડ રૂપિયાના બાકી લેણાનો દાવો કરે છે. જોકે સુપ્રીમકોર્ટે આ મામલે તેનો આદેશ 10 ઓગસ્ટ સુધી ટાળ્યો હતો. આ મામલે સુનાવણી હાથ ધરતાં વોડાફોન આઈડિયાના વકીલ મુકુલ રોહતગીને સુપ્રીમકોર્ટે કહ્યું કે જો દાયકાથી તમે ખોટમાં જઈ રહ્યા છો તો અમે તમારા પર કેવી રીતે વિશ્વાસ કરી લઈએ? તમે બાકીના એજીઆરની ચુકવણી કઈ રીતે કરશો? જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું કે જો તમે અમારા આદેશનું પાલન નહીં કરો તો અમે કડક પગલાં ભરીશું. હવે જે ખોટું કરશે તેને અમે સીધા જેલ મોકલી દઈશું. સરકાર અને કંપનીના દાવા અલગ-અલગ વોડાફોન આઈડિયા પર ટેલિકોમ ડિપાર્ટમેન્ટના કુલ 5

આઈફોન બનાવતી પેગાટ્રોન ભારતમાં પહેલો પ્લાન્ટ સ્થાપવાની તૈયારીમાં

ગૂગલ પછી ભારતમાં વિશ્વની સૌથી મોટી ટેક કંપની એપલના આઈફોન એસેમ્બલ કરનારી પેગાટ્રોન કંપની રોકાણ કરવાની તૈયારીમાં છે. પેગોટ્રોન દેશમાં તેનો પ્રથમ એસેમ્બલીંગ પ્લાન્ટ સ્થાપવાનો વિચાર કરી રહી છે. હકીકતમાં વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા માટે ભારત સરકારે ગયા જૂન મહિનામાં 50 હજાર કરોડ રૂપિયાની વિશેષ યોજના ઘડી હતી. આ હેઠળ દેશ અને દુનિયાભરમાં સ્માર્ટ ફોન ઉત્પાદકોને પ્રોત્સાહન આપીને ભારતમાં રોકાણ માટે આકર્ષિત કરવામાં આવી રહ્યાં છે. ગૂગલે હાલમાં જ દેશમાં આગામી 5 વર્ષમાં 75 હજારનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ફોક્સકોન સહિત અનેક કંપનીઓ રોકાણ કરવા ઇચ્છુક છે. એક સૂત્રે બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે હોનહાઈ નામથી પ્રસિદ્ધ ફોક્સકોન અને વિસ્ટ્રોન પછી પેગાટ્રોન ભારત આવી રહ્યાં છે. ફોક્સકોન અને વિસ્ટ્રોન પછી એપલની ત્રીજી કંપની ભારત આવવાની તૈયારીમાં પેગોટ્રોન આઈફોન માટે બીજી સૌથી મોટી એસેમ્બલિંગ કંપની છે. તેનો અડધો વેપાર એપલથી જ આવે છે. ચીનમાં કંપનીએ અનેક ફેક્ટરી ખોલી છે પણ ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં લઈ ભવિષ્ય માટે કંપની સુરક્ષિત જગ્યા શોધી રહી છે. હાલમાં ફોક્સકોન અને વિસ્ટ્રોન ભાર

FDનું રિટર્ન લાભકારક નહીં, રિટેલ ફુગાવો-ટેક્સ ભારણ હેઠળ FDનું રિટર્ન પર મળતા વ્યાજ શૂન્ય થઈ રહ્યા છે

જો ગતિએ રિટેલ ફુગાવોનો દર વધી રહ્યો છે. તેના લીધે બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટનુ રિટર્ન લાભકારક રહ્યુ નથી. રિટેલ ફુગાવાનો દર અને ટેક્સના ભારણ હેઠળ એફડી પર મળતા વ્યાજ શૂન્ય થઈ રહ્યા છે. અર્થાત એફડીની પાકતી મુદ્દતે મળતી રકમથી તમે એટલો સામાન ખરીદી શકશો નહીં. જેટલો રોકાણ સમયે એફડીમાં મૂકવામાં આવેલી રકમથી ખરીદી શકતા હતા. ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં રિટેલ ફુગાવાનો દર 6.09 ટકા નોંધાયો છે. જ્યારે તેની સામે રેપો રેટ 4 ટકા છે. સામાન્યરૂપે રેપો રેટ રિટેલ ફુગાવાની આસપાસ હોય છે. અને નાણાકીય સંસ્થાઓ રેપો રેટ કરતાં વધુ દરે વ્યાજ રજૂ કરે છે. જેથી એફડી કરનારાને રિટેલ ફુગાવા રેટ કરતાં વધુ વ્યાજ મળે છે. પરંતુ હવે રેપો રેટ રિટેલ ફુગાવા કરતાં 2 ટકા નીચો છે. બેન્કો દ્વારા એફડી પર મળતા વ્યાજ દર ફુગાવા કરતાં ઘણા ઓછા છે. અને પાકતી મુદ્દત પર મળતા વ્યાજ પર ટેક્સ ચૂકવ્યા બાદ મળતી રકમનુ મૂલ્ય વધુ ઘટશે. વરિષ્ઠ નાગરિકો માટે સ્થિતિ ચિંતાજનક બની છે. જેઓએ પોતાની મહેનતની કમાણી એફડીમાં રોકી છે. તેમની એફડી પર સંપૂર્ણ રિટર્નનો એક મોટો હિસ્સો ફુગાવા અથવા ટેક્સ હેઠળ દબાઈ જશે. રોકાણકારોને એફડી પર રિટેલ ફુગાવા કરતાં વધુ વ્યાજ મળ

ફોન ઉત્પાદક કંપની એપલે યુરોપિયન યુનિયન વિરુદ્ધ રેકોર્ડ 1.12 લાખ કરોડ ટેક્સનો કેસ જીત્યો 

દુનિયાની સૌથી મોટી આઈ ફોન ઉત્પાદક કંપની એપલે યુરોપિયન યુનિયન વિરુદ્ધ રેકોર્ડ 1.12 લાખ કરોડ રૂપિયા(13 બિલિયન યુરો) ટેક્સ સંબંધિત આઇરિશ બિલનો કેસ જીતી લીધો છે. ઈયુની કોર્ટે એપલની તરફેણમાં ચુકાદો સંભળાવતા કહ્યું કે યુરોપિયન કમિશન આઈફોન નિર્માતા એપલ વિરુદ્ધ એ જણાવવામાં નિષ્ફળ રહ્યું છે કે કંપનીએ આયર્લેન્ડમાં ઓછો ટેક્સ ચૂકવ્યો હતો. 2016માં અમેરિકી કંપની એપલ પર અત્યાર સુધીની સૌથી મોટી ટેક્સ પેનલ્ટી લગાવાઈ હતી. યુરોપિયન યુનિયને તેના એક આદેશમાં કહ્યું હતું કે એપલે આયર્લેન્ડમાં 11 વર્ષ સુધી ખૂબ જ ઓછો ટેક્સ ચૂકવ્યો. આમ કરવું યોગ્ય નથી. એટલા માટે તેણે 13 અબજ યુરો એટલે કે 1.12 લાખ કરોડ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવવા પડશે. તેમાં કહેવાયું હતું કે તેને પેનલ્ટી નહીં પણ ટેક્સ રિપેમેન્ટ તરીકે માનવામાં આવે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Apple has won a 1.12 lakh crore tax case against the European Union from Divya Bhaskar https://ift.tt/3fJPacY

જિઓ 5-જી માટે તૈયાર, થ્રી-ડી વીડિયો કૉલ પણ કરી શકાશે 

રિલાયન્સ જિઓ અમેરિકાની દિગ્ગજ ટેક કંપની ગૂગલની સાથે મળીને ભારતમાં સસ્તા 4-જી અને 5-જી એન્ડ્રોઇડ ફોન બનાવશે. બુધવારે યોજાયેલી કંપનીની 43મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ)માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આ જાહેરાત કરી હતી. અંબાણીએ એમ પણ જણાવ્યું હતું કે જિઓ પ્લેટફોર્મ્સ હેઠળ જિઓ ગ્લાસનું પણ નિર્માણ થશે. જેના દ્વારા થ્રી-ડી વ્યૂ મળશે. અંબાણીએ દેશમાં 5-જી સેવા માટે જિઓ તૈયાર હોવાની જાહેરાત પણ કરી હતી. મુકેશ અંબાણીએ જિઓ મીટ એપ દ્વારા આયોજીત કંપનીની પ્રથમ વર્ચ્યુઅલ એજીએમને સંબોધન કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ભાવિ રણનીતિ શેરધારકો સમક્ષ શૅર કરી હતી. આ દરમ્યાન 63 વર્ષીય અંબાણીએ જણાવ્યું હતું કે કંપનીના ડિજીટલ મંચ જિઓ પ્લેટફોર્મ્સમાં દિગ્ગજ આઇટી કંપની ગૂગલ 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જેના બદલમાં ગૂગલને 7.7 ટકા હિસ્સેદારી મળશે. સાઉદી અરામકો સાથેની બહુચર્ચિત ડીલ અંગે અંબાણીએ કહ્યું હતું કે કોરોનાને લીધે સર્જાયેલી સ્થિતિના પગલે આ ડીલ આગળ વધી શકી નથી. મુકેશ અંબાણીએ એમ પણ જણાવ્યું હતું કે આવનારા સમયમાં જિઓ માર્ટ ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા, ફેશન અને હેલ્થકેરને પણ કવર કરશે. મુકેશ અંબાણીની

ખર્ચ ઘટાડવા એર ઈન્ડિયા લિવ વિધાઉટ પે હેઠળ સ્ટાફને 5 વર્ષની રજા પર મોકલશે

લૉકડાઉનનો સૌથી મોટો ફટકો એરલાઇન કંપનીઓને પડ્યો છે. આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરતી કંપનીઓ ખર્ચ ઘટાડવા નવા નવા માર્ગ શોધી રહી છે. હવે એર ઇન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ કર્મચારીઓ પગાર વિના લાંબી રજા પર જઈ શકે છે. તેને લિવ વિધાઉટ પે (એલડબ્લ્યુપી) કહેવામાં આવે છે. આ રજા 6 મહિનાથી પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે. કંપનીના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર, રાજીવ બંસલને કેટલાક કર્મચારીઓને છ મહિનાથી પાંચ વર્ષ સુધી પગાર વિના રજા પર મોકલવાની સત્તા આપવામાં આવી છે. કર્મચારીઓની પસંદગી તેમની કાર્યક્ષમતા, કામગીરીની ગુણવત્તા, કર્મચારીઓના સ્વાસ્થ્ય, વગેરેના આધારે કરવામાં આવશે. ડિરેક્ટર બોર્ડની 102મી બેઠકમાં એર ઇન્ડિયાની આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ કોરોના વાયરસ મહામારીને લીધે ભારતે 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યોહતો. તેની સાથે સ્થાનિક ફ્લાઈટ્સ પર બંધ કરી હતી. 25મેના રોજ સ્થાનિક ફ્લાઈટ્સ કોરોના સાથે જોડાયેલી માર્ગદર્શિકાને આધારે શરૂ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ અંગે ડીજીસીએના નિર્ણય બાદ વંદે ભારત

ચાંદીમાં ઝડપી તેજી 52000 ક્રોસ, સોનુ 51000ની નજીક

સોનાની તુલનાએ ચાંદીમાં તોફાની તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઝડપી 19.50 ડોલર નજીક 19.47 ડોલર પહોંચી છે જેના કારણે સ્થાનિક બજારમાં આજે ખુલતી બજારે વધુ રૂ.800 ઉછળી રૂ.52000ની સપાટી કુદાવી રૂ.52300 બોલાઇ રહી છે. સોનાની સતત વધી રહેલી કિંમતો અને ઉંચા ભાવના કારણે રોકાણકારો હવે ચાંદી તરફ આકર્ષાયા છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ખુલવા સાથે હંજફંડોનું પણ ચાંદીમાં વધી રહેલી ખરીદીના કારણે તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 19.70 ડોલરની સપાટી ઉપર બંધ આપે તો આગળ જતા 20.30-21.00 ડોલરની સપાટી સુધી પહોંચી શકે છે. વૈશ્વિક સોનું 9 વર્ષની ઉંચાઇએ પહોંચી 1813 ડોલર ક્વોટ થઇ રહ્યું છે જેના કારણે સ્થાનિકમાં પણ ભાવ નવી ટોચે પહોંચ્યા છે. અમદાવાદ ખાતે સોનું વધુ 300 વધી રૂ.50900 રેકોર્ડ સપાટી પર રહ્યું છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે સ્થિર રહ્યો હતો જેના કારણે ઝડપી તેજી અટકી છે. આગળ જતા રૂપિયામાં વધુ ઘસારો થશે તો સોના-ચાંદીમાં ઝડપી તેજીની શક્યતા રહેલી છે. બૂલિયન એનાલિસ્ટો ફંડામેન્ટલ તેજી તરફી દર્શાવી રહ્યાં છે. સોનાની ઉંચી કિંમતો અને સ્થાનિકમાં માગ ઠંડી રહેતા

ચાંદી બે દિવસમાં રૂ. 2000 ઉછળી રૂ. 51500, વૈશ્વિક 19 ડોલર ક્રોસ, બ્રેન્ટ ક્રૂડ ઉછળી 44 ડોલર નજીક સરક્યું

સોનાની તુલનાએ ચાંદીમાં તોફાની તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઝડપી 19 ડોલરની સપાટી કુદાવી 19.35 ડોલર પહોંચતા સ્થાનિકમાં બે દિવસમાં રૂ.2000 વધી રૂ.51500 બોલાઇ ગઇ છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ખુલવા સાથે હંજફંડોનું પણ ચાંદીમાં વધી રહેલા આકર્ષણના કારણે તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી સાપ્તાહિક ધોરણે 19.70 ડોલરની સપાટી ઉપર બંધ આપે તો આગળ જતા 20.30-21.00 ડોલરની સપાટી સુધી પહોંચી શકે છે. વૈશ્વિક સોનું 9 વર્ષની ઉંચાઇએ પહોંચી 1818 ડોલર ક્વોટ થઇ રહ્યું છે જેના કારણે સ્થાનિકમાં પણ ભાવ નવી ટોચે પહોંચ્યા છે. જોકે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે મજબૂત બનતા સ્થાનિકમાં અમદાવાદ ખાતે સોનું 100ના નજીવા ઘટાડા સાથે રૂ.50800 ક્વોટ થતું હતું. બૂલિયન એનાલિસ્ટો સોનામાં તેજીનો ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ ઉછળી 44 ડોલર નજીક સરક્યું ક્રૂડઓઇલમાં તોફાની તેજી જોવા મળી છે. ક્રૂડ ઇનવેન્ટરી ઘટશે તેવા અહેવાલ સામે માગ ખુલતા બ્રેન્ટ ક્રૂડ વધી 43.42 ડોલર જ્યારે ડબલ્યુટીઆઇ ક્રૂડ 41 ડોલર નજીક ક્વોટ થઇ રહ્યું છે. સાપ્તાહિક ધોરણે બ્રેન્ટ 46 ડોલર ઉપર બંધ આપે તો નવી તેજ

નાણાકીય કટોકટી, કામદારોની અછત-ઉત્પાદન ખર્ચ વધતા ગુજરાતની 1500થી વધુ MSMEએ બિઝનેસ રિસફલ કર્યો

કોરોના વાયરસ મહામારીના કારણે ત્રણ માસ જેટલો સમય લોકડાઉનમાં પસાર થયો જેના કારણે ગુજરાતને અનેક એમએસએમઇને વેપાર રિસફલ કરવાની ફરજ પડી છે. લોકડાઉન દૂર થયું છે પરંતુ ગુજરાતની અંદાજે 1500થી વધુ MSMEએ વેપાર જાળવી રાખવા માટે મેઇન બિઝનેસમાંથી અન્ય વેપાર તરફ ડાઇવર્ટ થયા છે. મેનપાવરની અછત, નાણાંકિય કટોકટી તેમજ અનેક યુનિટો ડિમાન્ડ પર આધારિત છે તેને અસર થતા સંખ્યાબંધ કંપનીઓ પોતાના મેઇન બિઝનેસમાંથી અન્ય બિઝનેસ અપનાવવા લાગ્યા છે. આગામી હજુ બે માસ સુધીમાં ગુજરાતની કુલ 4.5-5 લાખ એમએસએમઇ યુનિટોમાંથી અંદાજે 75000 જેટલી નાની કંપનીઓ પોતાનો બિઝનેસ રિસફલ કરશે તેવો અંદાજ છે. પાયાના સેક્ટર એવા ટેક્સટાઇલ-ગારમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર- રિઅલ એસ્ટેટ, આયાત-નિકાસ, એફએમસીજી, ટૂરિઝમ, હોટલ-ફૂડ ઇન્ડસ્ટ્રીઝ તથા જવેલરી સેક્ટરની અનેક કંપનીઓ ઓનલાઇન બિઝનેસ, ગ્રોસરી, વેજીટેબલ્સ-ફ્રૂટ, પીપીઇ કીટ, ગ્લોવ્સ-માસ્ક, સેનેટાઇઝરના ઉત્પાદન તરફ ડાઇવર્ટ થઇ છે. જેટલી કંપનીઓએ બિઝનેસ રિસફલ કર્યો છે તે કંપની શોર્ટટર્મમાં પ્રોફિટેબલ બની ગઇ છે. એટલું જ નવા બિઝનેસના પ્રોફિટના કારણે જૂનો બિઝનેસ સસ્ટેઇન થઇ રહ્યો છે. મહત્વની વાત એ છે કે રિસફલ બિઝનેસ

પ્રોપર્ટીનું ટાઈટલ સર્ચ અચૂક કરાવો, ખરીદતી વખતે ચકાસો કે મકાન પર પહેલેથી કોઈ લોન ચાલુ તો નથી ને? 

પોતાનું ઘર મેળવી લેવું તે એક મોટી ખુશી મેળવી લેવા જેવું છે પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં તમારે સાવધાની જરૂર રાખવી જોઇએ. પ્રોપર્ટીની રજિસ્ટ્રેશન પણ આવી જ એક સાવધાની છે. ખરીદાયેલા મકાનનો દસ્તાવેજ ન કરાયો હોય તો કાયદો ખરીદદારને સંપત્તિ પર હક નથી આપતો. જોકે, પ્રોપર્ટી રજિસ્ટર્ડ થતાં પહેલાં કે ખરીદતાં પહેલાં રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજોની તપાસ જરૂર કરવી જોઇએ. મકાન ખરીદનારે ટાઇટલ ડીડ અને બિન-અતિક્રમણ પ્રમાણપત્રની ચકાસણી કરવી જોઇએ. રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ, મ.પ્ર.ના ચેરમેન અને હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ સુભાષ કાકડે જણાવે છે કે પ્રોપર્ટીનું ટાઇટલ સર્ચ કરાવવું જરૂરી છે. તમે સંયુક્ત હિન્દુ પરિવારની પ્રોપર્ટી ખરીદી રહ્યા હોવ તો પરિવારના મોભી ઉપરાંત જેટલા પણ હિસ્સેદારો છે તેમની સહમતિ લેવી પણ જરૂરી છે. કોઇ વ્યક્તિ પોતાની સંપત્તિ વેચવા ઇચ્છતી હોય તો ખરીદનારને તે સંપત્તિની બધી રીતે તપાસ કરવાનો પૂરો હક છે. સ્ટેમ્પ ડ્યૂટી શું છે? સ્ટેમ્પ ડ્યૂટી ખરીદદારે પ્રોપર્ટીની ખરીદી બાદ જે વધારાના ખર્ચ ચૂકવવા પડે છે તેમાંથી એક છે. તે વિવિધ રાજ્યોમાં 5થી 13 ટકા છે. તે માટે સ્ટેમ્પ પેપર પર પૂરી પ્રક્રિયા થાય છે

અમેરિકા ભારતનો GSP દરજ્જો પુનઃસ્થાપિત કરી શકે તેવી વકી

ભારતના કેટલાક પસંદગીના ગુડ્સ પર અમેરિકા હવે આયાત ડ્યુટી વસૂલશે નહીં. અમેરિકી પ્રશાસન જનરલાઈજ્ડ, સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી) હેઠળ ભારતનો વિશેષ વેપાર દરજ્જો ફરીથી સ્થાપિત કરી શકે છે. ભારતમાં અમેરિકી ગુડ્સ પર ઊંચી આયાત ડ્યુટી લગાવી રહ્યો છે. જેના કારણે અમેરિકાને ભારતનો વિશેષ દરજ્જો પાછો સ્થાપિત કરવા મજબૂર થઈ શકે છે. અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભારત તરફથી દરખાસ્ત મેળવ્યા બાદ અમેરિકા ભારતના લાભાર્થીનો દરજ્જો પાછો લાવવાની વિચારણા કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે જૂન 2019માં જીએસપી વેપાર કાર્યક્રમ હેઠળ ભારતના લાભાર્થી વિકાસશીલ દેશનો દરજ્જો રદ કર્યો હતો. ભારત-USની ચર્ચામાં વિલંબ થઈ રહ્યો છે લાઈટહાઈજરે જણાવ્યુ હતુ કે, ભારત સાથે ચર્ચા અપેક્ષા કરતાં વધુ લંબાઈ રહી છે. ભારત ઊંચી ડ્યુટી છોડી રહ્યુ નથી. અને અમેરિકા એક લાભકારક સોદાની વાટ જોઈ રહ્યો છે. ફેબ્રુઆરીમાં આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ટ્રમ્પે જણાવ્યુ હતુ કે, તે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી મોટો સોદા કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીને ચતુર વાર્તાકાર તરીકે દર્શાવતાં જણાવ્યુ હતુ કે, ચર્ચા હાલ શરૂઆ

હોમ લોનની સંપૂર્ણ પ્રક્રિયા, જે ઑલટાઈમ લૉ લેવલ પર છે

એક સમય હતો જ્યારે લોકો ઘર ખરીદવા માટે રિટાયરમેન્ટની રાહ જોતા હતા. હવે ટ્રેન્ડ બદલાયો છે. નોકરીની શરૂઆતમાં જ ઘરના પ્લાનિંગ શરૂ થઈ જાય છે. ટેક્સ બેનિફિટના કારણે હોમ લોન પ્રત્યે આકર્ષણ વધ્યું છે. બેન્ક બાઝારના સીઈઓ આદિલ શેટ્ટી જણાવે છે કે, બેન્ક, એનબીએફસી, એચએફસી હોમ લોન આપે છે પરંતુ તેમાંથી કયો વિકલ્પ વધુ શ્રેષ્ઠ છે તે ચકાસવું જરૂરી છે. એચડીએફસીના એમડી રેણુ સુદ કર્નાડ જણાવે છે કે હોમ લોનના વ્યાજદર તમારા સિબિલ સ્કોર પર નિર્ભર કરે છે. બેન્ક તમને ઓછા વ્યાજે લોન ઓફર કરી શકે છે. લોન પણ સરળતાથી મળશે. પ્રોપર્ટી વેલ્યુના 90 ટકા સુધી લોન અમાન્ય સ્વીકૃત થાય છે. હોમ લોન સાથે જોડાયેલા જે પાંચ પ્રમુખ બિન્દુ, જે તમારે જાણવા જોઈએ હોમ લોનના રેટ શું છે બેન્ક પ્રાથમિક દર એસબીઆઈ 7.35 એચડીએફસી 7.35 પીએનબી 6.8 બીઓબી 6.85 બેન્ક ઓફ ઈન્ડિયા 6.85 સેન્ટ્રલ બેન્ક 6.85 આઈસીઆઈસીઆઈ 7.7 જરૂરી દસ્તાવેજ ફોર્મ 16 અથવા ઈન્કમટેક્સ રિટર્ન ઉપરાંત છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ, બેઝિક દસ્તાવેજ છે. જેના આધારે બેન્ક પોતાની લોનની રકમ નક્કી કરે છે. સામાન્યરૂપે તમારી કમાણીના 50 ટકા હિસ્સો તમાર

દેશના કુલ ઓટો ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો 35% અને ગુજરાતનો 10 ટકા હિસ્સો

લોકડાઉન દરમિયાન લગભગ બે મહિના બંધ રહ્યા બાદ જૂનના પ્રારંભથી ઓટો ઉદ્યોગમાં મેન્યુફેક્ચરિંગ ધીરે ધીરે વેગવાન બની રહ્યુ છે. દેશના કુલ ઓટો ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો હિસ્સો 35% છે. ઘણી મોટી ઓટો કંપનીઓ અને તેની સાથે સંકળાયેલી પેટાકંપનીઓ ખાસ કરીને પુણે, ઔરંગાબાદ અને નાસિકમાં પ્લાન્ટ ધરાવે છે. તેમાં ઉત્પાદન લગભગ 35% ક્ષમતાથી શરૂ થયું છે. દેશના સૌથી મોટા ઓટોમોબાઈલ હબ ઔરંગાબાદ નજીક ચાકનમાં 650 જેટલી નાની અને મોટી ઓટો કંપનીઓ છે. તેમાંથી અડધા ભાગમાં અર્થાત 300માં કામ શરૂ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં 15,000 થી વધુ ઓટોમોબાઇલ્સ અને સંબંધિત ઉદ્યોગો છે. તેમાં 10થી 11 લાખ લોકો કામ કરે છે. મહારાષ્ટ્ર સરકારે 20 એપ્રિલથી રેડ ઝોન સિવાય અન્ય ભાગોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ શરૂ કરવા શરતી મંજૂરી આપી છે. પરંતુ ગામમાં પરત આવેલા પરપ્રાંતિય મજૂરોની અછતના લીધે ઉત્પાદન ક્ષમતા ઘટી છે. એ જ રીતે, દેશના ઓટો ઉત્પાદનમાં 8-10% હિસ્સો ધરાવતા ગુજરાતને 1 જૂનથી અનલોક -1 સાથે ઓટો ઉદ્યોગમાં ઉત્પાદન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં ટૂ-વ્હીલર અને ફોર વ્હીલરની 75-100 નાની-મોટી કંપનીઓ છે. આમાંથી 90% કંપનીઓમાં ઉત્પાદન શરૂ થયું

રેરા એપ્રૂવ્ડ સંપત્તિ લેતી વખતે પઝેશન, ખરીદારને દર ત્રણ મહિને ઘરની અપડેટ

ઘરના માલિક બનવું સૌથી મોટું સ્વપ્ન સાચું બનવા જેવું હોય છે. જોકે, પઝેશનમાં મોડું, માલિકીનો હક્ક જેવા અનેક વિવાદ છે, જેના કારણે ઘર ખરીદવું મુશ્કેલ લાગે છે. રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ તેના અંતર્ગત તમામ વિવાદોથી ખરીદનારને બચાવે છે. હવે લૉકડાઉનના કારણે કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ તમામ રાજ્યોની રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઓથોરિટી (રેરા)એ હાઉસિંગ પ્રોજેક્ટને પૂરો કરવાની ડેડલાઈન છ મહિના વધારી દીધી છે. એટલે કે, જેમની ડેડલાઈન માર્ચની હતી, ડેવલપર્સ આ પ્રોજેક્ટ ઓગસ્ટ સુધી પૂરો કરી શકે છે. ક્રેડાઈ પ્રેસિડેન્ટ સતીશ મગર જણાવે છે કે જો લોકો અત્યારે પણ આ પ્રોજેક્ટ્સમાં ઘર ખરીદે છે તો તેમને ઓગસ્ટ સુધી પઝેશન મળી જશે. ચીર અમૃત લીગલ એલએલપીના નિખિલ ટાતુકા જણાવે છે કે, રેરાનો હેતુ મકાન ખરીદનારા ગ્રાહકોનાં હિતોની સુરક્ષા કરવાનો અને પારદર્શકતા વધારવાનો છે. સૌથી પહેલા તપાસ કરો: તમે જે સંપત્તિ ખરીદવા માગો છો, તેનું રેરા રજિસ્ટ્રેશન ચેક કરો તમે જે કોઈ પણ બિલ્ડર પાસેથી સંપત્તિ ખરીદી રહ્યા હોવ, સૌથી પહેલા તેનો રેરા રજિસ્ટ્રેશન નંબર ચેક કરો. રેરાની વેબસાઈટ પર જાઓ, રજિસ્ટ્રેશન નંબર નાખો. પઝેશન તારીખથ

યુનિલિવર પોતાના 70 હજારથી વધુ પ્રોડક્ટ પર કાર્બન ઉત્સર્જનનુ લેબલ લગાવશે, 2039 સુધી ઝીરો ઉત્સર્જનનુ લક્ષ્ય

બિઝનેસ જગત પણ પર્યાવરણમાં થતા બદલાવો પ્રત્યે જાગૃત બની રહી છે. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે તે જ કંપનીઓ ભવિષ્યમાં સારું પ્રદર્શન કરશે, જે પર્યાવરણને અનુકૂળ કામ કરશે. યુનિલિવરે આ એપિસોડમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું છે કે 2039 સુધીમાં, તે તેના તમામ ઉત્પાદનોના ઉત્પાદન અને સપ્લાયને જોડીને શૂન્ય કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરશે. આ યોજના હેઠળ હવે કંપની તેના તમામ 70 હજારથી વધુ ઉત્પાદનો પર તેના ઉત્પાદન અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના પુરવઠા દ્વારા લેબલ પ્રદાન કરશે. આ ઉપરાંત, વાતાવરણને અનુકૂળ પગલાં પર કંપની 110 કરોડ ડોલરનો ખર્ચ કરશે. પર્યાવરણ પર કોર્પોરેટ પ્રવૃત્તિઓના પ્રભાવને ધ્યાનમાં રાખતી એક સંસ્થા સીપીડીએ યુનિલીવરની આ પહેલ માટે પ્રશંસા કરી છે. સંગઠને કહ્યું છે કે અન્ય કંપનીઓએ પણ આ દિશામાં વધુ કામ કરવું જોઈએ. યુનિલિવર લાંબા સમયથી કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં કામ કરી રહ્યું છે. 2010માં, તેણે 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. તેમ છતાં, 2016 સુધી કંપનીના ઉત્સર્જનમાં સતત વધારો થતો રહ્યો, તે પછીથી તે ઘટવા લાગ્યો. યુનિલિવરના સીઇઓ એલન જોપે એક

SBIએ લોન વધુ 0.25% સસ્તી કરી, નવા દર 10 જૂનથી અમલી બનશે

એસબીઆઇએ તેનો માર્જિનલ કોસ્ટ આૅફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ 0.25% ઘટાડીને 7% કરી દીધો છે. નવા દર 10 જૂનથી અમલી બનશે. એસબીઆઇ દ્વારા એમસીએલઆરમાં આ સતત 13મો ઘટાડો છે. તદુપરાંત, બેન્કએ એક્સ્ટર્નલ બેન્ચમાર્ક લિન્ક્ડ લેન્ડિંગ રેટ તથા રેપો રેટ લિન્ક્ડ લેન્ડિંગ રેટમાં 0.40%નો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ 1 જુલાઇથી ઇબીઆર 7.05%થી ઘટીને 6.65% અને આરએલએલઆર 6.65%થી ઘટીને 6.25% થઇ જશે. બેઝ રેટમાં પણ 0.75% ઘટાડો લેટેસ્ટ રેટ કટ બાદ એમસીએલઆર સાથે જોડાયેલી 25 લાખ રૂ.ની 30 વર્ષની હોમ લોનનો ઇએમઆઇ 421 રૂ. ઘટી જશે જ્યારે ઇબીઆર/આરએલએલઆર સાથે જોડાયેલી હોમ લોનનો ઇએમઆઇ 660 રૂ. ઘટશે. એસબીઆઇએ એમસીએલઆરની સાથોસાથ બેઝ રેટમાં પણ 0.75% ઘટાડો કર્યો છે. તે સાથે બેન્કનો બેઝ રેટ 10 જૂનથી 8.15%થી ઘટીને 7.40% થઇ જશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today SBI has further reduced the loan by 0.25%, with the new rates coming into effect from June 10 from Divya Bhaskar https://ift.tt/2XHqXO1

પ્રોપર્ટીની ખરીદી વધશે, લોકો નવા વાહન પણ ખરીદશે : એક્સપર્ટ્સ

તાજેતરમાં મળેલી છૂટથી દેશભરના બજારોમાં નીકળેલી ખરીદારોની ભીડથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે અનલૉક-1 પછી દેશની ઈકોનોમી મજબૂત થવા લાગશે. નાના વેપારીથી લઈને મોટા બિઝનેસમેનોએ તેના માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કુલ એક કરોડ ટ્રકોમાંથી આશરે 50 લાખ ટ્રક રોડ પર દોડશે એક્સપર્ટ્સ પણ એવું જ માને છે કે આગામી અમુક દિવસોમાં અર્થવ્યવસ્થામાં સુધારો થશે. ઓલ ઈન્ડિયા ટ્રાન્સ્પોર્ટ કોંગ્રેસના મહાસચિવ નવીન ગુપ્તા અનુસાર અનલૉક પછી વધુ 10 લાખ ટ્રક માર્ગો પર ઊતરશે. આ રીતે કુલ એક કરોડ ટ્રકોમાંથી આશરે 50 લાખ ટ્રક રોડ પર દોડશે. તેનાથી સંબંધિત લોકોના જીવન ફરી વિકાસના માર્ગે ચઢવા લાગશે. એસોચેમ ટુરિઝમ કમિટીના ચેરમેન સુભાષ ગોયલ જણાવે છે કે હોટેલો અને રેસ્ટોરાંમાં 10-15 ટકા બિઝનેસ શરૂ થવાની આશા છે. ફ્લેટ અંગે પુછપરછ 30 ટકા વધી ક્રેડાઈના જોઇન્ટ સેક્રેટરી ગૌરવ ગુપ્તા અનુસાર લૉકડાઉન દરમિયાન ફ્લેટો અંગે આવતી ઓનલાઈન ઈન્ક્વાયરી 20થી 30 ટકા વધી છે. પહેલાના મુકાબલે પ્રોપર્ટીની ખરીદી વધશે. સિયામના મહાનિર્દેશક રાજેશ મેનન જણાવે છે કે ચેપના કારણે લોકો જાહેર પરિવહનથી બચશે. એટલા માટે નવા વાહન ખરીદશે. એરપોર્ટ ઓર્થોરિટીના પૂર્વ ચેર

લોકડાઉન છતાં ગુજરાતી કંપનીમાં 20થી 70% સુધી રિટર્ન

કોવિડ-19 મહામારીને પગલે લાગૂ લોકડાઉનમાં ભારતીય શેરબજારમાં આવેલો કડાકો અનલોક 1.0 શરૂ થવા સાથે જ શેરબજારમાં તેજીના સુસવાટામાં પલટાઇ ગયો છે. તે સંજોગોમાં ગુજરાતની મોટાભાગની લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં 20- 70 ટકા સુધી સુધારો નોંધાયો છે. લોકડાઉન દરમિયાન પણ હેલ્થકેર સેગમેન્ટની ગુજરાતી ટોપ કંપનીઓની માર્કેટ કેપ 92 ટકા સુધી વધી છે. 24 માર્ચથી અત્યારસુધીમાં ટોરેન્ટ ફાર્મા 30 ટકા, ઝાયડસ કેડિલા 29 ટકા, સન ફાર્મા 47 ટકા, એલેમ્બિકના શેર 69 ટકા સુધર્યા છે. સુઝલોન એનર્જી (98 ટકા), શેલ્બી (60%), જીટીપીએલ હેથવે (59 ટકા), અરવિંદ લિ. (76 ટકા)માં પણ આકર્ષક સુધારો નોંધાયો છે. ગુજરાતની ટોચની 55 લિસ્ટેડ કંપનીઓમાંથી 4 કંપનીઓના શેર્સ તૂટ્યા છે. બાકીની 51 કંપનીઓમાં 24 માર્ચથી અત્યારસુધી પોઝિટીવ ઈફેક્ટ જોવા મળી છે. 25 માર્ચથી કોરોના વાયરસને પગલે લોકડાઉન જારી કરવામાં આવ્યુ હતુ. 24 માર્ચના રોજ બીએસઈ સેન્સેક્સ 25,639ના વાર્ષિક તળિયે પહોંચ્યો હતો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today 20 to 70% return in Gujarati company despite lockdown from Divya Bhaskar https://ift.tt/3cFW0yb